તા. ૨ જૂન થી ૮ જૂન ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 01st June 2018 06:49 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમને કામ વિલંબમાં પડતું જણાશે. આ સમય અતિશય કામકાજનું દબાણ તથા ખર્ચના પ્રસંગો સૂચવે છે. વેપાર-ધંધા ક્ષેત્રે વધુ પુરુષાર્થે જ લાભ મેળવી શકશો. નોકરિયાત માટે નવા ફેરફારો સર્જાશે. ઊપરી સાથેના સંબંધો સાચવવા જરૂરી છે. બદલી-બઢતીનો પ્રશ્ન હજુ ગૂંચવાયેલા જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયગાળો ઘણો પ્રવૃત્તિમય અને ઉદ્યમી રહેશે. વધારાના કામકાજની જવાબદારીના કારણે માનસિક તાણ વર્તાશે. વળી, યોગ્ય પ્રશંસા ન મળતાં નિરાશા કે ઉદ્વેગ અનુભવાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય. નોકરીની બાબત માટે ગ્રહયોગ સાથ આપતાં વિકાસ થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારા જીવનમાં હવે કોઈ મહત્ત્વના પરિવર્તનની ઘટનાઓ આકાર લઈ રહી હોય તેમ જણાશે. વ્યવસાયના ક્ષેત્રે ખાસ કરીને ઉન્નતિ માટેના પ્રયત્નો ફળતા જણાય. આ સપ્તાહમાં તમે નવી નોકરી કે ધંધો કરવા તરફ પ્રેરાશો. આપની નાણાંકીય પ્રતિકૂળતા યા મુશ્કેલીનો ઉપાય મળશે.

કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહમાં તબિયતના કારણે અસ્વસ્થતા જણાય. ખોટા અને કાલ્પનિક મુદ્દે ચિંતા જણાય. નાણાંકીય દૃષ્ટિએ આ સમય કટોકટીભર્યો જોવા મળે. તમારા આર્થિક કાર્યોમાં અંતરાય જોવા મળે. ખર્ચની શકયતાઓ વિશેષ જણાય. નોકરિયાત વર્ગને માટે આ સમયગાળો પ્રગતિકારક અને સફળતા આપનાર છે.

સિંહ (મ,ટ)ઃ તમારો પુરુષાર્થ સફળ રહેતા સફળતામાં વધારો થશે. મુશ્કેલીઓના વાતાવરણમાંથી નીકળતાં જણાશો. આર્થિક સમસ્યાઓ ઘેરી બનતી જણાય તો પણ કાર્યશીલ રહી ચાલશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં તમારા કાર્યો ઉકેલાશે. ધીરજની કસોટી થતી જણાશે. વધારાનાં લાભની આશા પણ ફળશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી અગત્યની કામગીરી માટેનાં સંજોગો સુધરતા જણાશે. નવી આશાઓ બંધાશે. આપના આ અંગેના પ્રયત્નો સફળ થતાં જણાય. મિલન-મુલાકાતો લાભકારક પુરવાર થતાં જણાય. કોઈની મદદ મળી રહેશે. આર્થિક લાભ કે પ્રગતિ પ્રાપ્ત કરવાનાં પ્રયત્નો પણ ફળે અને તેની સામે ખર્ચા પણ વધે.

તુલા (ર,ત)ઃ તમારી મહત્ત્વની યોજનાઓ અને નવીન કાર્યરચનાઓ માટે સાનુકૂળતા સર્જાશે. આર્થિક પ્રશ્નો અને મૂંઝવણોનો ઉકેલ મળશે. લાંબા સમયથી ફસાયેલા નાણાં પરત મળે. નવી સહાયો ઊભી કરી શકશો. નોકરીની બાબતે સાનુકૂળતા જણાશે. ઉપરી વર્ગનો સાથ-સહકાર મળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળા દરમિયાન કોઈ સર્જનાત્મક અને અગત્યની કામગીરીને સફળ બનાવી શકશો. તમારા પુરુષાર્થનું મીઠું ફળ ચાખવા મળે. તમે હાથ ધરેલા કામકાજો સરળતાપૂર્વક ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગો વધશે. આવકમાં નજીવા વધારાથી નાણાંભીડ વર્તાય. સંતાનોના પ્રશ્નો હલ થાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય કૌટુંબિક બાબતો અંગે ઉદ્વેગજનક તેમજ ચિંતાપ્રદ બનશે. આપનું આરોગ્ય બગડતાં કેટલાક મહત્ત્વના કામકાજો ખોરંભે પડશે. આ સપ્તાહ આર્થિક દૃષ્ટિએ પણ અતિ ખર્ચાળ અને ચિંતાપ્રદ બને તેવા ગ્રહમાન છે. અહીં આવક કરતાં જાવકનું પ્રમાણ વધે નહીં તે જોવું રહ્યું.

મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન ખોટી ચિંતાનો બોજ વધતો જણાશે. માનસિક વ્યથા અને બેચેની વધતાં જણાશે. અજંપો અને અશાંતિમાંથી છૂટવા માટે તમારે કાર્યરત રહેવું પડે. હિંમત ગુમાવશો નહીં. દેખીતી મુશ્કેલીને ક્ષણિક સમજજો. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ નાણાંભીડ વધશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ અગત્યના પ્રશ્નો સંતોષજનક રીતે હલ થતાં જણાશે. ચિંતામાંથી મુક્તિ મેળવી શકશો. આર્થિક રીતે આ સમયગાળો સાનુકૂળ બનતો જોવા મળશે. નાણાંકીય ગૂંચ ઉકેલી શકશો. લાંબા સમયથી અટકેલા લાભો મળવાની આશા ફળશે. મકાન-મિલકતના તમારા ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આપની વ્યવસાયિક બાબતો માટે આ સમયગાળો અગત્યનો અને સાનુકૂળ બની રહેશે. તમે કેટલાક મહત્ત્વના નિર્ણયો લઈને તેને અમલમાં મૂકી શકશો. સાથોસાથ વેપાર-ધંધા સંબંધિત મુસાફરીઓ પણ થશે. અગત્યનાં ધંધા-વેપારના કોલ-કરારો આ સમયમાં થશે. આવકમાં વધારો થશે, પણ ખર્ચના કારણે બચત શક્ય બનશે નહીં.


comments powered by Disqus


The Expansion of Heathrow Airport


Dear valued reader,

Here at Gujarat Samachar, we are conducting an investigation in to the potential impacts of the expansion of London's Heathrow Airport. Following Parliaments' approval of the construction of a third runway, we are seeking to gain a better understanding of how the public feels regarding this sizeable proposal. We ask that you reply to our questionnaire so that we can get a feel of how our readers view the potential expansion. Views of those local to West London are particularly welcome.



to the free, weekly Gujarat Samachar email newsletter