લેસ્ટરમાં વીરપુર અન્નક્ષેત્રનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો

Saturday 18th January 2020 02:35 EST
 
 

લેસ્ટરઃ ૫ જાન્યુઆરીને રવિવારે યુકેના લેસ્ટરમાં આવેલા રામ મંદિરમાં પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા સ્થાપિત વીરપુર અન્નક્ષેત્રનો દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક અને ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. સવારે ૧૦થી બપોરે ૧ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ ભજન અને ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગનું મુખ્ય યજમાનપદ ‘ફ્રેન્ડ્સ ઓફ ખંભાળિયા’ દ્વારા શોભાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વેલિંગબરોના શ્રી જગદીશભાઈ ગણાત્રાએ પોતાના વક્તવ્યમાં પૂ. જલારામ બાપાએ કયા અને કેવા સંજોગોમાં તેમજ ક્યારે આ સદાવ્રતની શરૂઆત કરી હતી તેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પૂ. બાપાના આ સદાવ્રતનો મહિમા પણ સમજાવ્યો હતો. કાર્યક્રમના અંતે લેસ્ટર રામમંદિરના ચેરમેન શ્રી દિનેશભાઈ ઠકરારે આ પ્રસંગ દરમિયાન તન, મન અને ધનથી સાથ આપનાર સર્વે ભક્તજનોનો તેમજ સમગ્ર પ્રસંગની શોભા અને સુંદર વ્યવસ્થાને જાળવવામાં અથાગ પરિશ્રમ કરનારા રામ મંદિરના ૫૦થી વધુ કાર્યકર ભાઈ-બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter