વાયમન સોલિસીટર્સ: ફેસ્ટિવ ડ્રીન્ક્સ ઇવેન્ટ

Wednesday 23rd November 2022 06:44 EST
 
 

વાયમન સોલિસીટર્સ દ્વારા 17 નવેમ્બર ગુરુવારે હેચ એન્ડમાં બ્લુ રૂમ ખાતે નેટવર્કિંગ ઇવેન્ટ ફેસ્ટિવ ડ્રિન્ક્સ યોજાયો હતો. આ શાનદાર મેળાવડામાં જાણીતી બેન્કો, એકાઉન્ટન્સીના વ્યવસાયીઓ તેમજ વિવિધ વ્યવસાયોના 100થી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
વાયમન સોલિસીટર્સના એમડી અનુપ વ્યાસે કહ્યું હતું, ‘એક જ રૂમમાં ક્લાયન્ટ્સ અને સમર્થકોના આટલા બધા મિત્રતાપૂર્ણ અને પરિચિત ચહેરાઓ નિહાળીને ખૂબ જ આનંદ અનુભવું છું. ત્રણ-ચાર વર્ષ પછી અમે આ કાર્યક્રમ યોજ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં અમને સાથ-સહયોગ અને પ્રોત્સાહન આપનાર ક્લાયન્ટ્સના અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. આ જ પ્રકારે અમારો ઉદ્દેશ તેમના અને તેમના વ્યવસાયો પ્રત્યે અમારી વફાદારી, સમર્થન અને પ્રોત્સાહન દર્શાવવાનો છે. અમારું અંતિમ લક્ષ્ય અમારા ક્લાયન્ટ્સને તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક પ્રયાસોમાં સફળતા હાંસલ કરવામાં મદદરૂપ બનવાનું છે.’
હેરો, ઇસ્ટકોટ અને કેન્ટમાં આવેલા વાયમન સોલિસીટર્સની સ્થાપના 1998માં અનુપ વ્યાસ અને ગુરનામ મંડેર દ્વારા કરવામાં આવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter