બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• વીએચપી હિન્દુ સેન્ટર ખાતે માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવાનો વર્કશોપ. તા. 26 ઓગસ્ટના રોજ (સાંજે 5.00 વાગ્યાથી) સંસ્થાના કાર્યકરો તમારા બાળકોને મૂર્તિ બનાવતાં શીખવશે. તમામ સામગ્રી સંસ્થામાંથી અપાશે. જોકે ગણેશજીને ચતુર્થીની પૂજા માટે ઘરે લઇ જવા ટ્રે કે પ્લેટ લાવવી જરૂરી. તા. 30 ઓગસ્ટ (સાંજે 5.30થી 8.30) હનુમાન ચાલીસાના 11 પાઠ. સાંજે 7.15 વાગ્યે આરતી. સ્થળઃ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ IG1 1EE. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 8553 5471
• ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ સમારોહ પ્રસંગે તા. 23થી 29 ઓગસ્ટ (દરરોજ સાંજે 4.00થી 7.30) આચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસપીઠ પદે શ્રીમદ્ ભાગવત કથા. મહાપ્રસાદ દરરોજ સાંજે 7.00થી 9.00. સ્થળઃ સાઉથ મિડો લેન, પ્રેસ્ટન, લેન્કેશાયર PR1 8JN. વધુ માહિતી માટે જૂઓ -www.ghspreston.co.uk
• તન અને મનની સુખાકારી માટે સક્રિય બળદિયા યુથ ક્લબ દ્વારા દર શનિવારે સાંજે 6.00 વાગ્યે યોગનિષ્ણાત ભરતભાઇના માર્ગદર્શનમાં પ્રેસ્ટોન મેનોર હાઇ સ્કૂલ ખાતે યોગ સત્ર.