વોરવિક કોન્ફરન્સ પાર્ક ખાતે તાજેતરમાં બીએપીએસના યુકે અને યુરોપના યુવક-યુવતી મંડળના સભ્યોની ‘પારસમણિ’ શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે શિબિરમાં ભાગ લઇ રહેલા 900થી વધુ ડેલિગેટ્સે બીજા વિશ્વયુદ્ધના અંતની સ્મૃતિમાં ઉજવાતા વીજે ડેની 80મી જયંતીએ શહીદોને યાદ કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું. આપણી સ્વતંત્રતા અને શાંતિકાજે પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોને બિરદાવતાં અનુયાયીઓએ તેમની સ્મૃતિમાં પ્રાર્થના કરી હતી. નોંધનીય છે કે બીજું વિશ્વ યુદ્ધ લડનારા શૂરવીરોમાં 25 લાખથી વધુ ભારતીય સૈનિકોનો પણ સમાવેશ થાય છે.