તા. ૨૪ જુલાઇ ૨૦૨૧થી ૩૦ જુલાઇ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 23rd July 2021 08:42 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય દરમિયાન તમારી હિંમત અને સ્વસ્થતાને ટકાવી રાખવી પડશે. ખોટો ભય અને ચિંતા રાખશો નહીં. નિરાશા તેમજ નકારાત્મક વિચારોને છોડી દેશો તો આગળ વધી શકશો. નાણાકીય દૃષ્ટિએ સમય થોડો વધુ તકલીફવાળો રહેશે. કૌટુંબિક કારણોસર ખર્ચાનું પ્રમાણ વધુ જોવા મળે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં હજી થોડી વધારે ધીરજથી કામકાજ કરવા જરૂરી જણાય. કોર્ટ-કચેરીના કાર્યો અહીં પૂરા થઈ શકશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન ઘણાં ઉતાર-ચઢાવ જોવા મળશે. કોઈક મોટી જવાબદારી તમારા ઉપર આવી શકે છે. કૌટુંબિક કે માંગલિક પ્રસંગોને કારણે વ્યસ્તતામાં વધારો જોવા મળી શકે છે. વ્યવસાયિક કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. આવક માટે આ સમય એકંદરે આપને સારો સાથ-સહકાર આપી શકશે. તંદુરસ્તી સંબંધિત સમસ્યાઓને કારણે મન થોડું બેચેન રહ્યા કરે. નોકરીમાં પ્રગતિકારક તકો હાથ લાગે.
મિથુન (ક,છ,ઘ)ઃ આપના પ્રયત્નોને સફળતા મળતી જણાય. વિકાસની નવી તકો સાંપડશે. કાર્યદક્ષતા વધારીને તકોનો લાભ મેળવી શકશો. આવકવૃદ્ધિ માટેના નવા રસ્તાઓ મળતા માનસિક તણાવ ઓછો થાય. વ્યવસાયિક ક્ષેત્રમાં કોઈક અણધારી મદદ મેળવી શકશો. વિવાહ ઈચ્છુક માટે સારા સમાચાર આવી શકે છે. નવા મકાનની ખરીદીને લઈને વાતચીતનો દોર શરૂ થઈ શકે છે. પ્રવાસ-પર્યટનથી આનંદની લાગણી અનુભવાય.
કર્ક (ડ,હ)ઃ ધાર્મિક તેમજ આધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો સમય વધુ વ્યતિત થાય. જેના કારણે તમારી આસપાસનું વાતાવરણ પણ સુધરતું જોવા મળે, જે કામ હાથ પર લેશો તે પૂરું નહીં કરો ત્યાં સુધી શાંતિથી બેસી શકશો નહીં. નોકરી-વ્યવસાયમાં પણ તમારે ધ્યાન વધુ કેન્દ્રિત કરવું પડશે. લગ્નઈચ્છુકોને સમય સાનુકૂળ થતો જોવા મળશે. સ્વાસ્થ્ય સંબંધિત થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
સિંહ (મ,ટ)ઃ તમારા અંગત પ્રશ્નોનો ઉકેલ કોઈક નજીકની વ્યક્તિના સલાહ-સૂચન થકી મેળવી શકશો. આ સમય ખાસ કરીને આપના આત્મવિશ્વાસ અને ધીરજની કસોટી કરાવે. તમારી ભાવનાઓ અને ઉદારતાનો કોઈ ખોટો ફાયદો ના ઉઠાવે એનું ખાસ ધ્યાન રાખજો. આર્થિક રીતે અટવાયેલા કે ફસાયેલાં નાણાં પરત મેળવી શકશો. નવી નોકરીની શોધખોળ કરનારા માટે સારી એવી જગ્યાઓ પરથી પસંદગી થઈ શકે છે. વ્યવસાયિક રોકાણો થકી ફાયદો થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ મૂંઝવણોમાં વધારો થતાં મન પરનો બોજો વધતો જોવા મળે. જોકે, સમયનો સાનુકૂળ ઉપયોગ કરશો તો એમાંથી બહાર આવી શકશો. જમીન-જાયદાદને લગતા અટકેલાં કામો અહીં પૂરા થતાં નાણાકીય સદ્ધરતામાં વધારો થાય. વ્યવસાયિક ક્ષેત્રમાં માન-સન્માન તેમજ તમારું વર્ચસ્વ વધતું જોવા મળે. જીવનસાથી સાથેના સંબંધોના મતભેદો ઓછા થતાં જણાય.
તુલા (ર,ત)ઃ કોઈની સાથે ખોટા વાદવિવાદમાં પડશો નહીં. તમારી વાણી થકી જીવનમાં સમસ્યાઓ ઊભી ન થાય એનું ખાસ ધ્યાન રાખશો. રાજનીતિમાં પડેલા વ્યક્તિઓએ પોતાના દરેક પગલાં ખાસ ધ્યાનથી આગળ વધારવા. આર્થિક મુશ્કેલીઓનો અંત આવે, છતાં ખર્ચાઓ પર કાબૂ રાખવો જરૂરી રહેશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં સહયોગી કે કર્મચારીની મદદ દ્વારા અટવાયેલા કાર્યોમાં સફળતા મેળવી શકશો. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.
વૃશ્ચિક (ન,ય)ઃ મનમાં રહેલી ઈચ્છાઓ આ સમય દરમિયાન પૂરી કરી શકશો. નાણાકીય કામગીરીને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયો અંગે કોઈ ખાસ સલાહકાર સાથે ચર્ચા-વિચારણા કરી આગળ નિર્ણય લેશો. નોકરિયાત વ્યક્તિઓ પોતાની કાર્યસિદ્ધિ થકી બઢતી પ્રાપ્ત કરશે. સ્વાસ્થ્યસંબંધી સામાન્ય સમસ્યાઓનો સામનો કરવો પડે. કોર્ટ-કચેરીના કાર્યોમાં તમારો વિજય થાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી એનર્જીનો ઉપયોગ કોઈ સારા કાર્યો માટે કરશો જેથી તેનો પોઝિટિવ લાભ પણ પ્રાપ્ત થઈ શકે. તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાથી અડધા કામ આપમેળે જ પૂરા કરી શકશો. બાળકોને લગતી સમસ્યાઓનું સમાધાન મળવાથી ચિંતા દૂર થાય. આવકની દ્રષ્ટિએ અહીં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડશે. કાર્યક્ષેત્રમાં વ્યસ્તતામાં થોડોક વધારો જોવા મળે. પરિવારના સુખ-શાંતિ જાળવી રાખવાના પ્રયત્નો તમારે જ કરવા પડશે.
મકર (ખ,જ)ઃ તમારા ગ્રહયોગોની દૃષ્ટિ તમારા ભાગ્ય માટે ઉત્તમ પરિસ્થિતિ બનાવી શકશે. તમારા દરેક સપનાંઓ અને આશાઓને પરિપૂર્ણ કરવા માટે ભાગ્ય તમારો સાથ આપશે. આર્થિક સ્થિતિમાં બેલેન્સરૂપે વધુ સદ્ધરતા પ્રાપ્ત કરી શકશો. મીડિયા અને ટેકનોલોજીના કામકાજ સાથે સંકળાયેલા લોકોને ઉત્તમ પ્રગતિકારક તકો હાથ મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતા રહે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં થોડો ઉદ્વેગ અને ઉચાટ અનુભવાય. મનોસ્થિતિને કાબૂમાં રાખવા મેડિટેશન-ધ્યાન ઉપયોગમાં આવી શકે છે. તમારી પ્રતિભાને સમજી યોગ્ય દિશામાં કામ કરશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્થિક સ્થિતિ કાબૂમાં રાખવા માટે ખર્ચા પર નિયંત્રણ આવશ્યક બની રહેશે. કાર્યક્ષેત્રમાં જરૂરી ફેરફાર લાવશો તો એ આપના જ ફાયદામાં રહેશે. માંગલિક પ્રસંગોને કારણે થોડોક આનંદ પ્રાપ્ત કરી શકશો. પ્રવાસથી લાભ થાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈક પ્રભાવશાળી વ્યક્તિ થકી લાભ પ્રાપ્ત કરશો. આપના ધારેલા કાર્યોને પૂર્ણ કરવા અથાગ મહેનત કરવી પડે. સફળતા અચૂક હાથ લાગશે. શેર-સટ્ટાથી બચીને રહેજો નહીં તો મોટા નુકસાનના ભોગ બનવાની શક્યતા છે. નોકરીમાં બદલીની શક્યતાઓ રહેશે. વ્યવસાયિક ગતિવિધિ હાલ થોડી ધીમી ગતિથી આગળ વધતી જોવા મળશે. કામકાજ સાથે પારિવારિક જવાબદારી પ્રત્યે પણ સજાગતા દાખવવી જરૂરી રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter