ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટન દ્વારા ઉજવાશે 23મો પાટોત્સવ

Friday 25th August 2023 06:51 EDT
 
 

પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા 27 ઓગસ્ટ - રવિવારના રોજ તેના કેન્દ્રના 23મા પાટોત્સવની ઉજવણી પ્રેસ્ટન મંદિર ખાતે કરાશે. સમગ્ર આયોજન અંગે માહિતી આપતા GHSના પ્રમુખ ઇશ્વરભાઇ ટેલર-એમબીઇએ કહ્યું હતું કે આ પ્રસંગે સનાતન સેવા મંડળ - દ્વારકાના પૂજ્ય સ્વામી કેશવાનંદજી ખાસ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપશે. જ્યારે ગુજરાત સમાચાર - એશિયન વોઇસના પબ્લિશર - એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલ અને પેટ્રન સુરેન્દ્રભાઇ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પૂજ્ય સ્વામીજી બપોરે 12 વાગ્યે મંદિરમાં આશીર્વાદ આપશે.’
કાર્યક્રમની રૂપરેખા
27 ઓગસ્ટે સવારે 10.15 કલાકે પૂજન, 10.30 કલાકે માતાજીની સ્તુતિ, 12.00 કલાકે પૂ. સ્વામી કેશવાનંદજીનું સ્વાગત, 12.30 કલાકે આશિષભાઇ ગૌર અને નેહાબેન શાહ દ્વારા ધ્વજા પૂજન, 12.40 કલાકે સનાતન ધર્મ ધ્વજારોહણ, 1.00 કલાકે ભોજન પ્રસાદી અને 2.00 કલાકે મેઇન હોલમાં કાર્યક્રમ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter