તા. ૧ જાન્યુઆરી ૨૦૨૨થી ૭ જાન્યુઆરી ૨૦૨૨ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 31st December 2021 03:42 EST
 
 

• મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહે પ્રગતિ અને વિકાસના નવા દ્વાર ખુલતાં જોઈ શકશો. કાર્ય આડેના અવરોધો દૂર થતાં જોવા મળશે. નવા વર્ષની શરૂઆત નવીન કાર્યો થકી કરી શકશો. નોકરી-વ્યવસાયના કાર્યોમાં સફળતાના નવા શિખરો પાર કરશો. નોકરિયાત વ્યક્તિઓને પોતાના ઉપરી અધિકારી તરફથી માન-સન્માન પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો જોવા મળે. તંદુરસ્તી બાબતે થોડી વધારે કાળજી રાખવી જરૂરી રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ અંગત સમસ્યાઓનો હવે ઉકેલ લાવી શકશો. આપનું આ સપ્તાહ આનંદ-પ્રમોદમાં પસાર થશે. વિચારોમાં ઘણાં-ખરાં હકારાત્મક બદલાવ જોઈ શકશો. નાણાંકીય રીતે જોઇએ તો થોડાં વધુ ખર્ચાઓ થશે. નોકરી-વ્યવસાયમાં આપની મહેનત રંગ લાવતી જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ ઘણું ખરું કામયાબીવાળું રહેશે. સપ્તાહના આખરી દિવસો વધુ વ્યસ્ત રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આપના માટે નવા વર્ષનું પહેલું સપ્તાહ ઘણું મહત્ત્વનું સાબિત થઈ શકે છે. કોઈ મોટી સમસ્યામાંથી બહાર નીકળવાના રસ્તાઓ ખુલી શકે છે. નોકરિયાત વર્ગને પોતાની ઈચ્છા મુજબના બદલાવ કાર્યસ્થળે લાવી શકશે. વ્યાપાર જગતમાં નવા રોકાણો થકી ફાયદો પ્રાપ્ત થાય. અવિવાહિતને ખુશખબર મળશે. જમીન-મકાનના સોદાઓમાં ખાસ કાળજી રાખીને આગળ વધવું. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.
• કર્ક (ડ,હ)ઃ નિર્ધારિત કાર્યોમાં પ્રગતિ થશે. કારકિર્દીલક્ષી નવી તક આ સમય દરમિયાન મેળવશો, જેના કારણે માનસિક સ્વસ્થતતા પ્રાપ્ત કરી શકશો. નવી જવાબદારી-મહત્ત્વપૂર્ણ નિર્ણયો આપના કાર્યક્ષેત્રમાં લેવાતા થોડું કામનું ભારણ મહેસુસ કરશો. વ્યવસાય માટે હવે જેની રાહ જોતાં હતા એ સમય આવી રહ્યો છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને આ સમય થોડી વધુ કાળજી માંગી લેશે. નાણાંકીય સ્થિતિમાં હવે સુધારો જોવા મળે.
• સિંહ (મ,ટ)ઃ આ સમય હવે આળસ છોડીને ડબલ સ્ફૂર્તિથી કામે લાગી જવાનું સૂચન કરે છે. આપના કાર્યો પૂર્વ આયોજનથી આગળ વધારશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો. બાકી લેણાં પરત મળે. નાણાંકીય બેલેન્સ મજબૂત બનશે. વ્યવસાયના ક્ષેત્રમાં થોડા બદલાવ લાવવા જરૂરી જણાશે. આપનું આત્મબળ અને અનુભવ એમાં કામ લાગી શકે છે. નોકરીમાં થોડો વધારે પરિશ્રમ કરવો પડશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ વર્ષ ૨૦૨૨નું પ્રથમ અઠવાડિયું આપના માટે થોડું ચિંતાઓ અને સમસ્યાઓવાળું જોવા મળે, પરંતુ આગળ જતાં આપનો સમય બદલાશે. નવી ઓળખાણો આપના વ્યવસાયમાં ફાયદો કરાવે. નાણાંકીય ગૂંચવણો દૂર થતી જોવા મળે. નવી નોકરીની શોધખોળ અથવા તો જગ્યાની ફેરબદલીમાં સફળ થઈ શકશો. આપનું ધ્યાન હવે થોડુંક વ્યાયામ અને યોગ તરફ વધતું જોવા મળે. પ્રવાસની ઈચ્છાઓ થોડા સમય માટે મોકૂફ રાખવી પડે.
• તુલા (ર,ત)ઃ વર્ષની શરૂઆતમાં કામનું ભારણ વધતું જોવા મળે. જોકે તમે પોતાના ઈચ્છિત કાર્યો કરવા માટે પણ સમય કાઢી શકશો. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે. કોઈ નજીકના વ્યક્તિ સાથેનો વિવાદ દૂર કરી શકશો. વ્યવસાય-ધંધામાં ભૂતકાળની ભૂલોને ધ્યાનમાં રાખીને આગળ વધશો તો ફાવશો. પરિવર્તન જરૂરી રહેશે. નોકરિયાત વ્યક્તિઓને પ્રમોશનના ચાન્સિસ છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહના પ્રારંભે જ પારિવારિક સમસ્યા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા અનિવાર્ય બનશે. શક્ય છે કે આ સમય થોડોક દુઃખદાયી સાબિત થઈ શકે છે. નોકરી-વ્યવસાયમાં પોઝિટિવ બદલાવ જોઈ શકશો. કામનું ભારણ પણ વધતું જોવા મળશે. સરકારી કાર્યો માટે હજી થોડોક સમય રાહ જોવી પડશે. આર્થિક ક્ષેત્રે બેલેન્સ વધુ મજબૂત બનશે.
• ધન (ભ,ફ,ધ,ઢ): આ સપ્તાહ દરમિયાન ગ્રહોની અનુકૂળ સ્થિતિ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કુટુંબ તેમજ અંગત જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીનો હવે અંત આવે. રાહતનો અનુભવ થાય. નોકરિયાત વર્ગને અચાનક બદલાવ જોવા મળી શકે છે. દામ્પત્યજીવનમાં મતભેદ હોય તો દૂર થાય. દાન-ધર્માદાની ઇચ્છા હશે તો સાકાર થાય.
• મકર (ખ,જ)ઃ નવા વર્ષના પ્રથમ અઠવાડિયામાં આપના માટે પરિસ્થિતિ સાનુકૂળ થતી જોવા મળે. કોઈ શુભ સમાચાર પણ પ્રાપ્ત થાય. તમારા આત્મવિશ્વાસ અને આનંદમાં વધારો જોવા મળે. વ્યવસાયિક દૃષ્ટિએ પણ આપના અધુરાં કાર્યો પૂરાં થતાં જોઈ શકશો. નોકરિયાત વર્ગને અન્ય કામગીરી થકી એકસ્ટ્રા ઈન્કમ કરવા માટેના રસ્તાઓ પ્રાપ્ત થશે. એકંદરે સપ્તાહની શરૂઆતથી લઈને અંત આપના માટે સુખદ રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા આત્મવિશ્વાસ અને વિચારોમાં મક્કમતાની જરૂર છે. કોઈ અનુભવી અથવા તો વડીલોની સલાહ લઈને આગળ વધવું આપના માટે ફાયદાકારક રહેશે. નવી નોકરીમાં શરૂઆતમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં નવા લોકો સાથેની કામગીરી આપને ફાયદો કરાવે. પ્રોપર્ટીના ખરીદ-વેચાણના કાર્યોમાં લાભ મેળવી શકશો. આવક માટેની ચિંતાઓ દૂર થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય અધૂરાં કાર્યો પૂરા કરવા માટે આપના માટે ઘણો યોગ્ય સાબિત થઈ શકે છે. તમારી યોજનાબદ્ધ કોશિશથી સફળતા મેળવી શકશો. આવકની દ્રષ્ટિએ થોડી ઘણી ચિંતાઓ હજી યથાવત્ રહેશે. નોકરી-વ્યવસાયમાં આપના નિર્ણયોની સરાહના થાય. પ્રમોશન પણ મેળવી શકશો. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ગતિવિધિઓમાં આપ રસપૂર્વક સામેલ થશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter