તા. ૨૩ સપ્ટેમ્બર થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 23rd September 2017 04:19 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય વધુ મૂંઝવણ અને એક પ્રકારની અજંપાની ભાવનાથી બોજો સૂચવે છે. ધીરજ દાખવવી પડે. અકળામણ વધશે. તમે જે લાભની આશા રાખો છો તે હજુ આ સમયમાં મળે તેમ નથી. આવકના નવા માર્ગ મળે નહિ. શેર-સટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડે. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની લાભદાયક તકો મળે. સંજોગો અનુકૂળ થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધશે. માંગલિક પ્રસંગોનું આયોજન થશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ દરમિયાન મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકે. નિરાશાના વાદળો વિખેરાતાં જણાય. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. નોકરિયાતો માટે સફળતા તેમજ પ્રગતિની તકો વધે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે તેમજ લાભદાયી કાર્ય પાર પડે. જમીન મકાનના કાર્ય માટે આ સમય શુભ જણાય છે. જીવનસાથીથી મતભેદો થાય. લગ્ન-વિવાહના પ્રશ્નો ગૂંચવાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયગાળામાં મનોસ્થિતિ તણાવયુક્ત બનતી જોવા મળે. અશાંતિ કે તાણના બનાવોથી મુક્તિ મેળવવામાં ગ્રહો મદદરૂપ નીવડશે. અલબત્ત કેટલાક અન્ય વ્યક્તિઓ સાથેના માનસિક સંઘર્ષોના પ્રસંગો સર્જાય. કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. અટવાયેલા લાભ કે આવક મેળવવા માટે તમારા પ્રત્નો સફળ થશે. કૌટુંબિક ખર્ચ પણ આવી પડે. નોકિરયાતના પ્રશ્નો હલ થતાં જણાય. યશ-માન મળશે. કામની કદર થશે. નવીન સારા સમાચાર મળે.

કર્ક (ડ,હ)ઃ નિર્ધારિત કાર્યોમાં સફળતા મળતાં આનંદ-ખુશી જણાય. મનની ઈચ્છાઓ સાકાર થતી જણાય. બેચેનીનો બોજ હળવો થાય. નાણાંકીય મૂંઝવણનો ઉપાય મળશે અને મિત્રો-સ્વજનોની મદદથી તમારી ચિંતા દૂર થશે. તમે જે લાભના પ્રયત્નો કરશો તો સફળ થશે. અવરોધોને પાર કરી શકશો. નોકરિયાત માટે આ સમય મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશે તો મળવાની આશા છે. વિરોધીઓ ફાવશે નહીં. નવી નોકરી મેળવી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જોવાશે. સંતાનો અંગેની ચિંતા હળવી થાય. પ્રશ્નોનું નિરાકરણ મળશે. માંગલિક કાર્યોનું આયોજન થાય.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં માનસિક જુસ્સો જાળવવો પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા મળશે નહીં. આથી ઉલ્ટું નિષ્ફળતા જોવી પડશે. ભલે વિપરીત સંજોગો દેખાય, ચિંતા કરશો નહીં. તમારી આવક અને જાવક પર વિશેષ ધ્યાન આપજો. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળતા અપાવનારો છે. અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડે. સારી તક મળે. વેપાર-ધંધામાં ઉન્નતિ જણાય અને વિરોધી-હરીફો પર વિજય મળે. મકાન-સંપત્તિની બાબતો માટે હજી ખાસ સાનુકૂળતા જણાય નહીં.

કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત બાબતોના કારણે અજંપો, વ્યથા અનુભવતા મનને સક્રિય રાખશો તો વધુ નિરાશામાંથી ઊગરી શકશો. આવકમાં વૃદ્ધિને અવકાશ જણાતો નથી. ચૂકવણીઓની સામે ઉઘરાણી મેળવવા પ્રયત્ન કરશો તો થોડાઘણા અંશે સફળતા મળશે. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ મળે. અવરોધોમાંથી નીકળાશે. બદલીનો યોગ પણ જણાય છે. ધંધાની વૃદ્ધિ વિકાસના પગલાં સંબંધિત આયોજનો માટે આ સમય ઉપકારક છે. મકાન-ખરીદ વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા પૂર્ણ થાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં માનસિક મૂંઝવણ વધે તેવા પ્રસંગો પેદા થશે. ધાર્યું કામ સારી રીતે પાર ન પડવાથી તાણ વધશે. અંગત અને સાંસારિક પ્રશ્નોથી તમારી સ્વસ્થતા અને શાંતિમાં ખલેલ પડશે. નાણાંકીય બાબતોમાં વધુ પ્રયત્ને સફળતા મળે અને લોન તથા કરજરૂપે આવક ઊભી થાય. મિત્રોની મદદ મેળવી શકશો. નોકરીના કામ માટે આ સમય શુભ નથી. આ સમય જવાબદારીનો બોજો સૂચવે છે. માનસિક બોજ અને વિષાદ વધશે. પ્રતિકૂળ સંજોગો જણાશે. જોકે સંતાનો તરફથી સારા સમાચાર મળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. નાણાંકીય પરિસ્થિતિ વધુ કથળે નહીં તે માટે ખર્ચ પર કાપ મૂકવો પડશે. તમારી આવક વધારવાના પ્રયત્નો સફળ થાય. મકાન-મિલકત અંગે સમય સાનુકૂળ બનશે. ખરીદ-વેચાણ સંબંધિત ધાર્યું કામ કરવામાં વિઘ્ન આવશે. લગ્ન-વિવાહ અંગેની વાતચીતો ફળશે. કૌટુંબિક પ્રશ્નોને હલ કરી શકશો. મિત્રો-સ્વજનો મદદરૂપ બનશે. વિવાદોમાં સમાધાન થશે. ધર્મભાવ અને સાધુ-સંતોનું માર્ગદર્શન લાભ અપાવશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહમાં માનસિક શાંતિ અને આનંદ જણાશે. પ્રગતિકારક સંજોગો નવી આશા પ્રેરશે. મૂંઝવણો હલ થાય. અગત્યના નાણાંકીય પ્રશ્નો હલ થતાં સફળતા સાંપડે. ઉઘરાણી-દેવાના પ્રશ્નો પતાવી શકશો. તમારા માર્ગમાં આવતાં વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લાં પડતાં જણાશે. ઉપરી અધિકારી સાનુકૂળ વલણ દાખવશે. વેપાર-ધંધાની નવીન તકો મળે. મકાન-જમીનને લગતી બાબતો કાળજીપૂર્વક હાથ ધરજો. જીવનસાથીનો પ્રેમ-સહકાર મેળવી શકશો.

મકર (ખ,જ)ઃ તમારા મનની મુરાદ આ સમયગાળામાં ફળશે નહીં. કામમાં ગૂંચવાડો ઊભો થતો જણાય. આર્થિક તકલીફો વધતી જણાય. કૌટુંબિક કારણસર પણ અણધાર્યા ખર્ચ આવશે. નોકરિયાતોને ઉપરી વર્ગથી સાચવવું જરૂરી. સહકર્મચારી સાથે વાદવિવાદમાં ઊતરવું નહિ. વેપાર-ધંધાના ક્ષેત્રે નવી તકો ભવિષ્યમાં લાભદાયી થઈ પડશે. વિરોધીઓ પાછા પડતા જણાય. કૌટુંબિક સંપત્તિ અંગે આ સમયમાં મહત્ત્વનો નિર્ણય લઈ શકશો. જમીન-મકાન અગે ધાર્યું થાય નહીં. વધુ પ્રયત્નો જારી રાખવા પડે. જીવનસાથી સાથે ઘર્ષણમાં ઉતરશો નહિ. મહાપુરુષોની મુલાકાત ફળદાયી બનશે.

કુંભ (ગ,શ,ષ,સ)ઃ આ સમયમાં મન પરનો બોજ ઊતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહવર્ધક બનશે. તમારા જરૂરી ખર્ચ કે મૂડીરોકાણ અંગે ઇચ્છિત સહાય મેળવી શકશો. કામકાજો અટકશે નહીં. ખર્ચને પહોંચી શકશો. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. અટવાયેલાં લાભ મેળવી શકશો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ધંધા-વેપારના કાર્યો વિના વિઘ્ને પાર કરી શકશો. સફળતા મેળવી શકશો. શત્રુઓ ફાવશે નહિ. મકાન-જમીનના કામકાજો કરવા માટે જોઈતી તકો અને સાનુકૂળતાઓ મેળવશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયના યોગો કેટલીક સાનુકૂળ અને નવીન પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. માર્ગ આડેના અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી સંતોષકારક લાભ પ્રાપ્ત થાય નહીં. વધુ મહેનતે ઓછું ફળ મળે. ધારી આવક થાય નહીં. શેરસટ્ટામાં નુકસાન જણાય. તમારા વ્યવસાયના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે. જોકે વધુ મહેનતે તેનો ઉકેલ પણ સાંપડશે. નોકરિયાત હો તો ધીરજ અને શાંતિથી ચાલવા સલાહ છે. નવા પરિવર્તનો જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતાની સામે અંતરાયો વધુ જણાશે. સંતાનો તરફથી આત્મીયતા વધશે.


comments powered by Disqus


The Expansion of Heathrow Airport


Dear valued reader,

Here at Gujarat Samachar, we are conducting an investigation in to the potential impacts of the expansion of London's Heathrow Airport. Following Parliaments' approval of the construction of a third runway, we are seeking to gain a better understanding of how the public feels regarding this sizeable proposal. We ask that you reply to our questionnaire so that we can get a feel of how our readers view the potential expansion. Views of those local to West London are particularly welcome.



to the free, weekly Gujarat Samachar email newsletter