તા. ૨૯ જૂન થી ૫ જુલાઇ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 28th June 2019 07:21 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય હવે ઘણી સમસ્યાઓનો ઉકેલ આવવાની આશા આપી જશે. અંગત પ્રશ્નો ઉકેલાશે. પ્રગતિ અને નવીન કામકાજોનો માર્ગ મોકળો થાય. ભાગ્યની મદદ મેળવી શકશો. મનદુઃખો કે કૌટુંબિક વિવાદો ઉકેલાશે. સંતાનોના પ્રશ્નો અંગે સાનુકૂળતા વધશે. ટૂંકમાં આપના વિકાસની ભૂમિકા આ સમયમાં સર્જાશે. નોકરી-ધંધાના ક્ષેત્રે હવે સમયની સ્થિતિ સંગીન બનાવી શકશો. વિકાસ માટે માર્ગ મોકળો થશે.

વૃષભ (બ,વ,ઉ,)ઃ આ સપ્તાહમાં અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયી પુરવાર થશે. મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્ય સફળ થશે. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય. ઉઘરાણીના કામકાજો દ્વારા આવકમાં વધારો થાય. મકાન-મિલકત વગેરેથી આવક થાય. તમારા આવનારા ખર્ચાની સગવડ થઈ શકશે. ચિંતાનો ઉકેલ મળશે. નોકરિયાતોને બઢતી અટકેલી હશે તો મળશે. લાભ મળે. લાંબા સમયથી સતાવતા અવરોધ દૂર થાય. વેપારી વર્ગ માટે આ સમય સફળતા પ્રગતિસૂચક છે.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તાણના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાઓના કારણે વધુ અશાંત રહેશો. આધ્યાત્મિકતા કેળવો. તણાવ અને ચિંતાને છોડી કાર્ય કરશો તો વધુ આનંદ મેળવશો. ખર્ચાઓ વધતાં પરિસ્થિતિ વણસતી જણાય. આર્થિક બોજો - કરજ વધવાનો યોગ છે. ધારેલા લાભો કે આવક મળવામાં હજુ અંતરાય છે. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળશે.

કર્ક (ડ,હ)ઃ દ્વિધાઓ અને પરેશાનીનો અંત આવશે. વિધેયાત્મક માર્ગ તરફ જઈ શકશો. મહત્ત્વની તકો મળતા વિકાસ થતો જણાશે. મનનો આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. આ સમયમાં નાણાંકીય મૂંઝવણોનો ઉપાય મળશે. કોઈની મદદથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો કરશો તો સફળતા મળશે. અવરોધો પાર કરી શકશો. નોકરિયાતોને બઢતી - પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમે ધીમો વિકાસ જોઈ શકશો. જવાબદારીના કારણે ઝડપી પ્રગતિ ન થાય.

સિંહ (મ,ટ)ઃ માનસિક શાંતિ હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગી જશો નહીં. બલ્કે તમારો પુરુષાર્થ જારી રાખજો. વ્યવસ્થિત રહેશો તો પ્રતિકૂળ સંજોગો પણ સુધરશે. આ સમયમાં તમારી આવક અને ખર્ચની સ્થિતિને સમતોલ નહિ રાખી શકો. ધાર્યા લાભ મળવામાં હજુ અવરોધ જણાશે. વિશ્વાસઘાત અને હાનિના પ્રસંગોથી સાવધ રહેજો. આર્થિક પરિસ્થિતિ મૂંઝવણ રખાવશે. નોકરિયાતને કામનો બોજ વધશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ કારણ વિનાની ચિંતાઓ મનને અસ્વસ્થ કરી મૂકશે. અકળામણ - બેચેની વધતાં જણાશે. માનસિક તાણના ભોગ બનશો. આવક કરતા જરૂરિયાત અને ચૂકવણી વધુ રહેતાં નાણાંકીય સંજોગો વધુ મુશ્કેલીભર્યા બનશે. જૂની ઉઘરાણી તરફ વધુ ધ્યાન આપજો. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું પડે. ઉતાવળા નિર્ણયો લેવા નહિ. ઉપરીથી ઘર્ષણ વિવાદ જાગે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ કેટલાક લાભો ગુમાવવા પડે.

તુલા (ર,ત)ઃ અંગત બાબતોના કારણે અજંપો - વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની વર્તાશે. મનને સક્રિય રાખશો તો તમે વધુ નિરાશામાંથી ઉગરી શકશો. તમારું આયોજન વ્યવસ્થિત કરશો તો નાણાંકીય મુશ્કેલી અનુભવશો નહિ. આવકવૃદ્ધિ થાય, પણ બચતના યોગ નથી. અગત્યના નાણાંકીય આયોજનો પાર પાડી શકશો. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોવું રહ્યું. નોકરીમાં બદલીના યોગ પ્રબળ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આર્થિક અને પ્રગતિની દૃષ્ટિએ હવે આ સમયમાં આશાવાદી રચનાઓ થતી જણાશે. કૌટુંબિક શાંતિ મેળવી શકશો. કરજનો ભાર હળવો થાય. આ સમયમાં યાત્રા-પ્રવાસ વગેરેમાં પ્રતિકૂળતા રહે. મુશ્કેલીમાં સ્વજનો-મિત્રો મદદરૂપ બને. નવા કામકાજ માટે આ સમય સાનુકૂળ નીવડશે. આ સમયગાળા દરમિયાન મકાન-જમીન-મિલકતને લગતા પ્રશ્નો પાછળ ખર્ચ વધે. કેટલીક મુશ્કેલીઓ નડતર બનશે. નોકરી-ધંધાના ક્ષેત્રે અવરોધો કે વિઘ્નોનો સામનો કરવો પડશે. તેમ છતાંય આપનો વિકાસ થાય તેવા ઉજળા સંજોગો છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળે. મનની સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીનો સહકાર મળતાં સાનુકૂળતા વર્તાશે. આર્થિક દૃષ્ટિએ નાણાંકીય જરૂરિયાત યા અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકશો. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે. કરજનો ભાર પણ જણાશે. નોકરિયાતોને સ્થળાંતર કે જોબ પરિવર્તનનની તક મળે. નવા ક્ષેત્રમાં પ્રવેશવાની તક મળશે. ઉપરીના સંબંધો સાનુકૂળ બને.

મકર (ખ,જ)ઃ આ સપ્તાહ પ્રવૃત્તિશીલ અને સક્રિય પુરવાર થશે. અધૂરા કામકાજો પૂરા થશે. નવીન અગત્યની કાર્યવાહીઓમાં આગેકૂચ થશે. આ સમયમાં માનસિક પ્રસન્નતા વર્તાય. ભાગ્યના સાથના કારણે કાર્યમાં સાનૂકૂળ સંજોગો વર્તાય. નાણાંકીય મુશ્કેલીઓ ચાલુ રહેતી લાગે. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધવાના યોગો છે. ઉઘરાણીની કામગીરી સફળતાપૂર્વક પાર પડશે. ધંધા-નોકરીની પરિસ્થિતિમાં હવે ધીમે ધીમે સુધારો થતો જણાય. સાવચેતીથી ચાલશો તો સારા લાભ મેળવી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક સ્વસ્થતા જાળવી શકશો. જોકે કાલ્પનિક મુદ્દે ચિંતાઓ છોડવી પડશે. નજીકના સ્વજનોના વાણી-વર્તનથી માનસિક શાંતિ હણાય તેવા પ્રસંગો બનશે. નાણાંકીય જવાબદારીઓ વધતી જોવા મળશે. કોઇને ધીરધાર કરશો નહીં. વગર વિચાર્યા સાહસમાં પડવું નહીં. આ સપ્તાહમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. વિરોધીઓના કારણે થોડી પ્રતિકૂળતા જણાશે. ધંધા-વેપારમાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી લાગે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આસપાસનો માહોલ અને સંજોગો માનસિક તણાવનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતા પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. લાંબા સમયથી અટકેલા લાભો મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ વધશે. નોકરિયાતોને પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહજનક જણાશે. મકાન-મિલકતની લે-વેચનું કાર્ય પાર પાડી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter