તા. ૨૦ જુલાઇ થી ૨૬ જુલાઇ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 19th July 2019 07:17 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ કામગીરીના બોજાના કારણે આપની યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા યા તાણ સૂચવે છે. આર્થિક તકેદારી રાખજો. કૌટુંબિક તેમજ આરોગ્ય માટેના ખર્ચાઓ ઉપરાંત નવીન મૂડીરોકાણના કારણે માથા પરનો બોજો વધે. હજુ સંતોષકારક આર્થિક સ્થિતિ થવામાં વિલંબ જણાશે. ઉઘરાણી અથવા અન્ય અટવાયેલાં નાણાં મળતા થોડી રાહત વર્તાશે. નોકરિયાતને કામની જવાબદારીનો બોજ વધશે.

વૃષભ (બ,વ,ઉ,)ઃ આ સપ્તાહમાં માનસિક તંગદિલી ઘટશે. સાનુકૂળતાના કારણે તમે વધુ આનંદ પામી શકશો. ચિંતા-ઉપાધીના પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય થઈ શકશે. આપની જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા યોગો નથી. બલ્કે જે છે તે ખર્ચાતા નાણાંભીડ સર્જાશે. આ સમયગાળામાં જૂના લેણાંની રકમો મળવાથી આર્થિક વહેવારો નભી જશે. નોકરિયાત માટે આ સમય પ્રોત્સાહક છે. સફળતાના યોગ છે. બઢતીનો માર્ગ ખુલશે. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભ વધશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયના ગ્રહયોગો કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી સંતોષકારક લાભ પ્રાપ્ત થાય નહિ. ઘણી મહેનત કરવા છતાં ફળ ઓછું જોવા મળે. ધારી આવક મળે નહીં. શેરસટ્ટામાં પડવું નહીં. તમારા વ્યવસાયના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે અને. વધુ મહેનતે તેનો ઉકેલ મળશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયગાળામાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળે. મનની સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીઓનો સહકાર મળતા સાનુકૂળતા જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમયમાં નાણાંભીડ વર્તાશે. આપની નાણાંકીય જરૂરિયાત યા અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકશો. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે તો સાથે સાથે કરજનો ભાર પણ જણાશે. નોકરિયાતોને સ્થળાંતર, પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક આવે. ઉપરીનાં સંબંધો સાનુકૂળ બને. આ સમયમાં વેપાર-ધંધાના ક્ષેત્રે રહેલી સમસ્યાઓ સુખદ રીતે ઉકેલાશે.

સિંહ (મ,ટ)ઃ આવનાર સમય માટે યોજનાઓ વિચારી લેવી પડશે અને એ પ્રમાણે આર્થિક નવરચના કરવી પડશે. ખોટા ખર્ચ વધે નહીં તે જોવું રહ્યું. ગૃહજીવનમાં વધુને વધુ સંતાપ જણાશે. ઘર્ષણ અને ઝઘડાઓ ઉદભવ્યા કરે. સંતાનોનો પણ સાથ ન મળે. તેમના પ્રશ્નો અંગે ધાર્યું ન થાય. નોકરિયાતને ધારી સફળતા માટે કોઈની મદદ લેવી પડશે. ધંધા-વેપારમાં આપનું ધાર્યું થાય નહીં. જોઈએ તેટલી સફળતા સાંપડશે નહીં. ચિંતા જણાશે. વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહનો પ્રારંભ તમને આશાસ્પદ અને ઉત્સાહવર્ધક છે. જોકે તમે પ્રયત્નો છોડી દેશો તો કામ બનશે નહીં. વિઘ્નોની પરવા કરતા નહીં. નાણાંકીય મુશ્કેલીનો અનુભવ તમારી હિંમત ઘટાડશે. ખર્ચ પર કાપ મૂકવો જરૂરી બનશે. આર્થિક આયોજન કરીને લાભ ઉઠાવી લેજો. પ્રયત્નો જરૂર ફળશે. ગૃહજીવનના પ્રશ્નોને કુનેહથી ઉકેલજો. ગેરસમજો ટાળી શકશો. પ્રવાસ-યાત્રા સરળ બનશે. કોર્ટકચેરી અને સરકારી કામમાં ધારી સફળતા મળે નહીં. નોકરીના પ્રશ્નો અને ધાર્યું ન થાય. ઉપરીનો સહકાર ન મળે. સહકર્મચારી જોડે વાદવિવાદ ટાળજો.

તુલા (ર,ત)ઃ આ સમયમાં તમારી ઇચ્છાઓને મનમાં દબાવી રાખવી પડશે. પરિણામે માનસિક ઉદ્વેગ અને ચિંતા રહે. તમારી અપેક્ષાઓને કાબૂમાં રાખશો તો જરૂર રાહત અનુભવશો. આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. ખર્ચને અંકુશમાં રાખવા પડશે. મિત્ર કે સ્વજન દ્વારા મદદ પ્રાપ્ત કરી શકશો. નાણાંકીય દૃષ્ટિએ સાચવીને આયોજન કરશો તો અટવાયેલા લાભો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતને એકંદરે સાનુકૂળતા રહેશે. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ પુરુષાર્થ જરૂરી થશે. મહિલા વર્ગ માટે ઠીક ઠીક સમય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ ઘણું પ્રવૃત્તિમય પુરવાર થશે. વધારાના કામકાજની જવાબદારીના કારણે માનસિક તાણ વર્તાશે. વળી, યોગ્ય પ્રશંસા ન મળતાં નિરાશા યા ઉદ્વેગ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય છે. નોકરી બાબતે ગ્રહયોગો સાથ આપતા વિકાસ થાય. અંગત મૂંઝવણો ઉકેલાશે. મહત્વની તક ઉન્નતિ તરફ દોરી જાય. બઢતી-બદલીના પ્રશ્નો હલ કરવા પ્રયત્નો વધારજો. જીવનસાથી સાથે ગેરસમજ સર્જાય નહીં તે જોવું રહ્યું.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયગાળા દરમિયાન સમય-સંજોગમાં પરિવર્તન નિહાળી શકશો. સંજોગો સાનુકૂળ બનતા જણાશે. તમારી મહેનતનું ફળ મળતાં પ્રસન્નતા સર્જાશે. આર્થિક મૂંઝવણમાંથી બહાર આવવાનો માર્ગ મળે. કોઈ લાભ કે ઉઘરાણી ફસાયેલાં હશે તો તે પણ આ સમયમાં મેળવી શકશો. ખર્ચના નવા પ્રસંગો ઊભા થતાં જણાશે. જમીન-મકાનની મુશ્કેલી યથાવત્ રહેતી જણાશે. મકાન ફેરબદલીના કાર્યમાં મુશ્કેલી જણાશે. કૌટુંબિક મિલકત અંગેનો વિવાદ વધશે. નોકરિયાતને એકંદરે સાનુકૂળતા રહેશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન કારણ વગરની ચિંતાના કારણે માનસિક તાણ અને અશાંતિ જણાશે. ખોટા ભય મનમાં રાખશો નહીં. તમારા પ્રયત્નો લાંબા ગાળે જરૂર સફળતા અપાવશે જ. જોકે ઝડપી પરિણામોની આશા રાખશો નહીં. કેટલાક ઉદ્વેગજનક પ્રસંગોને કારણે ચિંતા રહે. નાણાંકીય જવાબદારીઓને પહોંચી વળાય તેવું આર્થિક આયોજન થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. ધીરજ રાખીને આયોજનબદ્ધ આગેકૂચ કરશો તો કામકાજ અવશ્ય ઉકેલાશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુ ગૂંચવાતા જશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગે. નોકરિયાતોને અંતરાય હશે તો દૂર થશે. તેમના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થશે. બઢતી- બદલીના પ્રશ્નો ઉકેલવામાં મદદ મેળવી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. મકાન-મિલકતના પ્રશ્નો માટે હજી સાચવજો. સમયનો સાથ જણાય નહીં. સમસ્યા વધુ ગૂંચવાતી જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળા દરમિયાન કોઈ સર્જનાત્મક અને અગત્યની કામગીરીને સફળ બનાવી શકશો. તમારા પુરુષાર્થનું મીઠું ફળ ચાખવા મળે. હાથ ધરેલા કામકાજો સરળતાપૂર્વક ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગો વધવાથી તેમજ આવકમાં નજીવા વધારાથી નાણાંભીડ જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય પ્રગતિકારક જણાય છે. નોકરિયાત વર્ગને મુશ્કેલીનાં સંજોગો હોય તો તેમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. મકાન-મિલકત મુદ્દે વાતાવરણ અવરોધક જણાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter