સંસ્થા સમાચાર (અંક 15 એપ્રિલ 2023)

સંસ્થા સમાચાર

Wednesday 12th April 2023 07:22 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

શ્રી મહાપ્રભુજી પ્રાગટય મહોત્સવ
• પૂ.પા.ગોસ્વામી શ્રી રસિકવલ્લભજી ગોકુલનાથજી મહારાજશ્રી અને પૂજ્ય ગોસ્વામીજીશ્રી શિશિરકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં તા.૧૫ એપ્રિલ, શનિવારે જગદગુરૂ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી પ્રાગટય મહોત્સવ ઉજવાશે. સમય: બપોરે ૩.૦૦ થી ૬.૦૦. સ્થળ:St. Bernadette’s School, Clifton Road, Ha3 9NS.
• રાધા-કૃષ્ણ, શ્યામા આશ્રમ, શ્રીનાથજી હવેલી (૩૩ બાલમ હાઇરોડ)માં તા.૧૬ એપ્રિલ રવિવારે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ અને શોભાયાત્રા. સવારે ૧૦-૪૫ વાગ્યે શોભાયાત્રા ટૂટીંગ બેક સ્ટેશનથી બાલમ મંદિર-શ્રીનાથજી હવેલી પહોંચશે. ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે શ્રીજીબાવાનાં દર્શન, નિરાજન અને ફૂલમંડળી ત્યારબાદ રાજભોગ આરતી. ૧૨.૨૦ વાગ્યે મહાપ્રભુજીને તિલક, ધોતી ઉપરણા થશે અને સર્વોત્તમના પાઠ પછી આરતી અને અંતે મહાપ્રસાદનો સૌ વૈષ્ણવોને લાભ મળશે. સંપર્ક: દેવ્યાનીબેન: 07929 165395.
• શ્રીનાથધામ હવેલી, હેરો ખાતે તા.૧૬ એપ્રિલ રવિવારના રોજ બપોરે ૧૨ વાગ્યાથી જગતગુરૂ શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજી પ્રાગટ્યોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. એ નિમિત્તે બપોરે ૧૨ વાગ્યે કારપાર્કથી શોભાયાત્રા આરંભ થશે. મુખ્ય મનોરથીને પાલખી અને શ્રી વલ્લભપ્રભુજીની શોભાયાત્રાનું નેતૃત્વ કરવાનો તેમજ ધોતી ઉપરણા અર્પણ કરવાનો લહાવો મળશે. બપોરે ૧૨ થી ૨.૦૦ યોજાયેલ કાર્યક્રમમાં આચાર્યશ્રીને તિલક અને અર્ચના, પાલના નંદ મહોત્સવ એ દરમિયાન રાજભોગ દર્શનનો લાભ મળશે. સાંજે ૬ થી ૭ દરમિયાન આરતી. વધુ માહિતી માટે સંપર્ક મીનાબહેન પોપટ-
07958 436586
• કૃષ્ણ મિશન - યુકે અને સમર્પણ ગૌશાળા - ગોવર્ધન (ભારત)ના સંયુક્ત ઉપક્રમે 10થી 16 એપ્રિલ (દરરોજ બપોરે 3.30થી સાંજે 6.30) પૂ. શ્રી સંજીવ કૃષ્ણ ઠાકુરજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે. સ્થળઃ વિશ્વ હિન્દુ મંદિર, 2 લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ - UB1 2RA વધુ માહિતી માટે સંપર્કઃ નરેશ કાટ્વા (ફોનઃ 07976 705 571)
• કરમસદ સમાજ - યુકેનો 52મો વાર્ષિક મિલન સમારોહ મનોરંજક કાર્યક્રમ સાથે 23 એપ્રિલના રોજ બપોરે 2.30 વાગ્યાથી નક્ષત્ર (સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA) ખાતે યોજાશે. કરમસદવાસીઓને દીકરીઓ અને બહેનો સહિતના પરિવારજનો સાથે પધારવા આમંત્રણ છે. જે સભ્યોના સરનામા બદલાયા હોય તેમને સંસ્થાની વેબસાઇટ www.karamsadsamaj.co.uk પર ફોર્મ ભરવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ એસ. પટેલ (079 5645 8872)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter