તા. ૧૧ નવેમ્બર થી ૧૭ નવેમ્બર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 11th November 2017 06:45 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં કામકાજો ગૂંચવાય નહિ તેની કાળજી લેજો. ધીરજથી સ્વસ્થતાપૂર્વક અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુને વધુ ગૂંચવાતા જશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. તમારી આર્થિક બાબતો પ્રત્યે વધુ લક્ષ આપજો. ધંધાના ક્ષેત્રે ભાગીદારો સાથે કારણ વિનાના વિવાદ જાગશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયી થશે. મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થશે. સ્નેહીજનો-મિત્રોનો સહકાર અને મદદ મળશે. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય. ઉઘરાણીના કામકાજો દ્વારા આવકમાં ઉમેરો થાય. મિલકત-ભાડાં વગેરેની આવક થાય. નોકરિયાતો માટે ઉત્સાહ વધે તેવી તક આવે. વિકાસ, ઉન્નતિનો માર્ગ ખૂલતો લાગે. વિરોધીઓના હાથ હેઠા પડે.

મિથુન (ક,છ,ઘ)ઃ સફળતા અને સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતા આ સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક ચિંતાનો બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણો માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણીની યા લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત માટે ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. વધુ પ્રયાસે કાર્યસફળતા યોગ છે. બઢતી-બદલીના અટવાયેલા કામકાજો વિલંબથી પણ ઉકેલાશે.

કર્ક (ડ,હ)ઃ તમારી રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થશે. બૌદ્ધિક અને યોજના સંબંધિત કામગીરીઓમાં સફળ થશો. માનસિક ઉત્સાહ અનુભવશો. તમારું ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. જોકે આ સમયગાળો આર્થિક પરિસ્થિતિને તંગ બનાવશે. આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત મોટો રહેવાથી મુશ્કેલી જોવી પડે. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારા માર્ગના અવરોધોથી ચિંતા કરશો નહીં અને આગળ વધ્યે જાવ.

સિંહ (મ,ટ)ઃ દ્વિધાઓ અને પરેશાનીઓનો અંત આવશે. વિધેયાત્મક ધ્યેય તરફ આગેકૂચ કરી શકશો. મહત્ત્વની તકો મળતાં વિકાસ જણાશે. આનંદ પ્રાપ્ત કરી શકશો. ઉત્સાહપૂર્વક પ્રસંગો બને. આર્થિક રીતે સમય સાનુકૂળ જણાય. તમારા પ્રયત્નો સફળ થતા જણાય. આ સમયમાં નાણાંકીય મૂંઝવણોનો ઉકેલ મળશે. નોકરિયાતોને પ્રયત્નો સફળ થતાં જણાય. ઉપરી સાથેની ગેરસમજોને કુનેહપૂર્વક ઉકેલી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. ધીરજ અને સ્વસ્થતાપૂર્વક રહીને વ્યવસ્થિત રહેશો તો કામકાજનો નિકાલ આવશે. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારી નાણાંકીય જવાબદારીઓને પહોંચી વળાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરી શકશો. અટવાયેલા લાભો મળશે અને બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર- ધંધાના ક્ષેત્રે આ સમય સફળતા તથા વિકાસકારક છે.

તુલા (ર,ત)ઃ આશાસ્પદ સંજોગો પેદા થતા માનસિક આનંદ કે શાંતિ અનુભવી શકશો. કાલ્પનિક ચિંતાઓને મનમાં ટકવા દેશો નહીં. તમારી રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા વહેવારો ચલાવવા પૂરતી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોવું રહ્યું. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે. બદલી-બઢતીનો યોગ પ્રબળ છે.

વૃશ્ચિક (ન.ય)ઃ સપ્તાહ દરમિયાન એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરવો પડશે. વિલંબથી ફળ મળવાના કારણે તાણ અનુભવાશે. આર્થિક જવાબદારી વધારશો નહીં. આવક કરતા ખર્ચ, ચુકવણીઓ, કરજના કારણે નાણાંકીય મૂંઝવણ વધતી જોવાશે. ધીરજ અને વ્યવસ્થિત રહીને ચાલશો તો બહાર આવી શકશો. નોકરીમાં તમારા માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લા પડતા જણાશે. વેપાર-ધંધામાં નવીન તક મળે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ મહત્ત્વની બાબતોમાં માનસિક ટેન્શન જણાશે. ખોટી ચિંતા અને પરેશાનીનો અનુભવ થાય. અગત્યના કામકાજોમાં તમને અંતરાયો જણાશે. આર્થિક બાબત અંગે તમારે વધુ સજાગ રહેવું પડશે. આમાં ચૂક થયે નુકસાન અને અણધાર્યા ખર્ચાઓ જોવા પડે. નાણાંકીય ફસામણી ન થાય તે જોવું રહ્યું. ધંધા-નોકરીની પરિસ્થિતિ હવે ધીમે ધીમે સુધરતી જણાશે. સ્થળ પરિવર્તન યોગ છે.

મકર (ખ,જ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાશે. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો ગરબડ વધે. મોટા ખર્ચ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં વિલંબ થતો જણાશે. નોકરિયાતને મહત્ત્વની સમસ્યાના ઉકેલનો માર્ગ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સમય સાનુકૂળ અને પરિવર્તન સૂચક જણાય છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ અકારણ અને કાલ્પનિક કારણોસર અશાંતિ રહેતી જણાશે. તમારા વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ શાંતિ મળે. પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહિ. અણઉકેલ્યા નાણાંકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ-લોન સહાય દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. ખર્ચ પર કાપ મૂકવો પડશે. નોકરિયાતોને કામકાજનો બોજો વધશે. હરીફોથી સાવધ રહેવું જરૂરી. ધાર્યું ફળ મળે નહિ. ધંધાકીય ક્ષેત્રે વિઘ્નો વધુ જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં નાણાંકીય પરિસ્થિતિ પર નજર રાખવી પડશે. અહીં આવક કરતાં ખર્ચા વધી ન જાય તે જોવું રહ્યું. નાણાંકીય વ્યવહારો કે કામકાજોમાં સાવધ નહિ રહો તો નુકસાન ભોગવવું પડશે. ઉઘરાણી અટકતાં નાણાંભીડ વધે. આમાં દામ્પત્યજીવનની બાબતો માટે આ સમયના યોગો શુભ કહી શકાય. સમસ્યાઓ હોય તો હળવી થાય. આ સમયમાં નોકરી-ધંધાના ક્ષેત્રે કેટલાક અવરોધો કે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે. વધુ મહેનત છતાંય ધાર્યું પરિણામ ન મળતાં નિરાશા વધે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter