બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• બીએપીએસ નિસડન સ્વામિનારાયણ મંદિરે તા. 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. અન્નકૂટ દર્શન - સવારે 9.00થી રાત્રે 8.00, ઉત્સવ સભા રાત્રે 8.00થી 9.45 અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ આરતી રાત્રે 9.30. (વધુ વિગત માટે સંપર્કઃ 020 89652651 અથવા જૂઓઃ www.neasdentemple.org)
• વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વીવાયઓ) ઇન્ટરનેશનલ દ્વારા તા. 18 ઓગસ્ટથી (સવારે 10.30થી 11.30 IST) વલ્લભકુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયશ્રીના ઓનલાઇન સન્ડે સત્સંગનો પ્રારંભ થયો છે, જેમાં વચનામૃત-મેડિટેશન-શ્રીકૃષ્ણ સ્વરૂપ ધ્યાન રજૂ થશે. જેમાં આપ સહુ યુટયુબ - Shri Vrajrajkumarji - VYO World, ફેસબુક - Vrajrajkumarji Goswami અને ઇન્સ્ટાગ્રામ - Vrajrajkumarjimahodayshriના માધ્યમથી જોડાઇ શકો છો. વધુ વિગત માટે જૂઓઃ
www.vyoworld.org
• શ્રી જલારામ જ્યોત મંદિર-સડબરી ખાતે તા. 22 ઓગસ્ટ સુધી (સાંજે 4.00થી 7.00) શિવ મહાપુરાણ કથા યોજાઇ છે. આ પ્રસંગે જાણીતા ભાગવત સેવક લાલ ગોવિંદ દાસ સંબોધન કરશે. વિનામૂલ્યે પ્રવેશ, મર્યાદિત પાર્કિંગ. કથાસમયના એક કલાક પૂર્વે પ્રવેશ મળશે. પ્રસાદ વિતરણ થશે. સ્થળઃ શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW (વધુ વિગત માટે સંપર્કઃ મંદિર - 020 8902 8895)
• શ્રી સનાતન હિન્દુ મંદિર (ગોકલધામ હોલ) ખાતે તા. 24થી 30 ઓગસ્ટ (બપોરે 2.00થી સાંજે 5.00) વૃંદાવનના સંત પ્રેમધન લાલનજી મહારાજના વ્યાસપીઠપદે શ્રીમદ્ ભાગવદ્ કથા જ્ઞાનયજ્ઞ. સ્થળઃ ઇલિંગ રોડ, વેમ્બલી - HA0 4TA (વધુ વિગત માટે સંપર્કઃ જૈમિનીબહેન - 07718 274 590)
• બી2સી આઉટલેટ દ્વારા તા. 24 ઓગસ્ટના રોજ (સાંજે 6.00 વાગ્યાથી) ધ જંગલ ક્લબ (21-23 ચેક્કેટ્સ રોડ, લેસ્ટર - LE4 5ER) ખાતે બોલિવૂડ નાઇટ યોજાઇ છે, જેમાં ભારતની ડાયનેમિક ચિલ્ડ્રન એકેડેમીના બાળકલાકારો પણ પરફોર્મ કરશે. (વધુ વિગત માટે સંપર્કઃ વિજય પંચાલ - 07866 802 172)
• શ્રીરામ અને શ્રીકૃષ્ણના જીવનની ઝાંખી રજૂ કરતી નૃત્યનાટિકા Mythos In Motion તા. 25 ઓગસ્ટે (સાંજે 6.00 વાગ્યાથી) ટિલ્ડા હોલ (શ્રીરામ મંદિર, 1 હિલયાર્ડ રોડ, લેસ્ટર - LE4 5GG) ખાતે રજૂ થશે. વધુ વિગત માટે સંપર્કઃ વિજય પંચાલ - 07866 802 172
• સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર ખાતે 26 ઓગસ્ટે (સવારે 8.00થી રાત્રે 9.00) જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. સ્થળઃ વુડ લેન, સ્ટેનમોર - HA7 4LF (વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 8954 0205)
• જલારામ મંદિર-લેસ્ટર ખાતે 26 ઓગસ્ટના રોજ સાયં આરતી બાદ સાંજે 7.00 વાગ્યાથી રાત્રે 10.30 સુધી શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. આ ઉપરાંત મંદિર ખાતે 20થી 26 સપ્ટેમ્બર વૃંદાવનના મનિષકૃષ્ણ શાસ્ત્રીજીના વ્યાસપીઠ પદે શ્રીમદ્ ભાગવત સપ્તાહ (દરરોજ બપોરે 3.30થી 6.30)નું આયોજન થયું છે. સ્થળઃ 85 નાર્બરો રોડ, લેસ્ટર - LE3 0LF (વધુ વિગત માટે સંપર્કઃ 0116 2540117)
• વિશ્વ હિન્દુ સેન્ટર-ઇલફર્ડ મંદિરે તા. 31 ઓગસ્ટે (સાંજે 6.00 વાગ્યે) હનુમાન પૂજા, હનુમાન ચાલીસાના 11 પાઠ અને આરતી યોજાયા છે. યજમાન બનવા માટે કાર્યાલયનો સંપર્ક કરો. મંદિરમાં દર્શનનો સમય રવિવારથી સોમવાર સવારે 8.30થી બપોરે 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી રાત્રે 8.30 (આરતી 7.15). સ્થળઃ વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ (યુકે), 43 ક્લેવલેન્ડ રોડ, ઇલફર્ડ - IG1 1EE (ફોનઃ 020 8553 5471)
• મા કૃપા ફાઉન્ડેશન દ્વારા પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની શ્રીમદ્ ભાગવત્ કથા તા. 12થી 18 સપ્ટેમ્બર (દરરોજ સાંજે 4.00થી 7.30). સમગ્ર કથાનું સ્કાય (ચેનલ નં. 718), આસ્થા અને યુટ્યુબ ચેનલ સાંદિપની.ટીવી પર લાઇવ ટેલિકાસ્ટ થશે. સ્થળઃ એસકેએલપીસી સ્પોર્ટ્સ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, વેસ્ટએન્ડ રોડ, નોર્થોલ્ટ - UB5 6RE (વધુ વિગત માટે સંપર્કઃ જયંતીભાઇ ખગ્રામ 020 8907 0028)