સોજિત્રા સમાજ-યુકેનો મિલન સમારોહ યોજાયોઃ આજીવન સેવક જનકભાઇ પટેલનું સન્માન

Tuesday 11th April 2023 08:22 EDT
 
 

સોજીત્રા સમાજ-યુકેના સભ્યો દ્વારા તાજેતરમાં એક મિલન સમારોહનું આયોજન થયું હતું. આ પ્રસંગે નિસ્વાર્થભાવે સંસ્થાની આજીવન સેવા કરનાર વરિષ્ઠ સભ્ય જનકભાઈ પટેલનું ઉષ્માપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. મધ્ય ગુજરાતમાં સોજિત્રા નગર આગવું સ્થાન ધરાવે છે અને જનકભાઈ પટેલ સમુદાયના ‘ભીષ્મ પિતામહ’ તરીકે નામના ધરાવે છે. આ મિલન સમારોહમાં સભ્યોએ સમુદાયને કઇ રીતે વધુ સશક્ત કરી શકાય તેમ જ ભારત-યુકે સંબંધોને સુદૃઢ બનાવવા માટે જીવંત સેતુ તરીકે કેવી રીતે કાર્ય કરવું જોઇએ તે અંગે ચર્ચાવિચારણા કરી હતી.

તસવીરમાં (ડાબેથી પાછલી હરોળમાં) જયપ્રકાશ પટેલ અને જયંત પટેલ, (આગલી હરોળમાં) કલાવતીબહેન પટેલ, ભારતીબહેન પટેલ, ભદ્રેશ પટેલ, મહેશ પટેલ, જીતેન્દ્ર પટેલ, ધીરજલાલ પટેલ, પ્રવિણ પટેલ, દિલીપકુમાર પટેલ, રાજેન્દ્ર પંડ્યા, તેમજ (બેઠેલાઓમાં) લલિતભાઈ પંડ્યા, જનકભાઈ છોટાભાઈ પટેલ અને નીલકંઠ પટેલ નજરે પડે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter