‘બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન’નો લોકાર્પણ અવસર

Friday 05th July 2024 05:57 EDT
 
 

વરિષ્ઠ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યકાર બળવંત નાયકની અનેક અપ્રસિદ્ધ લેખસામગ્રીઓનું વિલાયતના સાહિત્યકાર વલ્લભ નાંઢા સંપાદિત પુસ્તકનું જાહેર લોકાર્પણ શનિવાર, 13 જુલાઈ 2024ના દિવસે સંપન્ન થશે. લોકાપર્ણ વિધિ જાણીતા સાહિત્યકાર વિનોદભાઈ કપાશીને હસ્ત થશે. અને વળી, ‘ગુજરાત સમાચાર’ના તંત્રી સી.બી. પટેલ આ અવસરે અતિથિ વિશેષ હશે.
યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે આ પ્રસંગ ઝૂમ વાટે બપોરે 3.15 વાગ્યાથી આરંભાશે. અહીં આપેલી લિન્ક પર ક્લિક કરવાથી Zoom તમને દાખલ પણ કરશે. આમ વગર ખાતાએ તમે આ બેઠકમાં પ્રવેશી શકશો.
Zoom link: bit.ly/3KZ0gw7
(Meeting ID: 820 6125 1378)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter