સિટીબોન્ડ ટ્રાવેલ દ્વારા ભવ્ય સમર લંચ ઈવેન્ટ સાથે 50 વર્ષની ઊજવણી

Tuesday 09th July 2024 16:29 EDT
 
 

લંડનઃ સિટીબોન્ડ ટ્રાવેલ દ્વારા તેમની 50મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવા યાદગાર સમર લંચનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં કંપનીની અભૂતપૂર્વ યાત્રા પ્રદર્શિત કરાવાની સાથે અસાધારણ પ્રવાસ અનુભવો પૂરા પાડવા અટલ પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. સિટીબોન્ડની સમર્પિત ટીમ અને પ્રતિષ્ઠિત પાર્ટનર્સ વિકાસ અને સિદ્ધિઓના પાંચ દાયકા પર ચિંતન કરવા એકત્ર થયા ત્યારે આનંદપૂર્ણ બંધુત્વ અને અને સહભાગી સંસ્મરણોનું વાતાવરણ છવાઈ ગયું હતું.

સિટીબોન્ડની મહેનતુ ટીમની હૃદયપૂર્વકની કદર આ ઊજવણીની હાઈલાઈટ બની રહી હતી જેમની કટિબદ્ધતા અને ઉત્સાહ, જોશ કંપનીની સફળતાનો આધાર બની રહ્યો છે. સંબોધનોમાં તેમના અથાક પ્રયાસો અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં કંપનીની તેજસ્વી પ્રતિષ્ઠાના નિર્માણમાં તેમણે ભજવેલી પાયારૂપ ભૂમિકાને બિરદાવાયાં હતાં.

સિટીબોન્ડ દ્વારા તેમના ટ્રાવેલ પાર્ટનર્સ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી જેમના અવિરત સાથસહકાર કંપનીના સફળતામાં સાધનરૂપ બની રહ્યા છે. એર ઈન્ડિયા, એમિરેટ્સ, વર્જિન એટલાન્ટિક, બ્રિટિસ એરવેઝ અને તાજ હોટેલ્સનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો. તેમની ભાગીદારી અને કોલબરેશન થકી સિટીબોન્ડ તેના ગ્રાહકોને અવિસ્મરણીય પ્રવાસ અનુભવો ઓફર કરવા શક્તિવાન રહી હતી.

સિટીબોન્ડ ટ્રાવેલના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશ મહેતાએ તેમની અંગત અને પ્રોફેશનલ યાત્રાની જાણકારી આપી હતી જેના થકી મહેમાનો 50 વર્ષની યાદગાર યાત્રામાંથી પસાર થઈ શક્યા હતા. સિટીબોન્ડની સફળતા પર પ્રતિભાવ આપતા હિતેશભાઈએ જણાવ્યું હતું કે,‘આપણી 50 વર્ષની યાત્રાના વિનમ્ર આરંભે મારા પેરન્ટ્સની સલાહ ‘પ્રામાણિક મહેનતનું કાર્ય હંમેશાં બદલો આપે છે અને પરિવાર પ્રથમ આવે છે’નું માર્ગદર્શન મળ્યું હતું. મેં હંમેશાં કહ્યું છે કે ક્લાયન્ટ્સ અને સપ્લાયર્સ સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર બિઝનેસ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે અને તે હાંસલ કરવાનું અમને ગૌરવ છે.’

સમર લંચ માત્ર ઊજવણી કરતાં પણ વિશેષ હતું. તે સિટીબોન્ડના મૂલ્યો અને ભવિષ્ય માટેના વિઝનનું પ્રતિપાદન હતું. કંપની આગામી વર્ષો તરફ નજર કરી રહી છે ત્યારે તે પોતાની સેવાઓને વધારવા અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટતાના તેના વારસાને આગળ વધારતા રહેવા માટે કટિબદ્ધ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter