સંસ્થા સમાચાર (અંક 14 મે 2022)

Wednesday 11th May 2022 07:33 EDT
 

વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક  -જ્ઞાતિ સંગઠનો દ્વારા આયોજિત કાર્યક્રમોની રૂપરેખા...

• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર દ્વારા 15 મે - રવિવારના રોજ સાંજે પાંચ વાગ્યે સમુહ સત્યનારાયણ પૂજાનું આયોજન કરાયું છે. કાર્યક્રમની વધુ વિગત માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ +44 20 8553 5471
• ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ-લંડન દ્વારા તા. 15 મે - રવિવારના રોજ સાંજે 6.30થી 8.00 કલાકે વિશ્વ શાંતિ માટે ઓનલાઇન યોગ સાધના શિબિરનું આયોજન થયું છે. Zoom ID: 990 9901 2708 (Passcode: peace) વધુ વિગત માટે જૂઓઃ www.globalcooperationhouse.org
બાલમ મંદિરમાં કેરી મનોરથ
શ્રી રાધાકૃષ્ણ, શ્યામા આશ્રમ, બાલમ હવેલી સાઉથ લંડન ખાતે બુધવાર, ૧૮ મે'ના રોજ સપ્તપિઠાધિશ્વર ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના સાન્નિધ્યમાં બપોરે ૩.૦૦ થી ૬.૦૦ દરમિયાન "નિકુંજ વનમાં કેરી મનોરથ"નો ઉત્સવ રાખવામાં આવ્યો છે. વધુ વિગત અને મનોરથી બનવા આજે જ દેવ્યાનીબેન પટેલનો સંપર્ક કરો 07929165395.
આરોગ્ય વર્ધિની યજ્ઞ
શ્રી વલ્લભનિધિ યુ.કે., સનાતન મંદિરના ઉપક્રમે તા.૧૯ મે ૨૦૨૨, ગુરૂવારે બપોરે ૩.૦૦ થી ૬.૦૦ દરમિયાન સપ્તપિઠાધિશ્વર ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના સાન્નિધ્યમાં આરોગ્ય વર્ધિની યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ: શ્રી સનાતન હિન્દુ મંદિર, રમણભાઇ ગોકલ હોલ, વેમ્બલી. વધુ વિગત અને યજમાન બનવા સંપર્ક 020 8 903 7737.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter