શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીની ૧૫૪મી પ્રાગટ્ય જ્યંતીની ઉજવણી

Wednesday 02nd June 2021 06:18 EDT
 
 

૨૯મેને શનિવારે સ્મૃતિ વન, નારાયણપર - કચ્છ ખાતે નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાના પ્રાગટ્યનું મહિમાગાન પૂજનીય સદ્ગુરુ સંતોએ કર્યું હતું. તેમનું પ્રાગટ્ય સંવત ૧૯૨૩ની વૈશાખ વદ ચોથને તા.૨૨/૫/૧૮૬૭ને બુધવારે થયું હતું. તેમનું નામાભિધાન બહેચરભાઈ કરાયું હતું. સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ સંવત ૧૯૪૬માં શ્રી બહેચરભાઈને ભાગવતી મહાદીક્ષા આપી "શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી" એવું શુભ નામ ધારણ કરાવ્યું. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી તથા સંતોએ પૂજન અર્ચન કરી નીરાજન - આરતી ઉતારી હતી. હરિભક્તોએ પણ આરતી ઉતારવાનો અણમોલ લહાવો લીધો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter