તા. ૧૧ મે થી ૧૭ મે ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 10th May 2019 08:10 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ મધ્યે પ્રવાસ થાય. વેપારમાં સંતોષ જણાય. નોકરીમાં સરળતા રહે. નવી ઓળખાણ લાભદાયક પુરવાર થાય. આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય. વેપાર-ધંધામાં સરળતા રહે. નોકરીમાં ક્રમશઃ પ્રગતિના યોગ છે. લેવડ-દેવડના પ્રશ્નો હલ થાય. સંતાનના પ્રશ્નો ઉકેલાશે. ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવશે. મિલકત સંબંધિત પ્રશ્ને સરળતા રહે. મિત્રો સહયોગ આપશે. લાંબા યાત્રા-પ્રવાસના આયોજનમાં કાળજી રાખવી હિતાવહ છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ વેપાર-ધંધામાં માનસિક ભારણ રહેશે. આકસ્મિક પ્રવાસની ગોઠવણી થાય. અતિ વિશ્વાસુ બનશો મુશ્કેલી આવશે. નજીકની વ્યક્તિઓનો વિરોધ વધશે. ગુપ્ત ચિંતાઓ વધશે. વાણી-વર્તનમાં કાળજી રાખવી. નોકરીમાં પ્રગતિ જણાય. શુભ કામો પાર પડે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. મનની ચિંતાઓ વધવા સાથે તંદુરસ્તી બાબતે ધ્યાન રાખવું જરૂરી જણાશે. અનેક અવરોધોમાંથી પસાર થશો. મનદુઃખના પ્રસંગો સર્જાશે. નોકરીમાં ઉપલા અધિકારીનો રોષ સહન કરવો પડે. સપ્તાહની આખરમાં શાંતિ જણાય.

મિથુન (ક,છ,ઘ)ઃ કુટુંબ તથા મિત્ર વર્ગનો સહયોગ સાંપડશે. દુશ્મનો મિત્ર બનતા જણાય. નાણાંકીય રાહત. સરકારી કામના પ્રશ્નો ઉકેલાશે. શુભ સમચાર મળશે. ધંધા-વેપારમાં પ્રગતિના યોગ છે. નોકરીમાં રાહત. પ્રવાસ-યાત્રા ગોઠવાય. વડીલોનો સ્નેહ મળે. તંદુરસ્તી જણાય. આકસ્મિક લાભ થાય. નોકરી-વેપારમાં રાહત મળશે. તંદુરસ્તીમાં સુધારો જોવા મળશે. ઓળખાણ મદદરૂપ થશે. પ્રોપર્ટીના પ્રશ્નો હલ થતાં જોવા મળશે. નવા કાર્યો હાથ ધરાશે. પ્રગતિ થાય. શુભ સમાચાર મળે. સંતાનની ચિંતા ઓછી થશે. વિદ્યાર્થીઓને સાચવવું જરૂરી. વડીલોની હૂંફ મળશે. ભાગીદારી બાબતે કેટલીક બાંધછોડ કરવી પડશે. મન અકળામણ અનુભવશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહના પ્રારંભે અનેક પ્રશ્નોનું નિરાકરણ મળશે. શુભ સમાચાર મળશે. રોકાણો અને કર્મનું સારું ફળ મળશે. પ્રોપર્ટીને લગતા પ્રશ્નો હલ થાય. લાભકારક સોદા પાર પડશે. કૌટુંબિક સહયોગમાં વધારો થાય. વેપારમાં પણ પ્રગતિ જણાય. નવીન ચીજવસ્તુની ખરીદી થાય. સ્વજનોનો સાથસહકાર મળે. નાણાંકીય બાબતે રાહત રહે. વેપારમાં - નોકરીમાં સરળતા જોવા મળશે. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી. મન ગૂંચવાયેલું રહેશે. ધાર્મિક પ્રવૃત્તિ થાય. નાનો પ્રવાસ થાય. કૌટુંબિક અશાંતિ જણાશે. સ્વજનોનું સમર્થન મળે. કરેલા કાર્યોનો જશ મળે. આર્થિક ટેકો મજબૂત થાય. પ્રગતિ જોવા મળશે.

સિંહ (મ,ટ)ઃ નાણાંકીય બાબતે પ્રશ્ન હલ થશે. સંતાનો તરફથી સાથ-સહકાર મળશે. આકસ્મિક લાભ થવાની શક્યતાઓ રહેશે. વડીલો તરફથી સ્નેહભાવ વધશે. પ્રોપર્ટીના પ્રશ્નો ઉકેલાય. નવીન ચીજવસ્તુની ખરીદી થશે. મિત્રોની ઓળખાણ નવા કાર્યોમાં મદદરૂપ થશે. શુભ સમાચાર મળે. નોકરી-વેપારમાં રાહત રહે. કૌટુંબિક કાર્યો પાર પડે. માંગલિક પ્રસંગોનું આયોજન થાય. મન પરનું ભારણ ઓછું થાય. વેપારમાં સરળતા જણાશે. નોકરિયાતને ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓ માટે લાભકારક સમય.

કન્યા (પ,ઠ,ણ)ઃ વેપારમાં સાહસ જોઈજાળવીને કરવું હિતાવહ રહેશે. લાપરવાહી નુકસાની કરાવી શકે છે. નોકરિયાતને ખર્ચનું પ્રમાણ વધશે. અપમાનજનક સ્થિતિ સર્જાય. કુટુંબ તરફથી અવરોધ રહે. પ્રવાસ-યાત્રામાં કાળજી જરૂરી. તંદુરસ્તી બાબતે ધ્યાન રાખવું જરૂરી જણાય. આકસ્મિક લાભ લેવા જતાં નુકસાન ન થઇ જાય તે જોવું રહ્યું. વિદ્યાર્થીઓએ પ્રવાસમાં સાચવવું. દામ્પત્યજીવનમાં કડવી-મીઠી નોંકઝોંક થાય. નોકરી-ધંધામાં થોડી રાહત રહે. છતાં મનમાં ઉદ્વેગ વધશે. સંતાનો પ્રત્યે વધુ ધ્યાન રાખવું પડશે. ઉધાર ખરીદતા કાળજી રાખવી. નવા કાર્યોના વિચારો થાય. જોકે અમલ થાય નહીં. નાણાંકીય રાહત.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન સ્વજન-મિત્ર સાથે મનદુઃખ થઇ શકે છે. સ્વસ્થતા જાળવીને કામ કરવું હિતાવહ છે. નાણાંકીય પરિસ્થિતિ યથાવત્ રહે. સંતાનની ચિંતા સતાવશે. રાજકીય - સામાજિક બાબતે દોડધામ વધશે. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓને સમય બગાડવો પાલવશે નહીં. નોકરી-ધંધા પરત્વે સજાગ રહેવું. દસ્તાવેજો કરવામાં ઉતાવળ ન કરવી. વડીલો પરત્વે માન-મર્યાદા જાળવવા. જોઈ-જાળવીને કામગીરી કરવી સારી.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહની શરૂઆત સારી રહેશે. અંત ભાગમાં કાળજી લેવી પડશે. હાથમાં આવેલો કોળિયો ઝુંટવાતો જણાય. પ્રગતિ યથાવત્ રહે. જોકે નાણાંકીય પરિસ્થિતિ સુધરશે નહીં. કોર્ટ-કચેરી તથા મિલકતના પ્રશ્નો લંબાય. વેપારમાં દોડધામ રહે. સરકારી કનડગત વધશે. નોકરીમાં નાહકનું ટેન્શન ઊભું થાય. પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં ક્રમશઃ ચઢાવ-ઉતાર રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે. સાહસ ન કરવું. ભાઈ-બહેનને મદદ કરવી પડશે. પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થાય. સંતાનો તરફથી ચિંતા વધશે. મિલકતના પ્રશ્નો ગૂંચવાય. પ્રવાસમાં ધ્યાન આપવું. વિદ્યાર્થીઓ માટે રાહતજનક સમય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મિલકતમાં વધારો ઉત્સાહ વધારશે. સ્વજનો-મિત્રો પરત્વે સ્નેહ ભાવ વધશે. વેપાર-ધંધા, નોકરીમાં સંતોષ રહે. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થશે. વગરવિચાર્યા સાહસથી દૂર રહેવું. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું. તંદુરસ્તીમાં કાળજી જરૂરી છે. વિદ્યાર્થી માટે સખત મહેનતનો સમય છે. મનમાં ઉદ્વેગ રહે. દબાયેલા નાણાં પરત મળવાની તકો સર્જાશે. નોકરી- વ્યવસાયની કામગીરીમાં ભારણ વધશે. મન રાહત અનુભવશે. જોકે ખોટા વિચારો પર બ્રેક મારવી. વડીલો તરફથી હૂંફ-સમર્થન મળે. નાણાંકીય મામલે સરળતા થતી જણાય. વિદ્યાર્થીઓ માટે સારો સમય. સામાજિક-ધાર્મિક કાર્યોમાં જોડાયેલા માટે યશ-માનમાં વધારો થાય.

મકર (ખ,જ)ઃ નવા સાહસમાં સફળતા જોવા મળશે. જોકે આમ છતાં મન પર બોજ અનુભવશો. પતિ-પત્ની વચ્ચે ખટરાગ જોવા મળશે. બાળકોની તથા વડીલોની ચિંતા મન વ્યગ્ર બનાવે. નોકરીમાં ઉપલા અધિકારીઓથી કાળજી લેવી. ભાગીદારોમાં કાળજી રાખવી. નાણાંકીય રીતે રાહત વર્તાશે. વડીલો અને સાથી મિત્રોનો સહયોગ આનંદ-ઉત્સાહ વધારશે. કામગીરીઓ ફળદાયી બનશે. આશાઓ સફળતામાં પરિણમશે ભૂતકાળમાં કરેલા મૂડીરોકાણ અને ઓળખાણ લાભ કરાવશે. વેપારમાં પરિસ્થિતિ યથાવત્ જળવાય. નાણાંકીય ભીડ ઓછી થાય. નોકરીમાં મુશ્કેલી હશે તો રાહત મળશે. સંતાન તરફથી રાહત મળે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા માટે સાચવવાનો સમય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ દોડધામ અને માનસિક ટેન્શન વધારશે. અંગત વ્યક્તિઓનો રોષ વધે. ધાર્યા કાર્યોમાં અવરોધ જણાય. ખોટી ચિંતાના ભારમાં ખોટા નિર્ણય ન લેવાય જાય તેથી ધ્યાન રાખવું જરૂરી રહે. નાણાંકીય ભીડ વર્તાય. ખોટી ખરીદી થઇ જાય. વેપાર-ધંધામાં મંદી જણાય. નોકરીમાં મૂંઝવણ રહે. મિત્રો-ભાગીદારોની મદદ મળી રહે. વિદ્યાર્થીઓએ વાદ-વિવાદથી દૂર રહેવું. સમય પ્રતિકૂળ રહેશે. શુભ કાર્યોનું આયોજન થાય. યાત્રા-પ્રવાસની તક ઊભી થાય. મિત્રો તથા સ્વજનો રાહત અપાવશે. જમીન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આર્થિક આયોજન સરળ બનશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં રાહત જણાય. નાણાંકીય સ્થિતિ વધુ સુધરશે. ચિંતાઓમાંથી મુક્તિ મળે. નવા મિત્રોમાં ઉમેરો થશે. ઓળખાણ કામ લાગશે. લાભના સંજોગ સર્જાય. વિદ્યાર્થીઓ માટે રાહતજનક સમય. નાણાંકીય સદ્ધરતા વધશે. દબાયેલાં નાણાં મળવાના સંજોગો સર્જાશે. ચિંતા ઘટશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળશે. ભાગીદારોને યશ-માન મળશે. માંગલિક પ્રસંગોમાં ભાગ લેવાનો અવસર મળશે. યાત્રા-પ્રવાસ ગોઠવાય. વિદ્યાર્થીઓ માટે સરસ સમય છે. ધાર્મિક અને સામાજિક કાર્યોનું આયોજન વ્યસ્તતા વધારશે. સમય જોઈને ચાલવું હિતાવહ રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter