સ્ટેનમોર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી પર્વની ઉજવણી

Thursday 03rd November 2022 10:16 EDT
 
 

સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દીપોત્સવી પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. 24 ઓક્ટોબરે - દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 300થી વધુ હરિભક્તોએ ભાગ લઇને શ્રદ્ધાપૂર્વક પૂજનઅર્ચન કર્યું હતું અને શ્રીજીના ચરણમાં એવી મનોકામના વ્યક્ત કરી હતી કે નવું શરૂ થઇ રહેલું વર્ષ સુખ-સમૃદ્ધિ સાથે રંગેચંગે પસાર થાય. નૂતન વર્ષના પ્રારંભે મંદિરમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો, જેમાં હરિભક્તોએ શ્રીજીને ભાવપૂર્વક મીઠામધુરા વ્યંજનો તેમજ ફળફળાદિનો ભોગ ધરાવ્યો હતો. અન્નકૂટ ઉત્સવનો 10 હજારથી વધુ હરિભક્તોએ લાભ લીધો હતો અને નવા વર્ષના પ્રારંભે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિર દ્વારા દરેક દર્શનાર્થીને આશીર્વાદ અને શુભકામનાના પ્રતીકરૂપે પ્રસાદીનું બોક્સ અને કેલેન્ડરની ભેટ આપવામાં આવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter