તા. ૧૫ ફેબ્રુઆરી થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 14th February 2020 06:19 EST
 
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય મૂંઝવણ અને એક પ્રકારના અજંપાનો બોજો સૂચવે છે. ધીરજ દાખવવી પડે. અકળામણ વધશે. જે લાભની આશા રાખી રહ્યા છો તે હજુ આ સમયમાં મળે તેમ નથી. આવકના નવા માર્ગ મળે નહિ. શેરસટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડશે. નોકરિયાતો માટે સફળતા તેમજ પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળશે. સંજોગો અનુકૂળ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વની કાર્યરચના સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકે. નિરાશાના વાદળો વિખેરાતાં જણાય. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી કરી શકશો. નોકરિયાત માટે સફળતા અને પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધશે. લાભદાયી કાર્ય પાર પડે. જમીન-મકાનના કાર્ય માટે આ સમય શુભ જણાય છે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મનોદશા તણાવયુક્ત બનતી જોવા મળશે. કેટલીક વ્યક્તિઓ સાથે માનસિક સંઘર્ષોના પ્રસંગો સર્જાય. મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પણ પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. અટવાયેલા લાભ કે આવક મેળવવાના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક ખર્ચ પણ આવી પડશે. નોકરિયાતોના પ્રશ્નો હલ થતાં જણાય.

કર્ક (ડ,હ)ઃ કાર્યમાં સફળતા મળતાં આનંદ અને ખુશી જણાય. મનની ઇચ્છાઓ બર આવતી જણાય. બેચેનીનો બોજ હળવો થાય. નાણાકીય મૂંઝવણનો ઉપાય મળશે. મિત્રોની મદદથી તમારી ચિંતા દૂર થશે. તમે જે લાભના પ્રયત્નો કરશો તો સફળ થશે. અવરોધોને પાર કરી શકશો. નોકરિયાત માટે આ સમય મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હોય તો મળવાની આશા છે. વિરોધીઓ ફાવશે નહીં. નવી નોકરીની તકો મળશે. ધંધા-વેપારના ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જણાશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં માનસિક જુસ્સો જાળવી રાખવો પડશે. તમારો આત્મવિશ્વાસ અને મનોબળ નબળા પડશે તો ધારી સફળતા તો નહિ જ મળે, ઉલટાની નિષ્ફળતા જોવી પડશે. ભલે વિપરીત સંજોગો દેખાય, ચિંતા કરશો નહિ. આવક અને જાવકના પાસાં પર વિશેષ ધ્યાન આપજો. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય છે. અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડશે. સારી તક પણ મળે. વેપાર-ધંધામાં ઉન્નતિ જણાય અને વિરોધીઓ પર વિજય મળે.

કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત બાબતોના કારણે અજંપો અને વ્યથા જણાશે. મનને સક્રિય રાખશો તો નિરાશામાંથી ઊગરી શકશો. આવકમાં વૃદ્ધિને અવકાશ જણાતો નથી. ચૂકવણીઓની સામે ઉઘરાણી મેળવવા પ્રયત્ન કરશો તો નાણાં પરત મળવાની થોડી સંભાવના છે. નોકરિયાતને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી નીકળી શકશો. વેપાર-ધંધામાં વૃદ્ધિ - વિકાસના પગલાં માટે આ સમય ઉપકારક છે. જમીન-મકાન ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહમાં મનોમૂંઝવણ વધે તેવા પ્રસંગો આવશે. ધાર્યું કામ સારી રીતે પાર ન પડવાથી તાણ વધે. અંગત તથા સાંસારિક પ્રશ્નોથી તમારી સ્વસ્થતા અને શાંતિમાં ખલેલ પડતા જણાય. રચનાત્મક આવૃત્તિમાં વિકાસ થશે. નાણાકીય બાબતોમાં વધુ પ્રયત્ને સફળતા મળશે. આવકના નવા સ્રોત ઉભા થાય. મિત્રોની મદદ મેળવી શકશો. નોકરીના કામ માટે સમય શુભ નથી. માનસિક વ્યથા વિષાદ વધારશે.

વૃશ્ચિક (ન,ય)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. નાણાંકીય પરિસ્થિતિ વધુ બગડે નહિ તે માટે ખર્ચ પર કાપ મૂકવો જરૂરી. આવક વધવાના પ્રયત્નો ઝાઝા સફળ થાય નહીં. મકાન- મિલકત અંગે સમય સાનુકૂળ બનશે. ખરીદ-વેચાણ વગેરે અંગે ધાર્યું કામ કરવામાં વિઘ્ન આવશે. લગ્ન-વિવાહ અંગેની વાતચીત ફળશે. કૌટુંબિક પ્રશ્નોને હલ કરી શકશો. વિવાદ-મતભેદ દૂર થશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં માનસિક શાંતિ અને આનંદ જણાશે. પ્રગતિકારક સંજોગો નવી આશા પ્રેરશે. મૂંઝવણો હલ થાય. અગત્યના નાણાકીય પ્રશ્નો હલ થતાં સફળતા મળે. ઉઘરાણી-દેવાના પ્રશ્નો પાર પાડી શકશો. જરૂરિયાત વખતે યોગ્ય વ્યવસ્થા થઈ શકશે. તમારા માર્ગમાં આવતાં વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લાં પડતાં જણાશે. વેપાર-ધંધામાં નવીન તકો મળે. મકાન-જમીનને લગતી બાબતો સફળ થશે. જીવનસાથીનો પ્રેમ-સહકાર સાંપડશે.

મકર (ખ,જ)ઃ મનની મુરાદ આ સમયમાં ફળે નહિ. તમારા કામમાં ગૂંચવાડો ઊભો થતો જણાય. આર્થિક તકલીફ વધતી જણાય. કૌટુંબિક કારણસર અણધાર્યા ખર્ચ આવે. નોકરિયાતને ઉપરી વર્ગથી સાચવવું. સહકર્મચારી સાથે વાદવિવાદમાં ઉતરવું નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે નવી તકો લાભદાયી બનશે. વિરોધીઓ પાછા પડતા જણાય. કૌટુંબિક સંપત્તિ અંગે આ સમયમાં મહત્ત્વનો નિર્ણય લઈ શકશો. જમીન-મકાન અંગે ધાર્યું થાય નહીં.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં મન પરથી બોજ ઊતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહપૂર્વક બનશે. જરૂરી ખર્ચ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય મેળવી શકશો. કામકાજો અટકશે નહિ. ખર્ચને પહોંચી શકશો. યશ-આબરૂમાં વધારો થાય. અટવાયેલા લાભ મેળવી શકશો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ મોકળો થશે. ધંધા-વેપારના કાર્યો વિઘ્નોને પાર કરી શકશો. સફળતા મેળવી શકશો. હિતશત્રુઓ ફાવે નહિ. મકાન-મિલકત- જમીનના કામકાજો કરવા માટે જોઈતી તકો અને સાનુકૂળતા મેળવશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયના યોગો કેટલીક સાનુકૂળ અને નવીન પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડેના અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી સંતોષકારક લાભ પ્રાપ્ત થાય નહીં. વધુ મહેનતે ઓછું ફળ મળે. ધારી આવક થાય નહિ. શેરસટ્ટામાં નુકસાની જણાય. વ્યવસાયના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે. જોકે વધુ મહેનતે તેનો ઉકેલ પણ મળશે. નોકરિયાત હો તો ધીરજ અને શાંતિથી જાળવવા સલાહ છે. નવા પરિવર્તનો જણાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter