તા. ૧૧ જાન્યુઆરી થી ૧૭ જાન્યુઆરી ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 10th January 2020 06:26 EST
 
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં નવીન કાર્યરચના થાય. કેટલીક મહત્ત્વની ઓળખાણથી નવા લાભ મેળવી શકશો. નાણાકીય પ્રશ્નોમાંથી યોગ્ય માર્ગ મળશે. શેરસટ્ટા-લોટરી દ્વારા લાભ લેવા જશો તો પસ્તાવા સિવાય કશું જ હાથ જ નહીં આવે. વધારાની કમાણી માટે ધીરજપૂર્વક આગળ વધશો તો ધીમે ધીમે પણ નક્કર ફાયદો મેળવી શકશો. નોકરિયાતોને કામકાજનો બોજ વધે. મુશ્કેલી સર્જાતા અશાંતિ રહે. આરોગ્ય તેમજ કોર્ટ-કચેરીના કાર્યોમાં પ્રતિકૂળતા જણાશે. સંતાનોના પ્રશ્નો હલ કરવા તરફ ધ્યાન આપજો. અકસ્માત - ઈજાથી સાચવજો. કોઈ નવી ઓળખાણ લાભ કરાવી જાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારા મન પરનો બોજો એક યા બીજી રીતે ચાલુ રહેતો જણાશે. કંટાળો કે નિરાશાની લાગણી અનુભવાય. આર્થિક કામકાજોમાં સફળતા મળે. નાણાં ફસાયા હોય કે ઉઘરાણી બાકી હોય તેવા લાભ મળી શકશે. નોકરિયાતને આ સમયમાં પરિવર્તનની તક મળે. બદલી-બઢતી અંગેના કામકાજમાં સફળતા મળે. ખાતાકીય બાબતોમાં સાનુકૂળતા રહે. ધંધાકીય ક્ષેત્રે તમારી પ્રગતિ જોઈ શકશો. વિરોધીઓની કારી ફાવશે નહીં. જમીન-મકાન અંગેના પ્રશ્નો યથાવત્ રહે. મકાન અંગેની ઈચ્છા બર આવશે નહીં. દામ્પત્યજીવનમાં ચકમક કે વાદવિવાદના પ્રસંગો આવે. જીવનસાથીનો પ્રેમ - સહકાર પામશો. યાત્રા-પ્રવાસ અંગે ધાર્યું થાય નહીં. કોર્ટ-કચેરી અને સરકારી કામમાં ગૂંચવાડો વધે નહીં તે જોવું રહ્યું. અંગત આરોગ્ય કાળજી લેવું રહ્યું.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મનની મુરાદ પૂર્ણ થતી જોઈ શકશો. તમારા મહત્ત્વના કામમાં આગળ વધતા જણાશે. માર્ગ આડેના અંતરાયો દૂર થાય. આથી માનસિક તાણ હળવી બનીને આંતરિક ઉત્સાહ વધશે. અલબત્ત, લાગણી અને ભાવના અંગે અજંપો જણાય. આર્થિક બાબતો અંગે ગૂંચવાડો રહે. ધારી આવક થાય નહીં. નોકરિયાતોને કાર્ય સફળતાના યોગ છે. વિરોધીઓ ફાવશે નહીં. ધંધા-વેપારના સંજોગો ઠીક ઠીક રીતે સુધરતા જોવા મળે. આ અંગે સમસ્યા કે ચિંતા યથાવત્ રહે. ધાર્યો ઉકેલ આવે નહીં. પ્રવાસ-યાત્રા થાય. મિલકત સંબંધી કામકાજો અંગે સાનુકૂળતા રહેશે.

કર્ક (ડ,હ)ઃ વધુ કામકાજના કારણે મનની શાંતિ હણાતી જણાય. વધારાના ખર્ચાના પ્રસંગો પણ આવશે. સંતાનો અંગેની સમસ્યાઓ વધતી જોવા મળશે. પ્રતિકૂળતા - અજંપાનો અનુભવ થાય. મકાન મુદ્દે સમસ્યા જણાશે અને તેનો ધાર્યો ઉકેલ ન આવતા સંતોષ જણાય. આ સમય નોકરિયાતો માટે નવા ફેરફારો લાવશે. ઉપરી સાથેના સંબંધો સાચવજો. ધંધા- વેપારના ક્ષેત્રે વધુ પુરુષાર્થ લાભ મેળવી શકશો. મુશ્કેલી હશે તો પાર કરી શકશો. જમીન-વાહનની બાબતે પ્રતિકૂળતા જણાય. ગૃહજીવનનાં મતભેદોને તમે નિવારી શકશો. જીવનસાથીનું આરોગ્ય કાળજી માંગી લેતું જણાય. આ સમયમાં કોઇ નવા નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરજો.

સિંહ (મ,ટ)ઃ આ સમય આનંદમય નીવડશે. ટેન્શન હળવું થાય. આર્થિક મામલે પ્રયત્નો સફળ થતાં આવક વધતા સુધારો જણાય. જોઈતા નાણાં મળશે અને ખર્ચો પણ થશે. નોકરિયાતોની સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાતી જણાશે. આ અંગે જોઈતી સાનુકૂળતા પણ પ્રાપ્ત થાય. ઉપરી વર્ગોનો સાથ-સહકાર મળે. ધંધાકીય સંજોગો સુધરશે. કોઈની મદદ પ્રાપ્ત થાય. જમીન-મકાન અંગેના કામકાજો માટે સમય પ્રતિકૂળતાભર્યો છે. વાહન ખરીદીની ઈચ્છા અધૂરી રહે. લગ્ન- વિવાહના પ્રશ્નો હલ થઈ શકશે. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. મહત્ત્વના પ્રવાસ યોજી શકશો. શત્રુની કારી ફાવે નહીં. સંતાન અંગેના કામકાજો સફળ થઈ શકશે. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં ફળ મળે નહીં.

કન્યા (પ,ઠ,ણ)ઃ સમસ્યાનો ઉકેલ મળતાં માનસિક રાહત અનુભવશો. અગત્યના કામકાજો પાર પડશે અને અણધારી સહાયો મળી શકશે. મહત્ત્વના કામો માટે જરૂરિયાત મુજબ નાણાં વ્યવસ્થા કરી શકશો. જૂની ઉઘરાણીમાંથી પણ આવક થાય. નજીકના સ્વજનની મદદ મળે. નોકરી-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી બને. નોકરિયાતને બદલી થવાના એંધાણ મળશે. પ્રમોશન લાભ મળે. અન્ય કોઈ ચિંતા હશે તો હલ થશે. દામ્પત્યજીવનમાં મતભેદ - ઘર્ષણ થવાની શક્યતા છે. નવા પ્રવાસ અંગે ધાર્યું થાય નહીં. કાનૂની ગૂંચો ઉકેલવા પર ધ્યાન આપજો.

તુલા (ર,ત)ઃ ધંધા-વ્યવસાય ક્ષેત્રે ધારી પ્રગતિ આ સમયમાં જોવા મળશે. નોકરીમાં ફેરફાર થતો જણાય. ઉપરી સાથેના સંબંધો સુધારી શકશો. તમારી મહેનત જેટલી વધારશો તેટલું ફળ સારું મળશે. વિદ્યાર્થી વર્ગને હજુ માનસિક ચિંતા વધશે. ધાર્યું કામ થાય નહીં. પ્રવાસ-મુલાકાત કે કચેરીને લાગતા કામોમાં વિઘ્ન જોવા મળે. નાણાંકીય સ્થિતિ સુધારવા ખરીદી પર કાપ મૂકવો અને વ્યવસ્થિત બનવું પડે. કોર્ટ-કચેરી અને સરકારી કામમાં હજી ધાર્યું થાય નહીં. વિદ્યાર્થી વર્ગને મહેનત વધુ કરવી પડે. લગ્ન-વિવાહના પ્રશ્નોમાં કોર્ટની મદદ લેવી પડે. અંગત આરોગ્ય બગડે નહીં તે જોવું રહ્યું.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આરોગ્ય અંગે ચિંતા કરાવનાર છે. નાણાકીય તકલીફમાં વધારો થાય. આ સમયમાં કોઈ મહત્ત્વની તક મળતાં વિકાસનો માર્ગ મોકળો થશે. નોકરી અંગેના કામકાજમાં ધાર્યું થાય નહીં. સહકર્મચારી જોડે વિવાદ વધે નહીં તે જોવું રહ્યું. ધંધા-વેપારના કામમાં ધીમી ગતિએ પ્રગતિ જોઈ શકશો. વિરોધીઓની કારી ફાવશે નહીં. સંતાનો અંગેના કામકાજમાં ગૂંચવાડો થતો જણાશે. પ્રિયજન સાથે વિવાદ કે દુઃખનો અનુભવાય થાય. મિલકત સંબંધિત બાબતો માટે ગ્રહમાન સાનુકૂળ હોવાથી પ્રશ્નો ઉકેલાતા જણાશે. કોઈ સારો માર્ગ નીકળતો જણાશે. માતાપિતાનું આરોગ્ય ચિંતા કરાવશે. જીવનસાથીનો સહકાર મળે. ધન વ્યયનો યોગ પ્રબળ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મકાન-મિલકત મામલે આ સમયમાં પ્રશ્નો હલ થતાં જણાશે. ચિંતામાંથી મુક્તિ મેળવી શકશો. આર્થિક રીતે આ સમય સાનુકૂળ બનતો જણાશે. નાણાકીય ગૂંચ ઉકેલી શકશો. અટકેલા લાભો મળવાની આશા રાખી શકશો. મકાન-મિલકતના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. વાહન ખરીદીની તમારી ઈચ્છા બર ન આવે. નોકરી-ધંધા સંબંધિત કામકાજોમાં સફળતા મળે. ઉન્નતિની - વિકાસની તક આવે તે ઝડપી લેજો. ઉપરી વર્ગ સાથે મનમેળ સાધી શકશો. જીવનસાથી સાથે સુમેળ રહેશે. નવા પ્રવાસ-પર્યટન મુલતવી રાખવા પડે.

મકર (ખ,જ)ઃ આ સમય સાનુકૂળ નીવડતો જણાય. નોકરીમાં બઢતીની આશા રાખી શકશો. ઉપરી વર્ગનો સાથ-સહકાર મળી શકશે. ધંધા-વેપારના ક્ષેત્રે વિકાસ અને પ્રગતિ જોઈ શકશો. કોઈ અગત્યની મુલાકાત ફળદાયી નીવડે. નવી મુસાફરીઓથી લાભ મળે. ગૃહજીવનમાં વાતાવરણ અશાંતિમય બનતું જણાય. અંગત આરોગ્ય કાળજી માગી લેતું જણાશે. જીવનસાથીનો પ્રેમ અને સહકાર મળશે. ઘર્ષણ-વિવાદ ટાળવા જરૂરી. વિદ્યાર્થી વર્ગને ધાર્યું ન મળતા મનમાં રંજ થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં ગ્રહોની ચાલ દર્શાવે છે કે મહત્ત્વના કામકાજોનો ઝડપી ઉકેલ આવતો જણાય. મિલકતના પ્રશ્નો ઉકેલી શકશો. પ્રગતિકારક નવીન તક આ સમયમાં મેળવશો. તમારા વ્યર્થ ઉશ્કેરાટના કારણે નોકરીના કામમાં ધાર્યું થાય નહીં. વિરોધી અને સહકર્મચારીના પ્રપંચથી ચેતજો. ધંધાકીય સફળતા માટે રાહ જોવી પડે. સ્ત્રીઓએ બીમારીથી સાચવવું. વિદ્યાર્થી વર્ગને ધાર્યું પરિણામ લાવવા મહેનત વધારવી પડે. સંતાનોના પ્રશ્નો ઉકેલવા પૂરતું ધ્યાન આપવું જરૂરી. કોર્ટ-કચેરીના કામકાજમાં ધાર્યું ન થાય. સરકારી કામકાજમાં સફળતાના યોગ છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમારા કામ વિલંબમાં પડતાં જણાશે. આ સમય અતિશય કામકાજનું દબાણ અને ખર્ચના પ્રસંગો સૂચવે છે. ધંધા-વેપાર ક્ષેત્રે વધુ પુરુષાર્થે લાભ મળવી શકશો. દામ્પત્યજીવનમાં સહકારનું વાતાવરણ જળવાશે. માનસિક રાહત જોવા મળે નહીં. સ્ત્રીઓએ તબિયત સાચવવી જરૂરી. મકાન યા જમીન અંગે સમસ્યા જણાશે. લગ્ન-વિવાહના પ્રશ્નો ધાર્યું થાય નહીં. કોઈની મદદ લેવી પડે. પ્રિયજનથી વિવાદ વધે નહીં તે જોવું રહ્યું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter