તા. ૨ મે થી ૮ મે ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 01st May 2020 05:31 EDT
 
 

મેષ (અ,લ,ઈ)ઃ માનસિક બોજો ધીમે ધીમે હળવો થશે અને તમારા માર્ગે તમે સફળતાપૂર્વક આગળ વધી શકશો. અવરોધ કે વિઘ્નોને પાર પાડી શકશો. જરૂરિયાત પૂરતી આવક થશે અને આર્થિક ભીંસ છતાંય તમારું કામકાજ અટકશે નહિ. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કરજ વધારવું નહીં. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સારા સુધરતાં જણાશે નહીં. નોકરી પરિવર્તન માટે હજુ સમય આવ્યો નથી. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થશે. મકાનની લે-વેચનું કામ ઉકેલી શકશો. ભાડાના ઘર અંગેની મૂંઝવણો દૂર થશે. જમીન-સંપત્તિના પ્રશ્નો જ્યાંના ત્યાં રહેશે. ભાતૃવર્ગથી મદદ મળી રહે. સ્વજનો કે સ્નેહીથી મિલન-મુલાકાત થાય. જીવનસાથી સાથેના મતભેદ દૂર થાય. અકસ્માત કે બીમારીથી સાવધ રહેજો. કોર્ટ-કચેરીના કામકાજોથી મૂંઝવણ રહેશે. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ટાળજો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં ખોટા કારણસર માનસિક બેચેનીનો અનુભવ થાય. અશાંત માહોલમાંથી છૂટવા તમે સતત કાર્યરત રહો તે જ એકમાત્ર ઉપાય છે. આવકવૃદ્ધિના પ્રયાસો ફળદાયી બનતા લાગે. નવીન કાર્યરચનાને વિકાસને માર્ગે જઈ શકશો. નાણાકીય પ્રશ્નો મૂંઝવતા હોય તો તેનો ઉકેલ મેળવી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. નોકરિયાતને પરિવર્તન યોગ જણાય છે. વેપાર-ધંધામાં પ્રગતિની તક મળશે, તેનો ઉપયોગ કરી લેજો. યોજનાઓ અંગે સાનુકૂળતા જણાય. સંપત્તિની લે-વેચના કાર્યમાં વિઘ્ન, વિલંબનો અનુભવ થાય. કૌટુંબિક બાબતો અંગે તમારે મહત્ત્વનો નિર્ણય લેવો પડે. કોઈને કોઈ કારણસર ઘર્ષણના પ્રસંગો ઊભા થતાં દુઃખ થાય. અંગત આરોગ્યની સંભાળ લેવી જરૂરી છે. સરકારી અને કોર્ટ-કચેરીના કામમાં વિઘ્ન જણાય.

મિથુન (ક,છ,ઘ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિત સાથે અનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. નાણાકીય પરિસ્થિતિ વધુ બગડે નહીં તે જોવા ખર્ચાઓ પર કાબૂ રાખજો. આવક વધવાના પ્રયત્નો ઝાઝા સફળ થશે નહીં. ઉપરી સાથે મતભેદ નિવારજો. વેપાર-ધંધામાં ધીમી પ્રગતિ જણાય. નવા મકાનમાં સ્થળાંતર હાલ સલાહભર્યું નથી. આ સમયમાં મકાન-જમીનનાં પ્રશ્નો સાનુકૂળ રીતે ઉકેલાશે નહીં. વિવાદો જોવા મળે. નજીકના સ્વજનની તબિયત બગડે. આ સમયમાં તમારી મુલાકાતો લાભકારક નીવડશે. જીવનસાથીની તબિયતની કાળજી લેવી.

કર્ક (ડ,હ)ઃ તમારી ચિંતાનો બોજો વધે નહિ તે જોવું રહ્યું. ભય-આશંકા છોડશો તો જીવનનો સાચો આનંદ માણી શકશો. યોજનાઓને યોગ્ય આકાર આપી શકશો. નાણાકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. કેટલીક સહાયતાથી કામ પાર પડે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાય જાય. લાભની આશા ફળશે નહીં. નોકરિયાતો માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ છે. જોઈતી તકો મળતી જણાય. અવરોધોને પાર કરી શકશો. બઢતી-બદલીને લગતા પ્રશ્નો હલ થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ તમને વિકાસ વૃદ્ધિની તક મળે. નવા સંબંધો ઉપયોગી બને. મકાન-મિલકતનાં કામકાજમાં સાનુકૂળતા વધે. કોર્ટકચેરીનાં પ્રશ્નો ઉકેલાતા જણાય. કૌટુંબિક સંપત્તિ અંગેના મહત્ત્વના નિર્ણયો લેવાય. જીવનસાથી સાથે મતભેદ રહે.

સિંહ (મ,ટ)ઃ આ સમય ધીમે ધીમે પ્રગતિ કરાવનાર અને સફળતા અપાવનાર છે. નોકરી- ધંધાના ક્ષત્રે હવે નવીન આશાસ્પદ પ્રસંગો આકાર લેશે. પરિવર્તનનાં એંધાણ મળશે. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે સમય મિશ્ર છે. વધુ પ્રયત્નો છતાં અલ્પ લાભ મળે. કૌટુંબિક અને સામાજિક ક્ષેત્રના પ્રશ્નો અંગે ચિંતા વધે એવા પ્રસંગો બનશે. જીવનસાથી સાથે વિવાદ જાગશે. લગ્ન-વિવાહના મામલે વધુ વિલંબ જણાશે. કોર્ટ-કચેરી યા અન્ય કામકાજો માટે આ સમયના યોગો સહાયરૂપ નીવડશે. ઉતાવળા થયા વિના ધીરજ અને સંયમથી કામ લેશો તો કામ પાર પડતું જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય ઉત્સાહપ્રેરક જણાય છે. મહેનત મુજબ ફળ મળતું જણાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધતાં લાગે. ખોટી ચિંતાથી અશાંતિનો અનુભવ થાય. નાણાકીય જવાબદારીઓ વધતી જણાય. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધતા સંતુલન જળવાય નહિ. લાભમાં અંતરાયો આવે. મોટા સાહસમાં પડશો નહીં. નુકસાન - હાનિના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખુલતો લાગે. વિરોધીઓના હાથ હેઠા પડે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનતું જણાય. મકાનની ખરીદ-વેચાણના કામકાજના અવરોધ હશે તો દૂર થશે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગૃહજીવનમાં સંવાદિતા વધે. જીવનસાથી સાથેના મતભેદો નિવારી શકશો. આ સંબંધો ઉપયોગી બને. સંતાનોના પ્રશ્નો અંગે માર્ગ મેળવી શકશો.

તુલા (ર,ત)ઃ આ સમય નિષ્ફળતાઓ અને અવરોધોમાંથી બહાર કાઢશે અને સફળતા તરફ દોરી જશે. માનસિક રીતે દૃઢતા રાખશો તો કોઈ મુશ્કેલી ટકશે નહિ. તમારી નાણાકીય ચિંતા હળવી બને પણ ખોટા ખર્ચના પ્રસંગો ટાળજો. અહીં નોકરિયાતો મુશ્કેલીમાંથી બહાર આવવાનો માર્ગ મેળવી શકશો. લાભ મળવાની આશા ઊભી થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉન્નતિની તક આવી મળે તેનો લાભ ઉઠાવજો. મહત્ત્વના કોલ-કરારો ફળદાયી બને. જમીન-મકાન યા સંપત્તિ અંગેના પ્રશ્નો અંગે સમય સારો જણાતો નથી. મિત્રો ઉપયોગી નીવડે. ગૃહજીવનમાં ચકમકનાં પ્રસંગો સર્જાતા શાંતિનું વાતાવરણ ડહોળાય જાય. વડીલો સાથે વિવાદમાં ઉતરવું નહીં.

વૃશ્ચિક (ન,ય)ઃ પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાય. કેટલીક નવરચનાઓ અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ખર્ચાઓ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે સારા લાભની આશા જણાશે. એકંદરે આર્થિક ચિંતાનો બોજો હળવો થતો જણાય. નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વધુ વિકાસકારક સ્થાન મેળવી સફળતા મેળવી શકશો. જમીન-મકાનની લે-વેચના કામકાજમાં અવરોધ જણાય. તમે ધારો તે રીતે કામ પાર પડે નહિ. નુકસાન કે હાનિના પ્રસંગ પણ બને. કેટલીક ગંભીર કૌટુંબિક સમસ્યાઓ બને. સામાજિક પ્રસંગો અંગે માનસિક મૂંઝવણભરી સ્થિતિ સર્જાય. લાગણીઓ ઘવાતી જણાય. ભાગીદારીના પ્રશ્નો મામલે ગ્રહયોગો પ્રતિકૂળતા સૂચવે છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયનાં યોગો દર્શાવે છે કે સક્રિયતા અને ઉત્સાહનો અનુભવ કરશો. ઉદ્વેગ દૂર થતો જણાય. અગત્યની કામગીરી સફળ થાય. આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા વધુ મહેનત જરૂરી બને. ઉઘરાણી પાછળ વધુ લક્ષ આપજો. કૌટુંબિક ખર્ચ વધતો લાગે. નોકરિયાતો માટે એકંદરે સમય સાનુકૂળ જણાય છે. કોઇ તકલીફ હોય તો તે દૂર થતી જણાય. ધંધામાં સર્જાયેલી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકાય. વેપારી વર્ગને ધીમે ધીમે પ્રગતિ જણાય. કાર્યસફળતા માટેનાં આપના પ્રયત્નો ફળદાયી બનતાં જણાય. જમીન-મકાન અને અન્ય મિલકતના પ્રશ્નો અંગે સમય મધ્યમ જણાય. કૌટુંબિક ક્ષેત્રે ગેરસમજો વધતાં અકારણ ઘર્ષણ અને કલેહના પ્રસંગો સર્જાય.

મકર (ખ,જ)ઃ આ સમયમાં તમારી હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. આધ્યાત્મિક માર્ગ દ્વારા શાંતિ મેળવી શકશો. આ સમયમાં નાણાકીય આયોજનને વ્યવસ્થિત નહિ રાખો તો ગડબડ વધશે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં મુશ્કેલી જણાશે. નોકરિયાતોને કામકાજનો બોજો વધતો જણાય. ઉપરી અધિકારી વર્ગ સાથે વાદ-વિવાદ પ્રસંગો બને, જે ટાળવા યોગ્ય છે. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીરે ધીરે આશાજનક અને પ્રગતિકારક થશે. આ સમયમાં મકાન-મિલકતના મામલે વાતાવરણ અવરોધક જણાશે. વ્યર્થ દોડાદોડીમાં સમય પસાર થતો લાગે. કૌટુંબિક ક્ષેત્રે ગેરસમજો વધતાં ઘર્ષણ અને કલેશના પ્રસંગો સર્જાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ ખોટી ચિંતાનો બોજો વધે નહિ તે જોજો. યોજનાઓને યોગ્ય આકાર આપી શકશો. નાણાકીય તકલીફોમાંથી બહાર આવવાનો માર્ગ મળે. નોકરિયાત માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ છે. મહત્ત્વની તક મળતી જણાય. બદલી-બઢતીને લગતા પ્રશ્નો હલ થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે તમે ઉન્નતિ તરફ આગળ વધી શકશો. સારા સંબંધો ઉપયોગી બને. મકાન-મિલકતના કામકાજ અંગે અડચણ જણાય. જીવનસાથી સાથેની ગેરસમજોના કારણે ગૃહજીવનનું વાતાવરણ અશાંતિથી ડહોળાતું લાગે. કૌટુંબિક કાર્યો પતાવવા પ્રયત્નો વધારજો. વડીલની તબિયત બગડતા ચિંતા રહે. ભાતૃવર્ગથી ઘર્ષણ ન જાગે તે જોજો. સંતાન અંગે કોઈ ચિંતા હોય તો તે હળવી થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બ્રાહ્ય પરિસ્થિતને મન પર હાવી થવા દેશો નહીં. નાણાકીય દૃષ્ટિએ વિચાર કરતાં આ સમય ખર્ચાળ જણાય છે. કોઇને કોઈ સ્વરૂપે ખોટા ખર્ચા થાય. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ મફળ મળે. અવરોધોમાંથી નીકળી શકશો. બદલીનો યોગ છે. ધંધામાં વૃદ્ધિ-વિકાસના પગલાં માટે આ સમય વિકાસકારક છે. મકાન-મિલકતની બાબતો માટે આ સમય એકંદરે સાનુકૂળ જણાય છે. ગૃહજીવનની પરિસ્થિતિ એકંદરે સાનુકૂળ નીવડશે. જીવનસાથી સાથે કોઈ ગેરસમજ થઈ હશે તો દૂર થતા આનંદ સર્જાશે. સ્વજનોથી મિલન થાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter