સંસ્થા સમાચાર (અંક 12 નવેમ્બર 2022)

Wednesday 09th November 2022 07:39 EST
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે દર્શન અને આરતીના સમયમાં સોમવાર - 14 નવેમ્બરથી ફેરફાર થઇ રહ્યો છે. મેનેજમેન્ટ કમિટીની યાદી અનુસાર, 14 નવેમ્બરથી મંદિર સવારે 9.30થી બપોરે 12.00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને 10.00 કલાકે આરતી થશે. જ્યારે સાંજે 6.00થી 8.00 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે અને સાંજે 7.15 કલાકે આરતી થશે.
સ્થળઃ વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE
• પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ મંડળ દ્વારા પૂ. રસિકવલ્લભજી મહારાજ અને પૂ. શિશિરકુમારજી મહોદય (લંડન-વેરાવળ-મુંબઇ)ની નિશ્રામાં 12 નવેમ્બરે (બપોરે 3.30થી સાંજે 6.00) અન્નકૂટ ઉત્સવ યોજાયો છે. સાંજે 5.00 કલાકે અન્નકૂટ દર્શન અને 5.30 કલાકે પાતલ મહાપ્રસાદ યોજાશે. ઉત્સવ પ્રસંગે વચનામૃત-કીર્તન થશે. સ્થળઃ સેન્ટ બર્નાડેટ’સ સ્કૂલ, ક્લિફ્ટન રોડ, કિંગ્સબરી - HA3 9NS
• બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર - વેલિંગબરો દ્વારા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના અથાક વિચરણની સ્મૃતિમાં અને જન્મશતાબ્દિની ઉજવણીના ભાગરૂપે અક્ષરદેરીની એક મિલિયન પ્રદક્ષિણાનો આરંભ થયો છે. 13 ઓગસ્ટ 2022થી શરૂ થયેલા અને 13 જાન્યુઆરી 2023 સુધી ચાલનારા આ પવિત્ર અભિયાનમાં જોડાવા સહુ કોઇને જોડાવા આમંત્રણ છે. દિવસ અને સમયઃ સોમવારથી રવિવાર, સવારે 7.30થી 12.30 અને સાંજે 4.00થી 7.30
સ્થળઃ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, 2-22 મિલ રોડ, વેલિંગબરો, નોર્થન્ટ્સ, NN8 1PE


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter