તા. ૧૯ જૂન ૨૦૨૧ થી ૨૫ જૂન ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 18th June 2021 06:16 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સતત મૂંઝવણોમાંથી ક્રમશઃ બહાર નીકળી શકશો. આ સમય જૂના સંસ્મરણોને તાજા કરાવી શકશે. કોઈક નવીન મુલાકાત જૂની યાદોને તાજા કરાવી શકશે. લગ્નસંબંધી પ્રશ્નોનો નિરાકરણ લાવી શકાય. મકાન તથા અન્ય પ્રોપર્ટીને લગતાં પ્રશ્નો અંગે પણ મદદ મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં કાર્ય થકી સફળતા, યશ-માન કિર્તી પ્રાપ્ત કરશો. ભાગીદારીના કાર્યોમાં થોડાક સાચવીને આગળ વધવું. નાણાકીય સ્થિતિ સુધરશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહની શરૂઆત થોડી મૂંઝવણભરેલી રહેશે. છતાં ક્રમશઃ પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય બાબતોમાં થોડી ખેંચતાણ અનુભવાય. તંદુરસ્તી બાબતે પણ થોડી કાળજી લેવી પડશે. ખરાબ સ્વપ્ન અથવા દુઃખદ સમાચારને કારણે ઊંઘ હરામ થાય. પ્રિય વ્યક્તિ અથવા કોઈ ખાસ મિત્ર સાથે મનદુઃખના પ્રસંગો ઊભા થાય. વ્યવસાયિક કામગીરીમાં થોડી વધુ દોડધામ કરવી પડે.
• મિથુન (ક,છ,ઘ)ઃ પતિ-પત્ની વચ્ચે સ્નેહના સંબંધો વધુ મજબૂત બનતાં જોવા મળે. લાંબા સમયથી ચાલતા મતભેદ દૂર થાય. નવી નોકરી કે વ્યવસાયની ઈચ્છા ધરાવનારાઓ માટે આ સમય હજી થોડો વધુ પરિશ્રમ કરાવે. કૌટુંબિક વ્યક્તિઓનો સહકાર આપના મનોબળને વધુ મજબૂત બનાવશે. મિલકત સંબંધી પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. નાણાકીય રીતે સમયની સાનુકૂળતાઓ રહેશે. સંતાનોની અભ્યાસ વિષયક ચિંતાઓ દૂર થાય.
• કર્ક (ડ,હ)ઃ આપનું આ સપ્તાહ આનંદમય તેમજ સુખમય પસાર થાય. ઉપલા અધિકારી તથા વડીલોની સહાનુભૂતિ પ્રાપ્ત કરી શકાય. નોકરીના ક્ષેત્રમાં ઇચ્છિત પ્રમોશન અંગેની ચર્ચાઓને વેગ મળશે. જોકે કામકાજ પણ એટલું જ વધશે. નવા ધંધા માટેની ઉજ્જવળ તકો હાથ લાગે. નાણાકીય બાબતોમાં રાહત જોવા મળશે. કુંવારા પાત્રો માટે જીવનસાથીની શોધખોળની ઇચ્છાઓ સાકાર થાય. પ્રવાસના આયોજન વધુ રોમાંચક અનુભવ કરાવે.
• સિંહ (મ,ટ)ઃ આકસ્મિક શુભ સમાચારો મળશે. આપના અટવાયેલા નાણાં પરત મેળવી શકશો. લોન તથા અન્ય લેણદેણના કાર્યો પૂરા થઈ શકશે. નવી મિલકત-ખરીદીના અટવાયેલા કામકાજ અહીં પૂર્ણ થતાં જોવા મળશે. નોકરીના ક્ષેત્રમાં આપના વિરોધીઓ ઢીલા પડતાં જોવા મળે, જે આપના કાર્યને વધુ સફળતા અપાવશે. ભાગીદારો અથવા અંગત મિત્રો સાથેના વ્યવહારમાં સુધારો જોવા મળે. માતા-પિતાનું આરોગ્ય થોડીક ચિંતા રખાવશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહની શરૂઆતના દિવસો ઉચાટ અને ટેન્શનનો અનુભવ કરાવે. જોકે સપ્તાહનો અંત ભાગ આપના માટે ખુશીના સમાચારો લઈને આવશે. કુટુંબ કે મિત્રો સાથેના સંબંધોની ખાઈ અહીં પુરાતી જોવા મળે, જે આપના જીવનમાં વિશેષ ખુશી લઈને આવશે. સંતાનો થકી પણ રાહત જોવા મળે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં થોડીક કામગીરીનું ભારણ વધતું જોવા મળે. નાણાકીય મામલે મિશ્ર પરિણામ જોવા મળે. કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં હજી મુશ્કેલી સર્જાય.
• તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. ચઢાવ-ઉતાર અને આનંદ તથા શોકનું મિશ્ર વાતાવરણ જોવા મળે. આર્થિક સ્થિતિમાં વધુ મજબૂતી લાવી શકશો. વ્યવસાયિક ભાગીદારીમાં દસ્તાવેજી કામગીરી અંગે સાવચેતીથી કામ લેવું જરૂરી જણાય. નોકરિયાત માટે સમય મધ્યમ રહેશે. પ્રવાસની ગોઠવણી તાત્કાલિક ધોરણે થાય એવું યોગો સૂચિત કરે છે. સંતાનના અભ્યાસને લઈને થોડી ચિંતામાં વધારો થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ સામાજિક તથા રાજકીય કામગીરીને કારણે થોડીક વ્યસ્તતા વધે અને દોડધામમાં વધારો થાય. જોકે તેનો જરૂરી લાભ પણ મેળવી શકશો. મિત્રોની હૂંફને કારણે દરેક પરસ્થિતિનો સામનો આસાન બનતો જોવા મળે. કૌટુંબિક પ્રશ્નોનો હલ આવે. વ્યાપારમાં ક્રમશઃ પ્રગતિના દ્વાર ખુલતાં જોવા મળે. તંદુરસ્તી બાબતે થોડી વધુ સાવચેતી અનિવાર્ય બને. વા તથા હાડકાંના દર્દીઓને થોડીક વધુ તકલીફ જોવા મળે. નોકરીમાં ઇચ્છિત સફળતાઓ મેળવી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય આપના માટે કોર્ટકચેરી અથવા તો સરકારી કામગીરીને લઈ અવરોધો ઊભા કરાવશે. દામ્પત્યજીવનમાં થોડી વધુ કાળજી રાખવી પડશે, નહીં તો તિરાડ વધુ પહોળી થતી જોવા મળે. સમય વધુ સંઘર્ષ અને ઓછી સફળતાવાળો પુરવાર થાય. નાણાકીય રીતે સ્થિતિ યથાવત્ રહેશે. જો આપ કાળજી નહીં રાખો તો દેવામાં ફસાઈ શકો છો. શેરસટ્ટા, લોટરીથી દૂર રહેવું. વ્યવસાયિક કામગીરીમાં ભાગીદારો હાથ ઊંચા કરી દે એવી પરિસ્થિતિના નિર્માણની શક્યતાઓ રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સમય આપના માટે શુભદાયી ફળ આપનારો સાબિત થાય. સંતો - મહાપુરુષો સાથેનું મિલન આપની દિશાને નવો રાહ ચીંધશે. ધાર્મિક રીતે વધુ શ્રદ્ધા અને વિશ્વાસ અપાવશે. વડીલોનો સાથ-સહકાર પણ લાભકર્તા રહેશે. જોકે ખોટા અને દેખાડો કરનારા લોકોથી સાવધ રહેવું. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં નવા કાર્ય થકી સફળતા પ્રાપ્ત કરી શકશો. આવકના નવા માર્ગ પણ મેળવી શકાય. કુટુંબમાં માંગલિક પ્રસંગોને કારણે વ્યસ્તતા વધે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ મિત્રો તથા સ્વજનો તરફથી અવરોધો ઉભા થતાં જણાય. કોઈની પણ સાથે અતિવિશ્વાસુ બની સાહસ કરતાં પહેલાં સો વાર વિચાર કરજો. દામ્પત્યજીવનની કડવાશ દૂર થતી જોવા મળે. ઉચ્ચ કોટીની વ્યક્તિઓ સાથેની મુલાકાત લાભ અપાવે. નાણાકીય રીતે સરળતા થતી જોવા મળે. અટવાયેલા નાણાં પરત મળે. નોકરિયાત વ્યક્તિઓને પ્રમોશનની ઇચ્છાઓ પૂર્ણ થાય. વ્યવસાયમાં રાહત સાથે સાથે નવા રોકાણો પણ શક્ય બને.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ શારીરિક તંદુરસ્તીની બાબતે આ સમય થોડી વધુ ચિંતા રખાવશે. કાર ડ્રાઇવિંગ તથા અન્ય મશીનરીને લગતા કામકાજોથી વધુ કાળજી રાખવી. ખોટા વ્યસનોથી દૂર રહેશો તો આપના માટે ફાયદાકારક રહેશે. બિનજરૂરી વાદ-વિવાદમાં ન પડવું સલાહભર્યું છે. નોકરીના ક્ષેત્રે આપના વિરોધીઓ સામે ટકી રહેવા માટે ખૂબ પરિશ્રમ માંગી લેશે. સંતાનોની ચિંતા થોડી હળવી થતી જોવા મળે. વ્યવસાયિક કોર્ટ-કચેરીના કાર્યનો અહીં ઉકેલ જોવા મળે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter