વેલજીભાઈ વેકરિયા SKLPC (UK)ના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા

Monday 20th May 2019 11:30 EDT
 
 

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (યુકે) (SKLPC,UK)ની ૪૬મી વાર્ષિક સાધારણ સભા ૧૮મી મેએ યોજાઈ હતી. જનરલ સેક્રેટરી સૂર્યકાન્ત વરસાણીએ ઉપસ્થિત રહેલા તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું. પ્રાર્થના પછી સભાની કાર્યવાહી શરૂ થઈ હતી. તેમાં પ્રેસિડેન્ટ માવજીભાઈ ધનજી જાદવા વેકરિયાએ ટૂંકો અહેવાલ પ્રસ્તુત કર્યો હતો. તેમણે સભ્યોને સૂચિત ન્યૂ ઈન્ડિયા ગાર્ડન પ્રોજેક્ટને સમર્થન આપવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ નવા હોદ્દેદારોની ચૂંટણી હાથ ધરાઈ હતી. તેમાં વેલજીભાઈ પરબતભાઈ વેકરિયા પ્રેસિડેન્ટ અને કાનજીભાઈ પરબત હિરાણી વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા. જ્યારે જનરલ સેક્રેટરી તરીકે સૂર્યકાન્ત વીરજી વસાણી, પ્રવિણ ખીમાણી ( સેક્રેટરી), રેખા જીના (ફર્સ્ટ આસિ. સેક્રેટરી), રાહુલ જીના (સેકન્ડ આસિ. સેક્રેટરી), રાજેશ વેકરિયા (ટ્રેઝરર), નૈના વરસાણી (આસિસ્ટન્ટ), પ્રીતિ ભૂડિયા (ફર્સ્ટ આસિસ્ટન્ટ), દીપ્તિ માધાપરિયા (સેકન્ડ આસિસ્ટન્ટ) ચૂંટાયા હતા. ટ્રસ્ટીઓ તરીકે પ્રેમજી એચ વરસાણી, શિવલાલ વેકરિયા, વાલજી એમ હિરાણી, કલ્યાણ રાવજી પટેલ, લક્ષ્મણ એમ કેરાઈ, મહેશ વી પિંડોરિયા, વિનોદ એચ હાલાઈ, મેઘજી એમ પિંડોરિયા અને ડો, સુનિલ કે ભૂડિયાની વરણી કરવામાં આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter