તા. ૧૩ માર્ચ ૨૦૨૧થી ૧૯ માર્ચ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 12th March 2021 07:26 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. તમારો આત્મવિશ્વાસ અને મહત્ત્વાકાંક્ષા જ તમારી ઈચ્છાઓની પૂર્તિ માટેના દ્વારા ખોલશો. નાણાકીય દૃષ્ટિએ સમય તમારી તરફેણમાં રહેશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિજનક સમય રહેશે. તમારાથી નારાજ લોકો પણ આ સમય દરમિયાન તમારા નિર્ણયની પ્રશંસા કરશે. વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમાચાર આવશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં થોડો વિલંબ સર્જાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય વ્યસ્તતાપૂર્ણ પસાર થાય. વ્યાવસાયિક અથવા કૌટુંબિક બાબતોમાં આપ વ્યસ્ત રહેશો. જીવનમાં પોતાના અનુભવ દ્વારા શીખ લેવાનો સમય છે. કોઈના પર આંધળો વિશ્વાસ મૂકવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. નોકરિયાત વ્યક્તિને કોન્ટ્રેક્ટ ઉપર વધુ કામ મેળવી શકાય એવા યોગો રહેશે. પારિવારિક વાતાવરણ સુખમય હેશે. પ્રવાસથી લાભ થાય. વિદ્યાર્થીઓને માટે સમય કસોટીપૂર્ણ સાબિત થાય.
મિથુન (ક,છ,ઘ)ઃ વાણીવર્તનને કાબૂમાં નહીં રાખો તો મોટા વિવાદ ઊભા થઈ શકે છે. સમયને તમારા પક્ષમાં લેવા માટે તમારા શબ્દો પર ખાસ ધ્યાન આપશો. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીથી છૂટકારો મળી શકશે. વ્યવસાયમાં પરિસ્થિતિને અનુકૂળ થઈ કાર્ય કરવું હિતાવહ છે. નાણાકીય રીતે થોડી રાહતવાળો સમય છે. સંતાનના લગ્નસંબંધી ચાલી રહેલા તણાવ હવે દૂર થાય. નોકરીમાં બઢતી પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય સંબંધી થોડીક સમસ્યાઓ રહેશે.
કર્ક (ડ,હ)ઃ આ સમય દરમિયાન વ્યવહારમાં ચિડીયાપણું અને ગુસ્સો તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. જેથી આ ખામીઓને સુધારી એકાગ્ર મનથી કાર્ય કરવું હિતાવહ રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં નવીન યોજનાઓ પર કામ શરૂ કરી શકાશે. કોઈ નજીકની વ્યક્તિની સલાહ અને સહયોગ તમારા વ્યવસાયમાં ફાયદાકારક અને ઉન્નતિકારક રહેશે. નાણાકીય ક્ષેત્રમાં પણ આપને ફાયદો થાય. અટવાયેલા નાણાં પરત મળે. વિદ્યાર્થીઓએ કપરી પરીસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું. કોર્ટ-કચેરીના કાર્યમાં વિજય નજીક આવતો દેખાય.
સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન ખર્ચાઓને કાબૂમાં નહીં રાખો તો મોટી નુકસાની વેઠવી પડે એવાં સંજોગો ઊભા થાય. કોઈ પણ નવા કાર્યને શરૂ કરતાં પહેલાં તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો તો યોગ્ય પરિણામ મેળવી શકશો. તમારા નિર્ણયો તમે જાતે જ લેશો તો ફાયદાકારક રહેશે. નોકરિયાત વર્ગને ખાસ ફૂંકી ફૂંકીને કદમ આગળ વધારવાની સલાહ છે. લગ્નજીવનમાં થોડોક મતભેદો સર્જાય એવી પરીસ્થિતિનું નિર્માણ થાય. માતાપિતાનું સ્વાસ્થ્ય વધુ ખરાબ ન થાય એના યોગ્ય પગલાં લેશો.
કન્યા (પ,ઠ,ણ)ઃ આપનું વ્યક્તિત્વ મહેંકી ઊઠે એવા કોઈ સમાચાર પ્રાપ્ત થાય. સમાજમાં નામ ઊંચું થાય. નાણાકીય સમસ્યાઓનું સમાધાન મળશે. નવા દ્વાર ખૂલે. પિતા અથવા પિતાતુલ્ય વ્યક્તિની સલાહથી જો આગળ વધશો તો પ્રગતિ પ્રાપ્ત કરી કશો. વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા નિર્ણયો થકી ફાયદાકારક પરીસ્થિતિઓ જોઈ શકાશે. વિદ્યાર્થીઓને લાભ થાય. સંતાનોના પ્રશ્નોનો હલ આવે. પ્રવાસ-પ્રર્યટન આપને લાભ અપાવશે.
તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન ટેન્શનમુક્ત થઈ શકશો. કેટલાક સમયથી અટવાયેલા કાર્યોમાં સફળતા મળતાં આનંદનો અનુભવ થાય. નાણાકીય બેલેન્સ યથાવત્ રહેશે. પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થાય. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં સ્થાનફેર શક્ય બને, નવાં રોકાણો થકી લાભ થાય. લગ્નજીવનમાં શ્રેષ્ઠતમ દિવસો પસાર થાય. કોર્ટ-કચેરી કે મિલકત સંબંધી કાર્યોમાં આપના પક્ષમાં નિર્ણય આવે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આપના માટે ખૂબ ફાયદાકારક પુરવાર થાય. પ્રોપર્ટીની ખરીદી કે વેચાણને લગતાં કાર્યોમાં ફાયદો કરાવે એવો સમય રહેશે. સાથે સાથે આપના વાણી-વર્તન પર થોડો કંટ્રોલ રાખવો હિતાવહ રહેશે. પ્રગતિકારક સમય પુરવાર થાય. ઇમિગ્રેશનને લગતા કાર્યોમાં આપને થોડી રાહત અનુભવાય. વિદ્યાર્થીઓને લાભકારક સમય પુરવાર થાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય દરમિયાન ઉતાવળે કોઈ પણ નિર્ણય ન લેવા સલાહભર્યું રહેશે. વડીલો તથા અન્ય વ્યક્તિઓની સલાહ થકી આગળ વધવું. કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મચારીઓની સાથે રકઝકમાં પડશો તો નુકસાન ભોગવવું પડે, જેથી ખૂબ સાચવીને કાર્યમાં આગળ વધવું હિતાવહ રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં વધુ મજબૂતી લાવે એવો સમય છે. સંતાનોના અભ્યાસ કે લગ્નસંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવે. પ્રવાસ-પર્યટનનું આયોજન શક્ય બનશે.
મકર (ખ,જ)ઃ કોઈક ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત તમારી વિચારધારાને બદલી નાખે. પોઝિટીવિટી, ધાર્મિકતા તેમજ જીવનને શ્રેષ્ઠ વિચારોથી જોવાની શીખ તમારા જીવનમાં પરિવર્તન લાવે. નાણાકીય કામગીરીમાં સફળતા મેળવી શકાય, ઉઘરાણી પરત મળશે. નોકરી-વ્યવસાયમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મેળવી શકાય. યાત્રા-પ્રવાસના આયોજન થાય. પારિવારિક સંબંધોમાં મતભેદ હોય તો દૂર થાય.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમયમાં અટવાયેલા કાર્યોને પૂર્ણ થતાં જોઈ શકશો. શાંત અને સરળ સ્વભાવ આપને ફાયદો કરાવે. વ્યવસાયિક ક્ષેત્રમાં આપના દ્વારા લેવાયેલા નિર્ણયો સફળતા અપાવશે. માનપાન વધે. નવી નોકરીની ઇચ્છાઓ પૂર્ણ થાય. કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયો વિદ્યાર્થી વર્ગ દ્વારા લેવા માટેના ઉત્તમ યોગો અહીં પ્રાપ્ત થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી થોડો સમય રાહ જોવામાં આપને જ ફાયદો રહેશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય થોડોક માનસિક ઉચાટ ભરેલો રહેશે. તમારી અપેક્ષાઓ સફળ ન થતાં થોડુંક ભારણ રહે. આમ છતાં નિરાશ થયા વગર આપના પ્રયત્નો હજી ચાલુ રાખશો. નોકરી-વ્યવસાયમાં આ સમયમાં કોઈ મોટા નિર્ણયો ન લેવા હિતાવહ રહેશે. નાણાંકીય દૃષ્ટિએ થોડુંક વધુ બેલેન્સ જાળવી રાખશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં રાહતનો અનુભવ થાય. નિર્ણય આપના પક્ષમાં આવે. મિલકત સંબંધી સમસ્યાઓનું પણ નિરાકરણ આવતું દેખાય. વિદ્યાર્થી વર્ગને ખૂબ મહેનત કરવા માટે માતાપિતા દ્વારા સતત મનોબળ પૂરું પાડવું અનિવાર્ય રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter