નવનાત સેન્ટરમાં જન્માષ્ટમી મેળો

Friday 01st September 2023 03:52 EDT
 
 

લંડનઃ નવનાત સેન્ટરનો વાર્ષિક જન્માષ્ટમી મેળો આ વર્ષે રવિવાર - ત્રીજી સપ્ટેમ્બરે યોજાયો છે. નવનાત સેન્ટર (પ્રિન્ટીંગ હાઉસ લેન - હેય્સ UB3 1AR) ખાતે બપોરે 12.00થી સાંજના 7.00 વાગ્યા સુધી યોજાનારા આ મેળાના મીડિયા પાર્ટનર લોકપ્રિય સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ છે. મેળાના ભાગરૂપે અનેકવિધ આયોજનો થયા છે જેમાં ભજન, બ્યૂટિ, ક્રાફ્ટ, ડાન્સ, યોગ, ફેશન, કિડ્સ ઝોન, ટ્રાવેલ, ખાણીપીણીના સ્ટોલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે સાંજના સમયે કૃષ્ણજન્મ, મટકીફોડ, રાસ લીલા સહિતના કાર્યક્રમો પણ યોજાયા છે. આ મેળામાં પ્રવેશ અને પાર્કિંગ માટે કોઇ ચાર્જ નથી. સમગ્ર આયોજનની વધુ વિગત માટે જૂઓ વેબસાઇટ www.navnat.com અથવા સંપર્ક કરોઃ રમેશભાઇ શાહ - 0774 2045 154 / હરેશભાઇ સંઘવી - 0794 1102 021


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter