સંસ્થા સમાચાર (અંક 24 ડિસેમ્બર 2022)

Wednesday 21st December 2022 03:54 EST
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર - લંડનનો 26મો પાટોત્સવ 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી 2023 સુધી ઉજવાશે. રાબડિયા પરિવાર (માંડવી ગામ)ના યજમાનપદે યોજાનારા આ ઉત્સવ દરમિયાન સપ્તદિનાત્મક પારાયણ સહિતના કાર્યક્રમો યોજાશે. 25 ડિસેમ્બરે પોથીયાત્રા અને 1 જાન્યુઆરી સુધી શ્રી ઐશ્વર્ય પ્રકાશ કથા, 26મીએ ડિસેમ્બરે નર્સરી પ્રોગ્રામ અને હોલિસ્ટિક સેન્ટરનું ઉદ્ઘાટન, યુવક ક્લચરલ નાઇટ, 27મીએ યુવતીઓની કલ્ચરલ નાઇટ, 28મીએ એસએસવાયએમ સભા, 29મીએ રાસ ઉત્સવ, 30મીએ ભજન સંધ્યા, 31મીએ ચઢાવો અને પહેલી જાન્યુઆરીએ ઘનશ્યામ મહારાજ અભિષેક થશે. સ્થળઃ શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર (લંડન), વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન, હેરો, મિડલસેક્સ - HA3 9EA. વધુ વિગત માટે સંપર્કઃ 020 8909 9899

• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટરની યાદીમાં જણાવાયા પ્રમાણે દર રવિવારે સત્સંગ (સાંજે 6 થી 7.15), મંગળવારે બહેનો માટે સત્સંગ (બપોરે 12થી 2), ગુરુવારે સિનિયર સિટિઝન એસેમ્બલી (11થી 2 સુધી) તેમજ યોગ ક્લાસ બુધવારે (સાંજે 7.30થી 8.30) અને ગુરુવારે (સાંજે 8થી 9) યોજાશે. આ ઉપરાંત 31 ડિસેમ્બરે (સાંજે 5થી 8) હનુમાન ચાલીસાના પાઠ થશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter