સંસ્થા સમાચાર (અંક 27 મે 2023)

Wednesday 24th May 2023 05:40 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે 27 મેના રોજ (સાંજે 5.30થી 7.15) શ્રી હનુમાન ચાલીસા પઠન. આ પ્રસંગે શૈલેશભાઇ રાઠોડ અને ટીમ દ્વારા હનુમાન ચાલીસા પાઠ અને ભજન રજૂ થશે. વધુ માહિતી માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ - +44 20 8553 5471. સ્થળઃ 43-45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE
• શિવમ ફાઉન્ડેશન દ્વારા તા. 29 મેથી 4 જૂન (દરરોજ સાંજે 4.30થી 7.30) પૂ. શ્રી ગિરિબાપુની શિવ કથા. વધુ વિગત માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226 સ્થળઃ શ્રી હિન્દુ ટેમ્પલ, 34 સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર - LE5 4BD
• નારાયણ સેવા સંસ્થાન - યુકે અને નારાયણ સેવા સંસ્થાન - ઉદયપુર (ભારત)ના ઉપક્રમે લંડન સહિત વિવિધ વિસ્તારોમાં ભજનસંધ્યા. 29 મેના રોજ બ્રેડફર્ડ (શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, 341 લીડ્સ રોડ, બ્રેડફર્ડ BD3 9LS) ખાતે જ્યારે 30 મેના રોજ માંચેસ્ટર (ગીતા ભવન હિન્દુ ટેમ્પલ, 231 વિથિંગ્ટન રોડ, માંચેસ્ટર M16 8LU) ખાતે ભજનસંધ્યા યોજાશે. બન્ને દિવસે સમય બપોરના 3.00થી સાંજના 6.00. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું વિતરણ થશે. વધુ વિગત માટે સંપર્કઃ ભીખુભાઇ પટેલ (ફોનઃ 79732 66569)
• બ્રહ્માકુમારીસ યુકે દ્વારા 30 મેના રોજ (સાંજે 7.00થી 8.15) ‘કર્મ અને પ્રારબ્ધ’ વિષય પર સિસ્ટર પ્રતિભા (આસી. રિજનલ ડિરેક્ટર-આફ્રિકા)નો ઓનલાઇન ગુજરાતી વાર્તાલાપ. લાઇવ જૂઓઃ www.brahmakumaris.uk/leicesterlive

• પંકજ સોઢા સંચાલિત ગેલેક્સી શો દ્વારા ‘ઇશારા ઇશારામાં’ નાટકનો શો ભારતીય વિદ્યા ભવન ખાતે 25 મે (સાંજે 7.00), લેસ્ટરમાં 26 મે (રાત્રે 8.00), નોર્બરીમાં 27 મે (રાત્રે 8.00), રાઇસ્લીપમાં 28 મે (રાત્રે 8.00) અને પોટર્સ બારમાં 29 મે (સાંજે 5.00)ના રોજ રજૂ થશે. વધુ વિગત માટે સંપર્કઃ 07985 222186.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter