તા. ૨૦ ઓક્ટોબર થી ૨૬ ઓક્ટોબર ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 19th October 2018 06:18 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આપના પ્રયત્નો સફળ નીવડતા અને ઉન્નતિના સંજોગો સર્જાતા માનસિક ઉત્સાહ અનુભવશો. ઉદ્વેગ-બેચેની દૂર થતા જણાશે. માનસિક બોજો હળવો થાય. નાણાંકીય મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી આવશે. જૂના લેણા યા ઉઘરાણીથી આવક થાય. સારા માર્ગે નાણાંનું રોકાણ થાય. નુકસાનથી બચી શકશો. નોકરી કે ધંધાના ક્ષેત્રો કોઈ ફેરફાર કરવાનો વિચાર હશે તો તે અંગે જોઈતી સાનુકૂળ ઓફર મેળવી શકશો. પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આગળ નીકળાશે. ઉપરી અધિકારીનો સહકાર મળે. સંપત્તિના પ્રશ્નો ગૂંચવાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં અગમ્ય કારણસર બેચેની કે ઉદાસીનતાનો અનુભવ થશે. ખોટી-નિરાશાઓ મનનો કબજો ન લઈ લે તે જોવું રહ્યું. તમારી મૂંઝવણો વિશે જેમ વધુ વિચારશો તેમ ચિંતા વધતી જણાશે. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ નાણાંભીડ વર્તાશે. ગૃહોપયોગી ચીજવસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ વધશે. લાભ કરતાં વ્યયના યોગ બળવાન છે. નોકરીની પરિસ્થિતિ કે વાતાવરણ તમારી તરફેણમાં જણાશે નહિ. પ્રતિકૂળતા અને અડચણોમાંથી માર્ગ કાઢવો પડશે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહના ગ્રહયોગ તમારા આત્મવિશ્વાસ અને જુસ્સાને નરમ પાડે તેવા છે. આત્મશ્રદ્ધા અને દૃઢ સંકલ્પ દ્વારા જ તમે સફળ બની શકશો. પીછેહઠનો અનુભવ થાય તો પણ નિરાશ થતાં નહિ. પુરુષાર્થ ફળ્યા વિના રહેવાનો નથી. નાણાંકીય દૃષ્ટિએ આપનો આ સમય મિશ્ર સંજોગો સૂચવે છે. તમારી આવકવૃદ્ધિનો માર્ગ મળશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. કોઈને કોઈ પ્રકારે આર્થિક મૂંઝવણમાંથી રસ્તો મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો સારો ઉકેલ મળે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે.

કર્ક (ડ,હ)ઃ આપની પ્રવૃત્તિઓમાં તમે આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતા ઉત્સાહ વધે. આવેગોને કાબૂમાં રાખજો. આ સમયમાં કોઈ પણ પ્રકારના સાહસમાં નાણાં રોકવા હિતાવહ નથી. નુકસાન અને વ્યયના યોગ છે. ચાલુ આવક સિવાયની આવક વધવાનો યોગ નથી. શેરસટ્ટા જેવી પ્રવૃત્તિઓમાં લાભ કરતા વ્યય વધુ જણાય છે. સારી નોકરી મેળવવાના પ્રયાસ કરતા હો તો સફળતા મળે.

સિંહ (મ,ટ)ઃ સર્જનાત્મક અને રચનાત્મક ઇચ્છાઓ સાકાર થતાં આનંદ - ખુશી વર્તાય. કાર્યોમાં સાનુકૂળતા મળશે. મન પરથી બેચેનીનો બોજો હળવો થાય. આર્થિક જવાબદારીઓ છતાં એકંદરે પરિસ્થિતિ ટકાવી શકશો. નાણાંના અભાવે કશું અટકશે નહિ. એકાદ-બે લાભ કે આવકના પ્રસંગોના કારણે ચિંતા દૂર થાય. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠા પડશે. સારી તકો મળતાં આનંદ વધશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમારી માનસિક સ્થિતિ અસ્વસ્થ અથવા તણાવભરી રહેશે. કામગીરીઓનો બોજ અને પૂર્વનિર્ધારિત યોજનામાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જણાય. ધીરજ અને નિશ્ચયાત્મક્તા જેવા ગુણ વડે જ વિકાસ સાધી શકશો. તમારી નાણાંકીય બાબત પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો સમય છે. કૌટુંબિક અને આરોગ્ય સંબંધિત ખર્ચા ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પર બોજો વધશે. ઉઘરાણીમાં અટવાયેલા નાણાં મેળવતાં થોડી ઘણી રાહત વધશે. આપ જો નોકરિયાત હશો તમારી કામકાજની જવાબદારીઓનો બોજ વધશે.

તુલા (૨,ત)ઃ હાથ ધરેલી પ્રવૃત્તિઓ માટે જરૂરી સાનુકૂળતા ઊભી કરી શકશો. સફળતા અને આશાસ્પદ સંજોગો તમારા ઉત્સાહમાં વધારો કરશે. માનસિક તંગદિલી ઘટતી અનુભવશો. નાણાંકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ અનુકૂળ બનશે. તમારા ખર્ચ માટે જરૂરી આવક ઊભી થાય. જૂની ઉઘરાણીના નાણાંકીય ખર્ચા પણ આવશે. નોકરિયાત વર્ગને આ સમય મિશ્ર ફળ આપનાર નીવડશે. અહીં લાભ કે પ્રગતિના સંકેતો મળે, પણ હાથમાં આવતાં વિલંબ થાય. ધીરજ ધરવી પડશે. તમારા વિરોધીઓ ફાવી શકશે નહિ.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં આનંદ, સ્વસ્થતા અને શાંતિ અનુભવશો. પ્રગતિકારક સંજોગો આશા પ્રેરશે. મુંઝવણો દૂર થતી જણાય. આવકની દૃષ્ટિએ બહુ સાનુકૂળતા ન લાગે કેમ કે ખર્ચનું પ્રમાણ વધશે. આથી ગોઠવણો પાછળ ધ્યાન કેન્દ્રીત કરવું પડે. નુકસાનથી બચી શકશો. નોકરિયાત માટે સમય પ્રગતિકારક અને અનુકૂળ નીવડશે. કાર્યસફળતાના યોગ છે. જવાબદારીઓ પાર પડતી જણાય. વેપાર-ધંધા માટે ગ્રહો મદદકર્તા થશે. સારા મકાનમાં રહેવા જવાની ઇચ્છા સાકાર થાય. સંપત્તિના પ્રશ્નો સફળતાથી ઉકેલાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપના સર્જનાત્મક કામોમાં સાનુકૂળતા મળતા આનંદ-ખુશી વર્તાય. મનની ઇચ્છાઓ બર આવતી જણાય. બેચેનીનો બોજો હળવો થશે. આ સમયગાળામાં આર્થિક મૂંઝવણોનો ઉપાય મળશે. કોઈ મદદોથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો કરશો તો સફળ થશે. અવરોધોને ઓળંગી શકશો. નોકરિયાતો માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશે તો મળવાની આશા છે. વિરોધીઓ ફાવશે નહિ. નવી નોકરી મેળવી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે પ્રગતિકારક તક મળશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં હજી એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરશો. ધીરજ અને સ્વસ્થતા ટકાવી રાખશો તો કોઇ પણ મુશ્કેલી પાર કરી શકશો. વેપાર-ધંધાની કામગીરીમાં મુશ્કેલીના કારણે જવાબદારીઓ વધશે. મકાન-મિલકતની સમસ્યાઓ કે મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. આ પ્રકારના કામકાજો માટે સાનુકૂળતા જણાશે. કૌટુંબિક સંપત્તિ સંબંધિત પ્રશ્નો હલ થશે. કુનેહપૂર્વક સમસ્યા હલ કરવા સલાહ છે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક પ્રવૃત્તિઓથી આનંદ મળે. માનસિક બોજો હળવો થાય. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધે. ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. કોઇના વિશ્વાસે ધિરાણ કરવું નહિ. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મૂંઝવણ-ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે. તેને લગતા ખર્ચ વધે, પણ ધાર્યું કામ ન થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી મનોવેદનાઓ અને વ્યથાઓ હળવી બને તેવો પ્રસંગ સર્જાશે. ઇશ્વરીય શક્તિ સહાયભૂત બનશે. જોઈતી તક સામેથી આવશે. આવકવૃદ્ધિનો માર્ગ મળશે. પરિસ્થિતિ સુધરતી જણાય. માથા પર રહેલી જવાબદારીઓ અદા કરવા માટે જરૂરી મદદો મેળવી શકશો. તમારા નોકરીના પ્રશ્નો હલ થશે. પ્રગતિ થાય. ખટપટો કરનારા ફાવશે નહિ. ગૂંચવણોમાંથી બહાર નીકળશો. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ ભાવિની તકો વધે. જમીન-મકાનને લગતી બાબતો માટે પ્રતિકૂળતા હશે તો સાધારણ સુધારો જણાશે. ખર્ચ-ચિંતા વધવાનો યોગ છે. સંયુક્ત કૌટુંબિક મિલકતોના વિવાદો ઘેરા બનતા જણાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter