તા. ૨૯ ફેબ્રુઆરી થી ૬ માર્ચ ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 28th February 2020 04:52 EST
 
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં માનસિક સ્વસ્થતા અને સંયમ જાળવવા જરૂરી. આશંકા-ભયની લાગણીને મનમાંથી હાંકી કાઢશો તો સુખ માણી શકશો. ચિંતા છોડજો. આવકનો નવો માર્ગ મળશે. સારી તકો મળશે. આવકની સામે ખર્ચ પણ રહેશે. નુકસાનના પ્રસંગો બનશે. જૂના લાભ અટવાયા હોય તો તે મળતા જણાય. નોકરીનાં ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી નીવડે. સફળતા સાંપડે. નોકરીમાં પરિવર્તન ચાહતા હો તો પ્રયત્નો કરવાથી લાભ મળે. ધંધાકીય ક્ષેત્રે મુશ્કેલીઓ દૂર થઈ સાનુકૂળતા જણાશે. નવા કામનો પ્રારંભ થાય. મકાન-સંપત્તિને લગતી બાબતો માટે આ સમય મિશ્ર જણાય છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક સ્થિતિ અસ્વસ્થ અને બેચેનીભરી જણાશે. નાણાકીય સંજોગો ગમે તેટલા વિપરિત હશે તો પણ તેમાંથી બહાર નીકળવાનો યોગ્ય માર્ગ મેળવી શકશો. નાણાકીય વ્યવસ્થા થઈ શકશે. નોકરી- ધંધાના ક્ષેત્રે આ સમય દરમિયાન સાનુકૂળતા અને સંજોગોનો લાભ લઈ લેજો. ગાફેલ કે આળસુ બનશો નહીં. તમારા વિકાસ યા પ્રગતિ માટેની તક મળતી લાગે. મકાન-મિલકત યા ભાડાના મકાન અંગેની બાબતો માટે આ સમય સફળતા સૂચવે છે. હિતશત્રુઓની બાજી પલટી શકશો. કૌટુંબિક કે ગૃહજીવનને લગતી સમસ્યાઓ અને વાદ-વિવાદને કુનેહથી પાર પાડજો.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક રાહત વર્તાશે. સર્જનાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય. સપ્તાહ દરમિયાન તમારા મહત્ત્વના કામકાજો દ્વારા તમે વધુ સારી તક અને સફળતા મેળવી શકશો. માનસિક તાણ કે અશાંતિથી હવે રાહત મળશે. પ્રોત્સાહક પ્રસંગો સર્જાશે. આ સમયમાં તમને નાણાંભીડ તથા ચિંતાનો અનુભવ થશે. ધાર્યું ફળ મળે નહીં. ઘણા પુરુષાર્થ બાદ નાણાંની જોગવાઈ કરવાના કામો પાર પડશે. તમારી જરૂરિયાતો પૂરતાં નાણાંની આવક ઊભી થાય. શુભ પ્રસંગોથી આનંદ-ઉલ્લાસ વર્તાય.

કર્ક (ડ,હ)ઃ પુરુષાર્થ યોગ્ય દિશામાં કરવાથી નિશ્ચિત સફળતા સાંપડશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. આગળ વધો અને સફળતા મેળવો. કાર્યશીલ રહેશો, ધીરજ ધરશો તો આર્થિક સમસ્યા ગમેતેટલી ઘેરી હશે તો પણ હલ થશે. એકાદ મહત્ત્વના લાભની આશા ફળશે. નોકરિયાત વર્ગના માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ મોકળો થશે. વિરોધીઓ ખુલ્લાં પડશે. ઉપરી અધિકારી સાનુકૂળ વલણ દાખવશે. ધંધા-વેપારની નવીન તકો મળે. સંપત્તિ વગેરે બાબતો અંગે માનસિક ભારણ વધશે.

સિંહ (મ,ટ)ઃ મનોવેદના-વ્યથાઓ હળવી બને તેવા પ્રસંગો સર્જાશે. ઇશ્વરીય શક્તિ સહાયભૂત બનશે. જોઈતી તક સામેથી આવીને મળશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. પરિસ્થિતિ સુધરશે. માથા પરની જવાબદારીઓને અદા કરવા માટે જોઈતી મદદો મેળવી શકશો. વિશ્વાસે ધીરધાર કરવી નહિ. નોકરીના પ્રશ્નો હલ થશે. પ્રગતિ થાય. ખટપટો કરનાર ફાવશે નહિ. ગૂંચવાડામાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ ભાવિની તકો વધે. જમીન-મકાનને લગતી બાબતો માટે પ્રતિકૂળતા હશે તો સાધારણ સુધારો જણાશે. ખર્ચ - ચિંતા વધવાના યોગ છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ લાગણીના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો નહિ તો મુશ્કેલીઓને કુનેહપૂર્વક પાર કરી શકશો. ઝડપી લાભની લાલચમાં નુકસાનીના ખાડામાં ન જઇ પડતાં. આવકનું પ્રમાણ વધવાના યોગ નથી. બલકે વધુ પડતાં ખર્ચાઓ રહેવાના યોગો પ્રબળ છે. સાચવીને નાણાં વાપરવા સલાહ છે. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોવું રહ્યું. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે. બદલી-બઢતીના યોગ પ્રબળ છે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં રચનાત્મક પ્રવૃત્તિમાં સફળતા મેળવી શકશો. તમે હવે મહત્ત્વના વળાંક તરફ જતાં હો તેમ લાગશે. આયોજન કરીને સમયનો બરાબર ઉપયોગ કરી લેજો. આવક વધારવાનું આયોજન ફળશે. વધારાની આવક પણ થાય. જોકે, તમારી આવકના પ્રમાણમાં ખર્ચ પણ વિશેષ થવાનો યોગ હોવાથી ઠેરના ઠેર જેવી સ્થિતિ સર્જાય. જરૂરિયાત પૂરતી જોગવાઈ થઈ પડશે. નોકરિયાતો માટે ગ્રહયોગો શુભ જણાય છે. પ્રતિકૂળમાંથી માર્ગ મળશે. વિરોધીના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ અંગત બાબતોના કારણે અજંપો - વ્યથાનો અનુભવ થાય. મનને સક્રિય રાખશો તો નિરાશામાંથી ઉગરી શકશો. નાણાંકીય તકલીફોમાંથી છુટકારો મેળવી શકશો. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાઈ જશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળશે નહીં. મકાનની લે-વેચના કામમાં સાનુકૂળતા સર્જાશે. ગૃહજીવનમાં સર્જાયેલા મતભેદો કે ગેરસમજોને દૂર કરી શકશો. તમારા આરોગ્યની કાળજી લેતા રહેજો. સંતાનોના પ્રશ્નો હલ થઈ શકશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં શુભાશુભ અનુભવો થશે. લાગણી અને સ્વમાનના પ્રશ્ને દિલમાં અજંપો જણાય. તમારા ધાર્યા પ્રમાણેની પરિસ્થિતિ ન જણાતા અંતઃકરણમાં ઉત્પાત જણાય. જો તમે નોકરી કરતાં હો તો તમારા માટે હજી સારો સમય આવ્યો નથી. જવાબદારીઓનો બોજો વધતો જણાશે. પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે હજુ ધારી સફળતા મળે નહીં. મકાનના સ્થળાંતરનું કામ કે નવા મકાનની ખરીદી અંગેના કામ હજુ ખોરંભે પડતાં લાગે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં વેપાર-ધંધામાં કૌટુંબિક કારણસર માનસિક તણાવ કે કોઈ અગમ્ય અનિશ્ચિતતાની લાગણી અનુભવશો. લાંબા સમયની ઈચ્છાઓ સાકાર થતી જણાય. અગમ્ય બેચેની દૂર થતી જણાશે. આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો મૂંઝવણો-ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીનો સારા લાભ ઊભા કરી શકશો. તમારા સંપત્તિને લગતી સમસ્યાઓના કારણે ચિંતા સર્જાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય વધુ મૂંઝવણરૂપ જણાશે. એક પ્રકારના અજંપાની ભાવનાનો બોજો વર્તાશે. અકળામણ પણ વધે. તમે જે લાભની આશા રાખો છો તે હજુ આ સમયમાં મળે તેમ લાગતું નથી. આવકના નવા માર્ગ મળતા જણાય નહીં. શેરસટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડે નહીં તે જોવું રહ્યું. સારી નોકરી મેળવવાના પ્રયત્નો ફળદાયી બનતા જણાય. વર્તમાન નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા મેળવી શકશો. જીવનસાથીની તબિયત ચિંતા ઉપજાવે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મનોકામનાની પૂર્તિ માટે સંજોગોનો સાથ મળતો જણાય. અશાંતિ અને ચિંતાના વાદળો રૂત થતાં જણાય. નાણાંભીડ દૂર થાય. ખર્ચ પૂરતી જોગવાઈ કરી શકશો. નોકરિયાતોને તેમના કાર્યની કદર થતી જોવા મળે. ઉપરીનો સાથ સહકાર પણ વધે. સહકર્મચારીનો સહકાર મળે. ધંધા-વેપારમાં લાભદાયી અને સાનુકૂળ સંજોગોનો ફાયદો ઉઠાવી શકશો. ઇચ્છિત મદદ મેળવી શકશો. મકાન-વાહન અંગેની બાબતો માટેના તમારા પ્રયત્નો સફળ થાય. પ્રગતિકારક તક આવી મળશે. કૌટુંબિક અને દામ્પત્યજીવનની ગૂંચવાયેલી બાબતો ઉકેલાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter