વડતાલધામમાં રૂ. 225 કરોડના ખર્ચે સાકાર થશે અક્ષર ભુવન

Saturday 19th November 2022 07:02 EST
 
 

અમદાવાદ: વડતાલધામમાં રૂ. 225 કરોડના ખર્ચે નિર્માણ થનાર અલૌકિક અક્ષરભુવનના પાયાની પ્રથમ શિલા પ્રસ્થાપિત કરવામાં આવી છે. ચૂનો, રેતી, કપચી અને ક્વોરી ડસ્ટના મિશ્રણ સાથે પાયામાં ત્રણ ફૂટનું એક મજબૂત લેયર તૈયાર કરાયું છે. કાર્તકી સમૈયાની સમાપ્તિ અને ચંદ્રગ્રહણની પૂર્ણાહુતિ પ્રસંગે આ જાહેરાત કરવામાં આવી અને નવ નવેમ્બરના રોજ પાયાની પ્રથમ શિલા પ્રસ્થાપિત કરવામાં આવી.
આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, જ્ઞાનજીવન સ્વામી-કુંડળધામ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી, નૌતમ સ્વામી-બાપુ સ્વામી , ગોવિંદ સ્વામી-મેતપુરવાળા, બાલમુકુંદ સ્વામી-સરધાર વગેરે સંતો, ટ્રસ્ટીઓ અને દાતાઓના હસ્તે શિલાપૂજન કરવામાં આવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter