સંસ્થા સમાચાર - અંક ૭ સપ્ટેમ્બર ૨૦૧૯

Wednesday 04th September 2019 06:34 EDT
 

કરમસદ સમાજ યુકે દ્વારા ૪૮મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું તા.૧૫.૯.૨૦૧૯ને રવિવારે બપોરે ૨.૩૦ વાગે નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA ખાતે આયોજન કરાયું છે. બપોરે ૨.૩૦ વાગે મીટ એન્ડ ગ્રીટ, ૪ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ, સમાજની પ્રવૃત્તિઓનો અહેવાલ અને બાદમાં બુફે ડિનર રાખેલ છે. સંપર્ક. મહેન્દ્રભાઈ પટેલ 07956 458 872 અશ્વિનભાઈ પટેલ 07794 338 397

હિંદુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા સ્વ. ધનજીભાઈ તન્ના MBEની સ્મૃતિમાં શ્રાદ્ધ ભજન અને કિર્તનનું તા.૧૪.૦૯.૨૦૧૯ને શનિવારે સાંજે ૭.૪૫થી ૧૦ દરમિયાન આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, સ્ટેનલી એવન્યુ, વેમ્બલી , મીડલસેક્સ HA0 4JE ખાતે આયોજન કરાયું છે. સાંજે ૫.૩૦ થી ૭.૪૫ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. પ્રમોદ પટેલ 07984 212 291

ઈસ્કોન ક્રોયડન દ્વારા તા.૮.૯.૨૦૧૯ને રવિવારે રથાયાત્રાનું આયોજન કરાયું છે. રથયાત્રા સવારે ૧૧ વાગે ક્રોયડન હાઈ સ્ટ્રીટ, (નોર્થ એન્ડ, M & S બહાર) CR0 1TY થી શરૂ થશે. બપોરે ૨.૩૦થી રિક્રિએશનલ ગ્રાઉન્ડ (બાર્કલે રોડ) પર ફેસ્ટિવલ યોજાશે. સંપર્ક. [email protected]

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે તા.૭.૯.૧૯ને શનિવારથી ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા બાળકોને તેનાથી કેવી રીતે સલામત રાખવા તેની માતાઓને મફત ટ્રેનિંગના છ વીકના (દર શનિવાર) ‘મધર્સ સેફગાર્ડિંગ ચેમ્પિયન્સ’ કોર્સનું આયોજન કરાયું છે. રજિસ્ટ્રેશન માટે સંપર્ક. જાવેરિયા કોલરીજ 07943 936 125 - તા.૮.૯.૧૯ને રવિવારે સાંજે ૬.૩૦થી ૮ ‘સત્સંગ’નું આયોજન કરાયું છે. સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ યોજાય છે. સંપર્ક. 020 8553 5471

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૦૮.૦૯.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર કિરણબેન નંદા અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૦૭.૦૯.૧૯ સવારે ૧૧થી ૧ ઈન્ટરનેશનલ વેદાંત સોસાયટીના શ્રી ભગવાન દ્વારા પ્રવચન, બાદમાં મહાપ્રસાદ - ૧૨.૯.૧૯ સુધી દરરોજ બપોરે ૨.૩૦ વાગે ગણેશ પૂજા સહિત વિવિધ પૂજા સંપર્ક. 07882 253 540

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના સપ્ટેમ્બર – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૨ સાંજે ૭ અમિત ટંડનની સ્ટેન્ડ અપ કોમેડી - તા.૧૫ સાંજે ૫ સુચિસ્મિતા ગાંગૂલી દ્વારા ‘ચાંડાલિકા ધ ટેલ ઓફ ટ્રોડન’ સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના સપ્ટેમ્બર -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૦ સાંજે ૬.૩૦ રાજેશ કદલગાંવકર અને અવિનાશ પાટિલ દ્વારા ‘આલાપ’ – તા.૧૨ સાંજે ૬.૩૦ મ્યુઝિક ફ્રોમ યુકે - ઈન્ડિયા - તા.૧૩ સાંજે ૬.૩૦ સ્વાતિ નાટેકર દ્વારા ‘પોએટ્રી ઓફ લવ..’ સંપર્ક. 020 7491 3567

કોમેડી નાટક ‘સુંદર બે બાયડીવાળો’ - પંકજ સોઢા પ્રસ્તુત કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયા નિર્મિત વિનોદ સાવરીયા લિખિત તથા સંજય ગોરડિયા અભિનિત કોમેડી નાટક ‘સુંદર બે બાયડીવાળો’ના સપ્ટેમ્બરના શો - તા.૮. સાંજે ૬ સર જેમ્સ હોકી હોલ, વુડફર્ડ ગ્રીન, IG8 0BG સંપર્ક. સુભાષ ઠાકર 07977 939 457 - તા.૧૩ સાંજે ૭.૪૫ ધ ભવન - ભારતીય વિદ્યા ભવન,વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE - તા.૧૪. બપોરે ૨.૩૦ અને રાત્રે ૮ હેચ એન્ડ હાઈસ્કૂલ, હેરો સંપર્ક. મંજૂ 07931 534 270 – તા. ૧૫ બપોરે ૨.૩૦ અને સાંજે ૭.૩૦ વિન્સટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ સંપર્ક. કાંતિભાઈ 07956 918 અને દીપા 07947 561 947


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter