વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

Friday 05th July 2024 08:07 EDT
 
 

વિલ્સડન શ્રી સ્વામિનારાયણ મંદિરે 20 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વિશેષ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ લોકોએ ભાગ લઇને યોગાસનથી તન-મનને થતા લાભો અંગે જાણકારી મેળવી હતી. નોર્થ વેસ્ટ લંડનના જાણીતા ફ્રાયેન્ટ કન્ટ્રી પાર્ક વોકિંગ ગ્રૂપ અને ગ્રીમ્સડીક વોકિંગ ગ્રૂપ દ્વારા આયોજિત આ શિબિરમાં ભરતભાઇ મહેતા, પ્રકાશભાઇ મોરજરિયા, અમરતભાઇ કેરાઇ અને મંજુબહેન રાઘવાણી જેવા જાણીતા યોગશિક્ષકો દ્વારા માર્ગદર્શન અપાયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter