સંસ્થા સમાચાર (અંક 23 જુલાઇ 2022)

Wednesday 20th July 2022 07:58 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• શ્રી પુષ્ટિ પરિવાર-યુકે દ્વારા તા. 24થી 30 જુલાઇ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથા યોજાઇ છે. વૈષ્ણાવાચાર્ય શ્રી યદુનંદજી મહોદય (કડી-અમદાવાદ) કથાનું રસપાન કરાવશે. 24મી જુલાઇએ બપોરે 3.30 વાગ્યે શોભા યાત્રા યોજાશે. આ પ્રસંગે બ્રેન્ટના એમપી સર બેરી ગાર્ડીનર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
સમયઃ 4.00થી 7.00 - સ્થળઃ ધામેચા હોલ, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો - HA2 8AX
• સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (એસએમવીએસ-યુકે) દ્વારા પૂ. જાગુબહેન અને પૂ. મહિલા ત્યાગી મુક્તોનું તા. 29 જુલાઇથી 10 ઓગસ્ટ સત્સંગ વિચરણ યોજાયું છે. આ દરમિયાન સવારની સભા (સવારે 7.00થી 9.00), સાંજની સભા (ગુરુ, શુક્ર, શનિ, રવિ - સાંજે 7.00થી 8.30) અને બાલિકા સભા (સાંજે 7.00થી 8.30) યોજાશે. વધુ વિગત માટે સંપર્કઃ પુષ્પાબહેન ભોજાણી - 07917 623 611
સ્થળઃ એસએમવીએસ ટેમ્પલ, 6 બોમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, લંડન - NW9 9RL
• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે 30મી જુલાઇએ (સાંજે 5.00થી 7.30) હનુમાન ચાલીસાના પાઠ યોજાશે. આ ઉપરાંત સંસ્થા દ્વારા દર રવિવારે સત્સંગ અને આરતી (સાંજે 6.00થી 7.15), મંગળવારે બહેનો માટે સત્સંગ અને આરતી (બપોરે 12.30થી 2.00) અને ગુરુવારે વડીલ સભા (સવારે 11.00થી 1.00) યોજાશે.
સ્થળઃ વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, ઇલ્ફર્ડ
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા 31 જુલાઇના રોજ હવન અને સત્સંગ યોજાયા છે. વધુ વિગત માટે સંપર્કઃ સરલા કક્કડ 07795 190 728
સમયઃ બપોરે 2.30 વાગ્યાથી - સ્થળઃ હવન ગ્રૂપ 3 અપટન સ્કાઉટહટ, અપટન કોર્ટ પાર્ક, સ્લોઉ - SL3 7LU


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter