બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નિસડન ખાતે 28 સપ્ટેમ્બરે પ.પૂ. ગુરુહરિ મહંત સ્વામી મહારાજની 91મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. આ પ્રસંગે ઉત્સવ-1 સવારે ઉજવાશે જેમાં 11.00-12.30થી આગમન, 11.45થી 12.30 મંદિર દર્શન, 12.00થી 1.00 મહાપ્રસાદ, 1.00થી 3.00 ઉત્સવ સભા. જ્યારે ઉત્સવ-2 સાંજે ઉજવાશે જેમાં સાંજે 4.30-5.30 આગમન, 4.30થી 6.00 મંદિર દર્શન, 4.45થી 6.00 મહાપ્રસાદ અને 6.00થી 8.00 ઉત્સવ સભા યોજાશે. સ્થળઃ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર (નિસડન ટેમ્પલ), પ્રમુખ સ્વામી રોડ, નિસડન, લંડન-NW10 8HW
• લોહાણા કોમ્યુનિટી યુનાઇટેડ કિંગ્ડમની 45મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે 21 સપ્ટેમ્બરે સાંજે 6.00 વાગ્યે ડિનર અને સંગીત સંધ્યા. સ્થળઃ ધ લેન્ગલે બેન્ક્વેટિંગ, ગડે હાઉસ, 38-42 ધ પરેડ, હાઇ સ્ટ્રીટ, વોટફર્ડ - WD17 1AZ
• લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા તા. 22 સપ્ટેમ્બરે ડાયાબિટિક સ્ક્રિનિંગ કેમ્પ. સવારે 11.00થી 12.00 પ્રવચન (ડો. મિતેશ કક્કડ, કરિશ્મા ઠકરાર અને સુજાતા દિન, સંચાલનઃ પ્રો. ભીક કોટેચા તથા ડો. જિતેન્દ્ર કક્કડ) જ્યારે બપોરે 12.15થી 2.00થી સ્ક્રિનિંગ. સ્થળઃ ધામેચા લોહાણા સેન્ટર, કંટારિયા હોલ, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો - HA2 8AX
• હિન્દુ કાઉન્સિલ યુકેની એન્યુઅલ જનરલ મિટિંગ તા. 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 2.00 કલાકે. સ્થળઃ ધ બ્રેન્ટ ઇંડિયન એસોસિએશન, 116 ઇલિંગ રોડ, વેમ્બલી - HA0 4TH વધુ વિગત માટે જૂઓઃ www.hinducounciluk.org
• ગેલેક્સી શો અને પંકજ સોઢા પ્રસ્તુત કોમેડી નાટક I Love Youના શો તા. 21 સપ્ટેમ્બરે (સાંજે 6.00કલાકે) રુઇસ્લીપ (વિન્સ્ટન ચર્ચિલ હોલ), તા. 22 સપ્ટેમ્બરે (સાંજે 5.00 કલાકે) ફિંચલી (વુડહાઉસ કોલેજ), તા. 26 સપ્ટેમ્બર (સાંજે 5.00 કલાકે) ભારતીય વિદ્યાભવન અને તા. 27 સપ્ટેમ્બરે (સાંજે 6.00 કલાકે) આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલમાં ભજવાશે. નાટકમાં રાજેન્દ્ર બુટાલા ઉપરાંત રિતેશ મોભ, પૂર્વી મહેતા, બિજલ જોશી, સૃષ્ટિ સોરઠિયા, અલ્કા મહેતા, તેજસ ધાપ્તે અને હરેશ સોલંકીએ અભિનય કર્યો છે.
• વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વીવાયઓ) ઇન્ટરનેશનલ દ્વારા તા. 18 ઓગસ્ટથી (સવારે 10.30થી 11.30 IST) વલ્લભકુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયશ્રીના ઓનલાઇન સન્ડે સત્સંગનો પ્રારંભ થયો છે, જેમાં વચનામૃત-મેડિટેશન-શ્રીકૃષ્ણ સ્વરૂપ ધ્યાન રજૂ થશે. આપ સહુ યુટયુબ - Shri Vrajrajkumarji - VYO World, ફેસબુક - Vrajrajkumarji Goswami અને ઇન્સ્ટાગ્રામ - Vrajrajkumarjimahodayshriના માધ્યમથી જોડાઇ શકો છો.