સંસ્થા સમાચાર (અંક 08 એપ્રિલ 2023)

Tuesday 04th April 2023 16:15 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• રાધા-કૃષ્ણ, શ્યામા આશ્રમ, શ્રીનાથજી હવેલી (૩૩ બાલમ હાઇરોડ)માં તા.૧૫ એપ્રિલ શનિવારે, શ્રી વલ્લભાચાર્ય જયંતિ ઉજવાશે. બપોરે ૧૨ વાગ્યે શ્રીજીબાવાની મહા આરતી બાદ બપોરે ૧ થી ૪.૦૦ દરમિયાન મહાપ્રભુજી પ્રાગટ્યોત્સવ ઉજવાશે. જેમાં મહાપ્રભુજીને તિલક, ધોતી ઉપરણા થશે અને સર્વોત્તમના પાઠ પછી આરતી અને અંતે મહાપ્રસાદનો સૌ વૈષ્ણવોને લાભ મળશે. સંપર્ક: દેવ્યાનીબેન: 07929 165395.
• શ્રીનાથધામ હવેલી, હેરો ખાતે તા. ૧૬ એપ્રિલ રવિવારે જગતગુરૂ શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજી પ્રાગટ્યોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાશે. એ નિમિત્તે બપોરે ૧૨ વાગ્યે કારપાર્કથી શોભાયાત્રા આરંભ થશે. મુખ્ય મનોરથીને પાલખી અને શ્રી વલ્લભ પ્રભુજીની શોભાયાત્રાનું નેતૃત્વ કરવાનો તેમજ ધોતી ઉપરણા અર્પણ કરવાનો લહાવો મળશે. બપોરે ૧૨થી ૨.૦૦ યોજાયેલ કાર્યક્રમમાં આચાર્યશ્રીને તિલક અને અર્ચના, પાલના નંદ મહોત્સવ એ દરમિયાન રાજભોગ દર્શનનો લાભ મળશે. સાંજે ૬ થી ૭ દરમિયાન આરતી. વધુ માહિતી માટે સંપર્ક મીનાબહેન પોપટ- 07958 436586
 કૃષ્ણ મિશન - યુકે અને સમર્પણ ગૌશાળા - ગોવર્ધન (ભારત)ના સંયુક્ત ઉપક્રમે 3થી 9 એપ્રિલ (દરરોજ બપોરે 3.30થી સાંજે 6.30) પૂ. શ્રી સંજીવ કૃષ્ણ ઠાકુરજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે. સ્થળઃ ગીતા ભવન મંદિર, 107-117 હિથફિલ્ડ રોડ, હેન્ડ્સવર્થ, બર્મિંગહામ - B19 1HL વધુ માહિતી માટે સંપર્કઃ નરેશ કાટ્વા (ફોનઃ 07976 705 571)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter