સંસ્થા સમાચાર (અંક 08 જૂન 2024)

Wednesday 05th June 2024 09:00 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

નિસ્ડન મંદિરે યોગીજયંતીની ઉજવણી
• બીએપીએસ નિસ્ડન સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 8 જૂનના રોજ યોગી જયંતીની ઉજવણીનું આયોજન થયું છે, જેમાં પરિવારજનો સાથે હાજરી આપવા વિનુભાઇ અને સુધાબહેન ભટ્ટેસાએ આમંત્રણ આપ્યું છે. આ પ્રસંગે સાંજે 5.00થી 6.00 મહાપ્રસાદ અને 6.00થી 7.30 સભા યોજાશે. સ્થળઃ બીએપીએસ મંદિર, પ્રમુખ સ્વામી રોડ, નિસ્ડન, લંડન - NW10 8HW.
શ્રી નારાયણ ભજન સંધ્યા - સન્માન સમારોહ
• શ્રી નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા. 8 અને 9 જૂનના રોજ (સાંજે 5.00થી રાત્રે 8.00) લીડ્સમાં હિન્દુ મંદિર (36 એલેક્ઝાન્ડ્રા રોડ, બર્લે, લીડ્સ-LS6 1RF) ખાતે નારાયણ ભજન સંધ્યા અને સન્માન સમારોહનું આયોજન થયું છે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું વિતરણ કરાશે. વધુ માહિતી માટે સંપર્કઃ ગોપેશ કુમાર શર્મા 07438425364 / ગજેન્દ્રસિંહ ભગરોટ 07459199832
ગુરુદેવશ્રી રાકેશજી યુકે પ્રવાસે
• શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના સ્થાપક અને આધ્યાત્મિક વડા ગુરુદેવશ્રી રાકેશજી જૂન માસમાં બ્રિટનના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન વિવિધ સ્થળે તેમના પ્રવચન યોજાયા છે. લેસ્ટરમાં 18 જૂને (રાત્રે 8.00થી 10.00) એથેના ઇવેન્ટ્સ વેન્યુ (ક્વીન સ્ટ્રીટ, લેસ્ટર - LE1 1QD) ખાતે પ્રવચન યોજાયું છે. પ્રવેશ વિનામૂલ્યે. રજિસ્ટ્રેશન માટેઃ events.srmd.org/leicester
લંડનમાં 20 જૂન (રાત્રે 8.00થી 10.00), 22 જૂન (રાત્રે 8.00થી 10.00) અને 23 જૂને (સવારે 10.30થી 12.00) બાયરન હોલ (હેરો લેસર સેન્ટર, ક્રાઇસ્ટચર્ચ એવન્યુ, હેરો - HA3 5BD) ખાતે પ્રવચન. પ્રવેશ વિનામૂલ્યે. રજિસ્ટ્રેશન માટેઃ london.srmd.org/20years


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter