તા. ૧૫ ડિસેમ્બર થી ૨૧ ડિસેમ્બર ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 14th December 2018 07:56 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ આપની દ્વિધાઓ અને પરેશાનીનો અંત આવે. આનંદ પ્રાપ્ત કરશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. આર્થિક રીતે સાનુકૂળ સમય છે. તમારા પ્રયત્નો સફળ થતાં જણાય. આ સમયમાં નાણાંકીય મૂંઝવણોનો ઉકેલ મળશે. નોકરિયાતોને પ્રગતિના પ્રયત્નો સફળ થતાં જણાય. ઉપરી સાથેની ગેરસમજો કુનેહપૂર્વક ઉકેલી શકશો. વિરોધીઓના પગલાં પાછા પડતા લાગે. વેપાર-ધંધામાં વિકાસનો માર્ગ મળતાં આનંદ-ઉત્સાહ જણાય. મકાન-મિલકતના ક્ષેત્રે ગ્રહયોગો સાનુકૂળ છે. સફળતાપૂર્વક કાર્ય પતાવી શકશો. ગૃહજીવનના મતભેદો સમજદારીથી ઉકેલી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ લાગણીઓના પ્રશ્ને ઉત્પાત અને ઉગ્રતા વધે. માનસિક આવેશોને કાબૂમાં રાખજો. વ્યર્થ વાદ-વિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોવું રહ્યું. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતા તંગી જણાશે. કરજ-લોન દ્વારા આર્થિક વ્યવહાર નિભાવી શકશો. નોકરીમાં ઉપરી અધિકારી સાનુકૂળ વલણ દાખવશે. વેપાર-ધંધામાં નવીન તકો મળશે. મકાન-મિલકતની બાબતો માટે ગ્રહો હજુ સુધારો સૂચવતાં નથી. યથાવત્ સ્થિતિ રહે. સંઘર્ષ-વિવાદના પ્રસંગો ન સર્જાય તે જોવું રહ્યું. વડીલોપાર્જિત મિલકત અંગેના નિર્ણયો આ સમયમાં લેવા નહીં. ગૃહજીવનની પરિસ્થિતિ એકંદરે સાનુકૂળ નીવડશે. દંપતી વચ્ચે અગર કોઈ ગેરસમજ થઈ હશે તો તે દૂર થતાં આનંદનો માહોલ સર્જાશે. તબિયત સુધારવાના પ્રયત્નો ફળે.

મિથુન (ક,છ,ઘ)ઃ કેટલાક અવરોધાયેલા લાભ મેળવવાના તમારા પ્રયત્નો સફળ થશે. જૂનું લેણું મળે. હવે તમારે આર્થિક બાબતોને વધુ વ્યવસ્થિત રાખવી જરૂરત સમજવી પડશે. ખર્ચ પરનો થોડોક અંકુશ પણ જરૂરી છે. નોકરિયાતો માટે આ સમય કામકાજનો બોજ વધારનારો, હરીફ અને કર્મચારીઓ સાથે મતભેદ વધારનારો છે. ધાર્યું ફળ મળે નહીં. ધંધાકીય ક્ષેત્રે વિઘ્નો જણાશે. મકાન કે સંપત્તિને લગતા પ્રશ્નો હજુ યથાવત્ રહેતા જણાશે. ગૃહસ્થીમાં સંવાદિતા જાળવવા સમાધાન અન બાંધછોડની વૃત્તિ રાખવી પડે. જીવનસાથીની ઉપેક્ષા જીરવાશે નહિ. સ્વજનથી મિલન-મુલાકાત થાય. આનંદ-ઉલ્લાસનો અનુભવ થાય.

કર્ક (ડ,હ)ઃ આ અરસામાં માનસિક ઉશ્કેરાટ કે ઉગ્રતા વધવાના પ્રસંગો સર્જાશે. સંયમથી વર્તશો તો પરિસ્થિતિ કથળતી અટકશે. ઉતાવળા નિર્ણયો ન લેવાની સલાહ છે. તમારી આસપાસનો માહોલ મનોસંઘર્ષ પેદા કરશે. નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો સમય છે. કૌટુંબિક ખર્ચા ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પરનો બોજો વધે તેવા યોગ છે. ઉઘરાણી કે અન્ય પ્રકારે અટવાયેલા નાણાં મેળવતાં થોડીઘણી રાહત વધશે. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો. નોકરિયાતોને બદલી કે પરિવર્તન યોગ છે. તક મળે તો સ્વીકારી લેવી હિતાવહ છે. મકાન-મિલકતની લે-વેચના કામ પતાવી શકશો. જીવનસાથી સાથે નાની-મોટી બાબતોમાં વિવાદ-ઘર્ષણના પ્રસંગો સર્જાતા રહેશે. અંગત આરોગ્યની તકેદારી લેજો. સંતાનોના પ્રશ્નોથી ચિંતાનો બોજ રહેશે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન ધાર્યું ન થાય તો નિરાશ કે હતોત્સાહ બનશો નહીં. મનોબળ ટકાવી રાખજો. ગૃહજીવનને લગતા ખર્ચાઓનું પ્રમાણ સવિશેષ રહેતા તમે ચાહો છો તેવી સ્થિતિ થાય નહીં. નવીન મૂડીરોકાણ હવે સમજીવિચારીને કરવું પડશે. આવકવૃદ્ધિના પ્રયાસો સફળ થશે. નોકરિયાતો માટે આ સમય માનસિક રીતે અને અન્ય પ્રતિકૂળતાના કારણે તાણ રખાવશે. વેપારના સંજોગો મુશ્કેલ બનશે. ખર્ચ વધુ અને લાભ ઓછો જણાય. માનસિક બોજ વધશે. આ સમયના યોગ મકાન-સંપત્તિના કામકાજ માટે સરળતા અને સાનુકૂળતા સર્જી આપશે. દલાલી લે-વેચ જેવા કામકાજો સફળ થાય. માંગલિક પ્રસંગનો આનંદ માણી શકશો. વયસ્ક અપરિણીત માટે લગ્નયોગ છે. આ સમયમાં નજીકના સ્વજનથી મતભેદ જણાશે. સંતાનની તબિયત સાચવવી.

કન્યા (પ,ઠ,ણ)ઃ મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ-ઉત્સાહ અનુભવશો. માનસિક સ્વસ્થતા જળવાશે. મિત્રો-સ્નેહીજનોનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આવકવૃદ્ધિના યોગ છે. ખર્ચાની જોગવાઈ થતાં રાહત અનુભવશો. શેરસટ્ટાથી લાભ નથી. નોકરિયાતો માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશે તો મળવાની આશા છે. વિરોધીઓ ફાવશે નહિ. નવી નોકરી મેળવી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જોવાશે. મકાન-મિલકતના કામકાજોમાં સાનકૂળતા વધે. કોર્ટ-કચેરીના પ્રશ્નો ઉકેલાશે. કૌટુંબિક સંપત્તિ અંગે મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. અટવાયેલા પ્રશ્નો હલ થશે. તમારા દામ્પત્યજીવનને લગતી સમસ્યાનો સાનુકૂળતા અને સુખદ રીતે ઉકેલ મેળવી શકશો.

તુલા (ર,ત)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ-વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ધારી સમસ્યાઓ આપોઆપ ઉકેલાશે. મુશ્કેલીઓને કુનેહપૂર્વક પાર કરી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ છે. ખર્ચાને માટે જોગવાઈ કરી શકશો. લોન- કરજ વગેરે આયોજન પાર પડતાં જણાય. નોકરિયાતો માટે આ સમય માનસિક તાણ સૂચવે છે. હાથમાં આવેલા લાભ અટકતા જણાશે. ધંધાકીય પ્રતિકૂળતામાંથી માર્ગ કાઢવો પડે. મકાન બદલવાનો વિચાર સાકાર થઇ શકશે. નવું મકાન લેવાના પ્રયત્નો પણ ફળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ કોઇ ઉતાવળું પગલું ભરતાં પહેલા સો વાર વિચારજો. ખર્ચ વધુ અને આવક અલ્પ રહેતા પરિસ્થિતિ કપરી બનતી જણાશે. આવકનો નવો માર્ગ શોધવો પડશે અને તે માટેના તમારા પ્રયત્નો સફળ થશે પણ ખરા. નોકરિયાતો માટે આ સમય પ્રતિકૂળ છે. ધાર્યું કામ થાય નહીં. વિઘ્નો વધતા જણાશે. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિ કે સંજોગો મુશ્કેલ બનશે. મકાન બદલવાનું આયોજન વિલંબમાં પડશે. મિલકત સંબંધિત ખરીદી કે વેચાણના કાર્યોમાં અવરોધ જણાશે. જીવનસાથીની લાગણીને મહત્ત્વ આપજો. તેમની તબિયત ચિંતા રખાવશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ કામકાજોમાં પ્રગતિના કારણે ઉત્સાહ ધશે. અણઉકેલ્યા પ્રશ્નો હવે તમે હાથ ધરીને તેનો ઉકેલ મેળવી શકશો. અંગત મૂંઝવણમાંથી પણ રાહત મળે. ઉઘરાણીના કામકાજ પતાવી શકશો. લાભ વધવાની સાથે વ્યય પણ વધશે. અલબત્ત આવકનું આયોજન કરજો. નોકરીના ક્ષેત્રે અંતરાય હશે તો દૂર થાય. ઉન્નતિનો માર્ગ મળતો જણાય. વ્યાવસાયિક પ્રશ્નો હલ થશે અને લાંબા સમયથી અણઉકેલ બાબતનો નીવેડો આવશે. મકાન-જમીન કે સંપત્તિના પ્રશ્નોનો નીવેડો આવશે. મહત્ત્વની ખરીદી થાય. કૌટુંબિક જીવનની સમસ્યા કોઈને કોઈ પ્રકારે અશાંતિ કે ગેરસમજ વધારશે.

મકર (ખ,જ)ઃ અકળામણ - બેચેની વધતાં જણાશે. માનસિક તણાવના ભોગ બનશો. અગાઉ કરેલા કેટલાક કામકાજોથી આર્થિક લાભ મળવાના સંજોગો સર્જાશે. શેર-લોટરીની લાલચ ટાળજો. કોઇ લાભ જણાતા નથી. નોકરિયાતોની સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ ફાવશે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતાના યોગ છે. સંપત્તિ-મકાન-જમીન વગેરે બાબતો અંગે માનસિક ચિંતા વધશે. ધાર્યા પ્રમાણે કામ થાય નહીં. અવરોધો જણાશે. વાદવિવાદ ગૂંચવાડા વધશે. કૌટુંબિક વિવાદ, મતભેદોને નિવારી શકશો. સારો પરિચય બંધાશે. પ્રિયજનથી મનદુઃખના પ્રસંગો વધુ રહેશે. સંતાનોના કામ સફળ થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ કોઇ પણ મુદ્દે ઉતાવળા નિર્ણયો ન લેવાની સલાહ છે. આસપાસનો માહોલ મનોસંઘર્ષ પેદા કરશે. તમારી નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો સમય છે. કૌટુંબિક અને આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પર બોજો વધે. ઉઘરાણી કે અટવાયેલા નાણાં મળતાં થોડી રાહત થશે. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો. જમીન-મકાનની લે-વેચ અંગેની મુશ્કેલીઓમાંથી માર્ગ મળે. લગ્ન-વિવાહની બાબતોનો ઉકેલ આવશે. દામ્પત્યજીવનમાં મૂંઝવણો કે ગેરસમજો દૂર થાય. કૌટુંબિક સમસ્યાઓને તમે કુનેહપૂર્વક ઉકેલી શકશો. પ્રવાસ-પર્યટનો થાય. ધંધાકીય યાત્રા સફળ થાય. મિત્રોની મદદ મેળવી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં તમારી આવક કરતાં જરૂરિયાતો અને ચૂકવણી વધે. આથી નાણાંકીય સંજોગો જરા મુશ્કેલી બનશે. ઉઘરાણી તરફ વધુ ધ્યાન આપવું જરૂરી. નવા ઇન્વેસ્ટમેન્ટ જોઈ વિચારીને કરજો. નોકરિયાતને માર્ગ આડેના અંતરાયો દૂર થતાં જણાશે. બદલી-સ્થળાંતરની શક્યતા છે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. મકાન-મિલકતના કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે. અનુકૂળતાનો લાભ લઈ શકશો. અટવાયેલા કામકાજમાં પ્રગતિ થશે. વારસાની સંપત્તિનો હજુ લાભ મળે નહીં. ગૃહજીવનમાં કારણ વિનાના પ્રશ્નોથી અશાંતિના વાદળો ઘેરાશે. સ્વજનો સાથે ગેરસમજ વધે નહીં તે જોજો. અણધાર્યા ખર્ચા આવે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter