સંસ્થા સમાચાર (અંક 16 સપ્ટેમ્બર 2023)

Wednesday 13th September 2023 07:01 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• પંકજ સોઢા દ્વારા પ્રસ્તુત હાસ્ય નાટક ‘આજે રોકડા ને કાલે ઉધાર’ તા. 15 રાઇસ્લીપ (શો ટાઇમ રાત્રે 8.00), તા. 16 નોર્બરી (શો ટાઇમ સાંજે 7.30), તા. 17 રાયસ્લીપ (શો ટાઇમ બપોરે 2.00 અને સાંજે 7.30) ભજવાશે. જયદીપ શાહ દ્વારા દિગ્દર્શીત આ નાટકમાં પરેશ ભટ્ટ, કુલદીપ ગોર, અર્પિતા સેઠિયા, મહેક ભટ્ટ સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. વધુ માહિતી માટે સંપર્ક - ગેલેક્સી શો 07985222186
નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા 17 સપ્ટેમ્બરે (સાંજે 4.00થી 7.30) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીનું આયોજન થયું છે. ગીત-સંગીત-નૃત્ય-ગરબા સાથેના આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના જીવનની ઝલક પણ રજૂ થશે. (સ્થળઃ 26B ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RG) વધુ વિગત માટે સંપર્કઃ પ્રવીણભાઇ / જનકભાઇ 07967013871 અથવા મિનાક્ષીબેન 02087673007
ભવન ખાતે તા. 18ના રોજ (સાંજે 7.00 વાગ્યાથી) ગણેશચતુર્થી પૂજા અને પ્રસાદનું આયોજન કરાયું છે. (સ્થળઃ 4A કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન - W14 9HE)
વીએચપી ઇલ્ફર્ડ મંદિરમાં દર્શનનો સમય દરરોજ સવારે 8.30થી બપોરે 12.00 અને સાંજે 6.00થી રાત્રે 8.30. આરતીનો સમય સવારે 10.00 અને સાંજે 7.15 વાગ્યે. સ્થળઃ 43-45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE વધુ માહિતી માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ - +44 20 8553 5471


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter