તા. ૧૮ નવેમ્બર થી ૨૪ નવેમ્બર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 17th November 2017 07:46 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહમાં અંગત પ્રશ્નોના કારણે ચિંતા જણાશે. આર્થિક રીતે મૂંઝવણોમાંથી રસ્તો મળી આવે. ખરીદીઓ અને અન્ય રોકાણોને કારણે ખર્ચ વધશે. આ સમયમાં નોકરિયાતોને કોઈ સાનુકૂળ તક મળશે. બઢતીનો યોગ પણ છે. અગાઉની મુશ્કેલી દૂર થાય. મહત્ત્વની વ્યક્તિની સહાય ઉપયોગી બનતી જણાય. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો લાભ આપનાર જણાશે. આ સમયમાં મકાન-વાહન અંગેના કામકાજો સફળ બનશે. કોઈ લે-વેચ શક્ય બનશે. અલબત્ત, ધાર્યો લાભ મળવામાં વિલંબ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી પ્રવૃત્તિઓ, વ્યસ્તતામાં વધારો થશે. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતાં તમારો ઉત્સાહ વધશે. કોઈ પણ પ્રકારના સાહસમાં નાણાં રોકવા હિતાવહ નથી. અહીં સારી નોકરી મેળવવાના પ્રયત્નો સફળ થાય. જમીન-મકાનના કામકાજ આગળ ધપાવી શકશો. ધંધાકીય ક્ષેત્રે મળેલી તકનો ઉપયોગ કરી લેવો. જીવનસાથી સાથેના ઘર્ષણના પ્રસંગો નિવારવા કુનેહ વાપરજો. સંતાનોના પ્રશ્નોનો ઉકેલ મળે. મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં માનસિક તાણ વધુ જણાય. ખોટી ચિંતા અનુભવાશે. શારીરિક રીતે પણ તબિયત સાચવવી જરૂરી છે. પ્રતિકૂળ સંજોગોમાંથી માર્ગ કાઢવો પડશે. નાણાંકીય પ્રતિકૂળતામાંથી બહાર નીકળી શકશો. શુભ અને સારા કાર્યો પાછળ ખર્ચ વધશે. ઉઘરાણીના નાણાં મેળવવા માટેના પ્રયત્નો સફળ થાય. કાર્યસફળતા મળશે. નોકરિયાત વર્ગને નાહકની પરેશાન જણાય. ઉપરી સાથે મતભેદો વધી શકે છે. વેપાર-ધંધાના પ્રશ્નો ઉકેલાય. નવીન તકો મળે તે ઝડપી લેજો.

કર્ક (ડ,હ)ઃ માનસિક અને શારીરિક સ્વસ્થતા એકંદરે સારી નીવડશે. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજ માટે આ સમય સાનુકૂળ જણાશે. નવા સંબંધો લાભકારક પુરવાર થાય. ફસાયેલા કે અટવાયેલા લાભ મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. આ સમયગાળામાં સામાજિક અને કૌટુંબિક કારણસર ખર્ચ વધે. જમીન-મકાનના પ્રશ્નો ગૂંચવાય. નોકરીના ક્ષેત્રે હિતશત્રુની ચાલબાજીથી ચેતતા રહેજો. ધંધા-વેપારના ક્ષેત્રે સંજોગો પ્રતિકૂળ હશે તો તેમાંથી બહાર નીકળી શકશો.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં તમારી મનોકામના આડેના અંતરાયો દૂર થતાં તમને નવી આશા જણાશે. માનસિક ચિંતાઓથી રાહત થાય. કોઈના ધીરેલા નાણાં મળશે. ખર્ચ વધે નહિ તે જોવું રહ્યું. નોકરીમાં ઉપરી વર્ગ તરફથી સાથસહકાર મળે. ધંધાના ક્ષેત્ર તમે સાનુકૂળ અને મહત્ત્વની તક મેળવી શકશો. આ ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થતાં જણાશે. તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં. દામ્પત્યજીવનમાં ગેરસમજો નિવારવી જરૂરી છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક ચિંતાઓના કારણે અશાંતિ વધતી જણાશે. કામગીરીમાં આવા વિક્ષેપો તણાવ પેદા કરશે. એકાગ્રતા અને ધીરજ રાખશો તો અવશ્ય સારું પરિણામ મેળવી શકશો. નોકરિયાતોને માર્ગ આડેની મુશ્કેલી દુર થાય અને પ્રગતિ - પરિવર્તનની તક આવી મળે. નવા ફેરફાર થતાં જોઈ શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભદાયક સંજોગોનું નિર્માણ થશે. તમારા કૌટુંબિક જીવનની સમસ્યાઓ નિવારી શકશો. લગ્નવિવાહના કામકાજોના ઉકેલ માટે આ સમય મહત્ત્વનો નીવડશે. સંતાનની તબિયત ચિંતા ઉપજાવશે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં નાના-મોટા અંતરાયો અને સંઘર્ષનો સામનો કરવો પડશે અને માનસિક તંગદિલી કે અસ્વસ્થતાનો અનુભવ થાય તેવા પ્રસંગો થાય. સ્થિરતા અને સ્વસ્થતા ટકાવી રાખજો. આર્થિક સમસ્યાનું નિરાકરણ શોધી શકશો. તમારા નાણાંકીય વ્યવહારોને ચાલુ રાખી શકશો. યાત્રા-પ્રવાસ સફળ અને મજાના નીવડશે. સંતાન બાબતની ચિંતા ઉકેલાય. આરોગ્ય સંબંધિત સાવધાની રાખવી પડશે. અકસ્માત અને ઇજાથી સંભાળવું જરૂરી.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન તમારી મનોસ્થિતિને સ્વસ્થ રાખી શકશો. નવી આશા, હિંમત અને ઉત્સાહનો અનુભવ થાય. નાણાંકીય સમસ્યા ગૂંચવાયેલી હશે તો તેનો કોઈ અણધાર્યો ઉકેલ મળે. તમારી ચિંતા, માનસિક ભારણ દૂર થાય. અલબત્ત, ખોટા ખર્ચના પ્રસંગો ટાળજો. નોકરિયાત વર્ગને સાનુકૂળતા અને કાર્યસફળતા મળતી જણાય. જ્યારે વેપાર-ધંધાના ક્ષેત્રે અવરોધો બાદ સફળતા મળે. મકાન-જમીનના કામકાજો માટેના તમારા પ્રયાસોનું ફળ મળે નહીં. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. મતભેદ નિવારી શકશો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહના ગ્રહો જોતાં માનસિક રીતે અજંપો અને અકારણ ભયની લાગણી અનુભવવી પડશે. અગત્યના કાર્યમાં અવરોધના કારણે પણ ચિંતા જણાય. આર્થિક પ્રગતિની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય. તમારા નાણાંકીય પ્રશ્નો ઉકેલાતાં રાહત મળે અને ખર્ચના પ્રસંગે પૂરતા નાણાંની જોગવાઈ થઈ શકે. જમીન-મકાન યા સંપત્તિના કાર્યમાં પ્રતિકૂળતા જોવા મળે. વિઘ્નો આવશે. નોકરી-ધંધા ક્ષેત્ર પણ આ સમયના યોગ સાનુકૂળ જણાય છે.

મકર (ખ,જ)ઃ નાણાંભીડના કારણે તમારી ધારેલી યોજનાઓને આગળ ધપાવેલી મુશ્કેલી બનશે. ધંધા-વેપારના ક્ષેત્રે ફાયદો મેળવવામાં વાર લાગે. આવક કરતાં ખોટા ખર્ચ વધતાં લાગે. નોકરીમાં સહકર્મચારીઓથી સાવધ રહેવું જરૂરી છે. ખોટા ઉતાવળા નિર્ણયોના કારણે કોઈ નુકસાન ખમવું ન પડે તે જોજો. મકાન-સંપત્તિની લે-વેચના કામકાજોમાં તમારે વિપરિત પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમ જણાય છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. અશાંતિ પણ અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ જોતાં અહીં આવક કરતાં જાવક વધુ રહેશે તેથી સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ ન કરવા. નોકરિયાત વર્ગને નજીક લાગતો લાભ દૂર ઠેલાતો જણાય. બદલી - પરિવર્તનની તક આવી મળે તો તે ઝડપી લેજો. વેપારી વર્ગ માટે આ સમય મિશ્ર ફળદાયી છે. ધંધા-વેપાર ના કામકાજો વધુ ધ્યાન માંગી લેશે. આ ક્ષેત્રે હવે ધીમો વિકાસ શરૂ થવાના એંધાણ મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળામાં મનની મુરાદો મનમાં રહેતી જણાશે. તમારી ધીરજની કસોટી થતી જણાય અને માનસિક તણાવ પણ વધતો જણાય. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ જણાશે. નોકરિયાતોને યથાવત્ સ્થિતિ જણાશે. સંજોગો હજી મિશ્ર જોવા મળશે. ધંધાકીય રીતે ધાર્યાલાભ મળવામાં વિલંબ થાય. વિરોધીઓના ષડયંત્રથી ચેતતા રહેજો. મિલકત-જમીનની સમસ્યાઓથી માનસિક તાણ વધશે. વ્યગ્રતા અને ઉતાવળાપણાથી દૂર રહેજો. ગૃહજીવનમાં ઘર્ષણ જણાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter