શતાબ્દી મહોત્સવ રજીસ્ટ્રેશનની ફેક અને ફ્રોડ લિંકથી સાવચેત રહેજો

Saturday 19th November 2022 07:01 EST
 
 

સાધુ યજ્ઞપ્રિયદાસજીના નામ સાથેની એક વ્હોટ્સએપ યાદીમાં જણાવાયું છે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દરરોજ બપોરે 2 વાગ્યાથી અને રવિવારે સવારથી સૌકોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. એના માટે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. દર્શનાર્થી હરિભક્તોનું તારીખ મુજબ આવવા માટે રજિસ્ટ્રેશન કરાયું છે, એ સત્સંગ પ્રવૃત્તિના કાર્યકર દ્વારા જ રજિસ્ટ્રેશન થયું છે. દર્શનાર્થી માટે પણ કોઈ ઓનલાઈન રજિસ્ટ્રેશનની જાહેર લિંક, વેબસાઈટ કે એપ નથી.
જાણવા મળેલ છે કે અજાણી વ્યક્તિ દ્વારા સંસ્થાના નામે મહોત્સવનું રજિસ્ટ્રેશન કરવા માટે નામ, જન્મતારીખ, ફોન નંબર વગેરે એકત્ર કરવા ઓનલાઈન ફોર્મ, એપ કે વેબ લીંક ફરતી કરવામાં આવી છે. આવી કોઈ પણ લિંકમાં આપની માહિતી ભરવી નહીં. એમાં ફ્રોડ થવાની સંભાવના છે. એ અંગે કોઇ પણ પ્રકારે સંસ્થા જવાબદાર નથી. સંસ્થા દ્વારા રજિસ્ટ્રેશન માટે કોઈ ઓનલાઈન વ્યવસ્થા નથી. આથી દરેક ભાવિકોને સાવચેત રહેવા વિનંતી. યાદીના અંતમાં તમામ હરિભક્તો ભાવિકો સુધી આ માહિતી ખાસ પહોંચાડવા અનુરોધ કરાયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter