તા. ૨૫ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 24th January 2020 08:00 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ અગત્યના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળતાં ઉમંગ-ઉત્સાહ વધશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાત્મક અને સાનુકૂળ બનતો જણાશે. આવકવૃદ્ધિનો નવો માર્ગ મળે. તમારા વ્યવહારો ચલાવવા પૂરતી નાણાકીય વ્યવસ્થા કરી શકશો. નોકરીમાં પરિસ્થિત સાનુકૂળ રહેતી જણાશે. તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં. નોકરીના ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળતી જણાય. વ્યવસાયિક રીતે આશાસ્પદ સમય જણાય છે. સંપત્તિની બાબતોમાં સાનૂકૂળતા જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં વધારાના કામનું દબાણ તથા ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જણાય નહિ. પ્રતિકૂળતાના કારણે કામ ધાર્યા સમયમાં પાર પડે નહીં. મકાન સંબંધિત સમસ્યા જણાશે. નોકરિયાતોને પુરુષાર્થનું ફળ જોવા મળે. બદલી કે પરિવર્તનની ઇચ્છા હશે તો યોગ્ય તક મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિની તક મળે. કૌટુંબિક સંપત્તિની લે-વેચમાં પણ વિઘ્ન આવે. મકાન-મિલકતના કામકાજો અંગે ગ્રહયોગો ઠીક ઠીક સાનુકૂળ બનતા જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન કાર્ય સફળતા અને જરૂરી સગવડો મળતા માનસિક રાહત અનુભવશો. નિર્ધારિત લક્ષ્ય પાર પાડવા મહેનત વધુ કરવી પડે. આવક વધારવાના પ્રયત્નો ફળદાયી નીવડશે. આર્થિક પ્રશ્નોના ઉકેલનો કોઈ માર્ગ મેળવી શકશો. ધંધાકીય ક્ષેત્રે તમને આગળ વધવાની તક મળશે તે ઝડપી લેજો. નોકરિયાત વર્ગને હજી સ્થિતિ યથાવત્ રહેતી જણાશે. પ્રગતિના માર્ગ આડે અવરોધો જણાશે. જમીન-મકાનની કામગીરીમાં વિકાસ થાય. શત્રુઓના હાથ હેઠા પડે. દામ્પત્યજીવનમાં મતભેદો નિવારી શકશો.

કર્ક (ડ,હ)ઃ આ સમયગાળામાં કોઇ પણ મુદ્દે ઉતાવળે નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવવા જરૂરી. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. નોકરિયાત જો સારી નોકરી મેળવવાનો પ્રયાસ કરતા હોય તો સફળતા મળે. મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકશો. સહકર્મચારી કે ઉપરી સાથેના સંબંધો સાચવજો. સંપત્તિ સંબંધિત પ્રશ્નો અંગે પરિસ્થિતિ મિશ્ર જણાશે. આશા વધે, પણ ખરેખર લાભ ન મળે. પ્રશ્નો યથાવત્ રહે. ગૃહજીવનમાં ખોટી ગેરસમજથી અશાંતિ જાગે.

સિંહ (મ,ટ)ઃ મનોવ્યથા અને બેચેની વધે તેવા પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. ધીરજ રાખવી અને સંયમથી કામ લેવું જરૂરી. તમારી આવક કરતાં ખર્ચ અને ચૂકવણી વધુ રહેતા ચિંતામાં સમય પસાર થાય. નોકરિયાતોને આ સમયમાં જોઈતી સફળતા મળવામાં વિઘ્ન જણાશે. ઉપરીઓ સાથે ઘર્ષણ વિવાદ વધતા જણાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ પરિસ્થિતિ પ્રતિકૂળ રહેશે. મિલકતના કામમાં પ્રગતિ થાય. સફળતા જોવા મળે. લે-વેચના કામ પાર પાડી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં અનેક મૂંઝવણોમાંથી કેટલીક દૂર થવાની આશા જણાય. તમારા પ્રશ્નો એક પછી એક હલ કરી શકશો. કાર્ય સફળતા અને ઉન્નતિના સંજોગોના કારણે ઉત્સાહ વધશે. આર્થિક મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મેળવી શકશો. નોકરિયાત માટે આ સમય અગત્યના કાર્યોમાં સફળતા સૂચવે છે. ઉપરી સાથે મનમેળ સાધી શકશો. નવીન પરિવર્તનની ઈચ્છા ફળતી જણાય. વેપાર-ધંધામાં એકંદરે સાનુકૂળ સમય છે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં તમારી મનોસ્થિતિ સાનુકૂળ સંજોગોના કારણે સ્વસ્થ અને પ્રસન્ન રહેશે. કેટલાક મહત્ત્વના કામકાજો આગળ ધપતાં જણાશે. આર્થિક જોગવાઈ કરી શકશો. ઉઘરાણી અને લેણી રકમો પરત મેળવશો. તમારા વધારાના ખર્ચાઓ પણ ઊભા થાય. આવક કરતાં જાવક વધી જવા સંભવ છે. નોકરિયાત વર્ગને સારી તક આવી મળે. ઉપરીને રાજી કરી શકશો અને મુશ્કેલીમાંથી માર્ગ મેળવશો.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આરોગ્ય અંગે ચિંતા અને નાણાભીડનો અનુભવ કરાવે તેવો બની રહેશે. આ સમયમાં કોઈ મહત્ત્વની તક ખુલ્લી થતાં વિકાસનો માર્ગ મોકળો થશે. જોકે આ વિકાસ મંદ ગતિએ થતો જણાશે. નોકરિયાતો ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકશે. ઉપરી સાથે સંવાદિતા સાધી શકશો. ધંધાકીય કામકાજ ધીમી ગતિએ આગળ વધશે. સંતાનોના મામલે સમસ્યા રહેશે. મકાન-મિલકત સંબંધિત બાબતો અંગે સાનુકૂળતા રહેશે. તમારા પ્રશ્નો ઉકેલાતા જણાશે. જીવનસાથીનો સાથ-સહકાર વધે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયના ગ્રહયોગ દર્શાવે છે કે કાર્યબોજ રહેશે. આપની યોજનાઓમાં હજુ જોઈએ તેટલી ધારી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા કે તાણ વર્તાય. સપ્તાહ દરમિયાન કૌટુંબિક અને આરોગ્ય માટેના ખર્ચાઓ વધશે. નવા મૂડીરોકાણ માટે નાણાંભીડ વર્તાશે. નોકરિયાતને નવીન જવાબદારીનો બોજ વધતો હોય તેમ લાગે. વિરોધીઓ ફાવી શકશે નહીં. ધંધાદારી વ્યક્તિઓ માટે આ સમયના યોગ સફળતા, વિકાસ અને કાર્યસિદ્ધ સૂચવે છે.

મકર (ખ,જ)ઃ માનસિક સ્વસ્થતા અને શારીરિક સુખાકારી જાળવવવા તરફ વધુ ધ્યાન આપજો. માનસિક તાણ ઉપજાવે તેવા પ્રસંગો સર્જાય. આવેશ અને ઉગ્રતા કાબૂમાં રાખવા જરૂરી. આ સમય દરમિયાન આવક કરતાં જાવકનો પ્રવાહ વધી જતાં નાણાકીય સમસ્યા અને કટોકટીનો તીવ્ર અનુભવ થાય. નોકરિયાત માટે આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કામકાજોને આગળ ધપાવી શકશો. લાભની તક મળશે, ચૂકતા નહીં.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં માનસિક આનંદ અને ઉત્સાહના પ્રસંગો વધશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવી લેજો. નવીન આશાવાદી તકો મેળવી શકશો. મૂંઝવણ દૂર થતી જણાય. નાણાકીય મુદ્દે તકલીફમાંથી માર્ગ મળે. મિત્રો-સ્વજનો ઉપયોગી થાય. નોકરિયાતને આ સમય રાહત આપનાર છે. તેમના પ્રયત્નોનું સારું ફળ મળશે. સહકર્મચારીઓનો સાથ મેળવી શકશો. વેપાર-ધંધાની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકશો. વિરોધીઓ ફાવી શકશે નહીં. મિલકતના પ્રશ્નો વણઉકલ્યા રહેશે. ગૃહજીવનમાં અજંપો વર્તાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં ખોટી ચિંતા અને માનસિક ભારણના કારણે બેચેનીનો અનુભવ થાય. ખોટા વાદવિવાદથી દૂર રહેજો. લાગણીઓને મહત્ત્વ ન આપશો. નાણાકીય બાબતે આ સમયના યોગો સાથ આપતા જણાય. નોકરિયાતને પ્રશ્નના ઉકેલ માટે આ સમય સાનુકૂળ છે. તમારા ધંધાના ક્ષેત્રે ભાગીદારો સાથે કારણ વિનાનો વિવાદ જાગશે. ધંધાકીય યોજનાઓમાં કોઈ અવરોધ પેદા થાય. આવકવૃદ્ધિ માટેના પ્રયત્નો વધારજો. જમીન-મકાનના પ્રશ્નોમાં ઇચ્છિત સફળતા હાંસલ કરી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter