સમાજના લાભાર્થે ૫૦ કિલોમીટરનું વોક કરતા અનંત પટેલ

Wednesday 20th April 2022 06:40 EDT
 
 

વેમ્બલીના મોકાની જગ્યા પર ભારતીય, ગુજરાતી સમાજની શાન સમું ભવ્યાતિભવ્ય સત્તાવીશ પાટીદાર સેન્ટરના લાભાર્થે સમાજના સક્રિય સભ્ય અનંતભાઇ રમણભાઇ પટેલે ગત તા. ૯ એપ્રિલ, શનિવારે બર્કશાયરના વિન્ડરસ રેસકોર્ષ, વિન્ડસર ગ્રેટ પાર્ક અને એની આસપાસના ૫૦ કિ.મીટર (૩૨ માઇલ)નું ચેરિટી વોક કરી માતબર રકમનું ફંડ એકત્ર કર્યું. અનંત પટેલ જુલાઇમાં વેલ્સ અને સ્કોટલેન્ડના નેશનલ થ્રી પીક્સ (સ્નોડોનિયા, બેનનેવિશ અને સ્કાયફેલ) પર પર્વતારોહણ કરશે. એજવેર સ્થિત અનંતભાઇ પટેલ આણંદના મૂળવતની છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter