વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી

Tuesday 07th February 2023 04:55 EST
 
 

વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વે રાની તિવારી અને પરિવારના યજમાનપદે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. આ પર્વે સવારે 7.00થી રાત્રે 9.00 સુધી મંદિર ખુલ્લું રહેશે. સાંજે 6.00 કલાકે સત્સંગ, 7.15 કલાકે આરતી તથા શાંતિ પાઠ અને 7.30 કલાકે ભોજન પ્રસાદ યોજાશે. હવેથી મંદિર દર સોમવારે સવારે એક કલાક વહેલું એટલે કે 8.30 કલાકે ખુલશે અને બપોરે 12.00 કલાકે બંધ થશે. બાકી દિવસોમાં - મંગળવારથી રવિવાર મંદિરનો સમય યથાવત્ રહેશે એટલે કે મંદિર સવારે 9.30 થી બપોરે 12.00 સુધી ખુલ્લું રહેશે અને 10.30 કલાકે આરતી થશે. સાંજે મંદિર 6.00થી 8.00 કલાક ખુલ્લું રહેશે અને 7.15 કલાકે આરતી થશે. સ્થળઃ 43-45 ક્લિવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE. વધુ વિગત માટે સંપર્ક વીએચપી ઇલ્ફર્ડઃ +44 20 8553 5471


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter