તા. ૩ એપ્રિલ ૨૦૨૧થી ૯ એપ્રિલ ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 02nd April 2021 07:50 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય દરમિયાન કોઈ પણ નિર્ણય ઉતાવળે નહીં લેવા સલાહ છે. ખૂબ જ વ્યસ્ત સમય. જીવનશૈલીમાં પણ બદલાવ આવતો જણાય. નવા મિત્રો તેમજ નવા લોકો થકી કામગીરી કે ધંધામાં ફાયદો થાય. વ્યવસાયના ક્ષેત્રે થોડા પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવો પડશે. નોકરીના ક્ષેત્રમાં સમયની સાનુકૂળતાને કારણે પ્રગતિ સાધી શકાશે. પ્રોપર્ટીની ખરીદી માટે સમય સારો છે. સ્વાસ્થ્ય બાબતમાં આ સમય થોડી વધુ કાળજી માંગી લેશે. વિદ્યાર્થીઓને સારી એવી નવી તકો પ્રાપ્ત થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહની શરૂઆત થોડી સામાન્ય રહેશે. જોકે સપ્તાહના મધ્ય ભાગમાં અણધાર્યા લાભ પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા કે અટવાયેલા નાણા પરત મેળવી શકશો. આરોગ્યની દૃષ્ટિએ કોઈ ચિંતા રહેશે નહીં. થોડોક કામનો બોજો રહેશે. વ્યવસાય-ઉદ્યોગમાં ઘણાં સારા એવા કાર્યો પાર પાડી શકશો. નોકરિયાત વર્ગે ઉપરી અધિકારીથી થોડું સાચવીને રહેવું જરૂરી છે. નવી જોબ ઓફર પણ આવી શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ માટે ઓછી મહેનતે વધુ પરિણામ પ્રાપ્ત કરી શકાય.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય થોડોક મધ્યમ જણાય. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય સંબંધે ચિંતા રખાવે. નાણાંકીય રીતે કોઈ મુશ્કેલી જણાતી નથી. વ્યવસાયિક કાર્યોમાં થોડું જોઈ-જાળવીને આગળ વધવું. ભાગીદારીથી નુકશાનીનો ભય રહેશે. મકાન-મિલકતની ખરીદી માટે યોગો સારા છે. શેરબજારમાં પણ રોકાણ કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થાય. આપના કાર્યોની પ્રશંસા થાય. આ સપ્તાહ વિદ્યાર્થી વર્ગ માટે વધુ મહેનત સૂચવે છે. મિત્રો સાથેના વાદ-વિવાદમાં ફસાઈ ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
કર્ક (ડ,હ)ઃ ઘણાં સમયથી અટવાયેલા પ્રોજેક્ટ ઉપર કામ આગળ વધારી શકશો. કાર્યભાર વધશે, પણ ચિંતાઓ ઓછી થાય. નાણાંકીય દૃષ્ટિએ પણ કોઈ ખાસ ટેન્શન જણાતું નથી. આવકવૃદ્ધિના સાધનો ઉભા કરી શકશો. વ્યવસાય-ઉદ્યોગમાં નવીન તકો હાથ લાગે. ભાગીદારીથી કોઈ નુકસાન નથી, પરંતુ જોઈ-જાળવીને આગળ વધવું. નોકરિયાત વ્યક્તિઓને હજી થોડી વધુ મહેનત કરવી પડશે. પ્રવાસ-પર્યટન શક્ય બને. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. લગ્ન વિષયક બાબતોની પરિવારમાં ચર્ચા થાય.
સિંહ (મ,ટ)ઃ આ સમય આપના માટે થોડીક વધુ મુશ્કેલીઓ ઉભી કરે. નોકરીની બાબતમાં ખાસ કાળજી રાખીને કામ કરવું જરૂરી છે, નહીં તો આપના ઉપર જ લાંછન લાગે એવી શક્યતા છે. નાણાંકીય રીતે કોઈ ખાસ મુશ્કેલી રહેશે નહીં. વ્યવસાયિક રીતે આપના અટવાયેલા કાર્યો હવે ધીમે ધીમે પૂર્ણ થતાં જોવા મળે. સ્વાસ્થ્ય સંબંધી ખાસ કોઈ ચિંતા રહેશે નહીં. વ્યાવસાયિક રીતે આપના અટવાયેલા કાર્યો હવે ધીમે ધીમે પૂર્ણ થતા જોવા મળે. સ્વાસ્થ્ય સંબંધી ખાસ કોઈ ચિંતા રહેશે નહીં. વિવાહ ઈચ્છુકો માટે સમયની સાનુકૂળતા સારી છે. લગ્નવિષયક ચર્ચાઓ થાય. વિદ્યાર્થીઓ માટે મહેનતનું સારું પરિણામ જોવા મળશે. કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહમાં કોઈ નવાં રોકાણો શક્ય બનશે. જે ભવિષ્યમાં સારાં પરિણામ આપશે. જોકે અહીંયા સંબંધ અને વ્યાપાર અલગ રાખશો તો ફાવશો. કોઈક કારણસર આપનું મન ચિંતા અનુભવે. આર્થિક બાબતોમાં પણ થોડીક ચિંતા રહે. જોકે આપની આર્થિક સ્થિતિમાં કોઈ ફેરફાર જણાતો નથી. નોકરી-વ્યવસાયમાં આપની પ્રગતિ થાય. આ સપ્તાહ વિદ્યાર્થીઓ માટે થોડું વધારે કઠિન સાબિત થાય. જેવું પરિણામ ઈચ્છો છો એવું કદાચ પ્રાપ્ત કરી શકો નહીં. કોર્ટ-કચેરીના કાર્યોમાં થોડીક રાહત મળે.
તુલા (ર,ત)ઃ આ સમયમાં થોડી ચિંતાઓ વધુ રહેશે. આથી માનસિક સ્વસ્થતા ડગી જાય. થોડુંક વધુ ધ્યાન આપના કાર્યોમાં પરોવશો તો થોડી રાહત અનુભવશો. ધંધાકીય દૃષ્ટિએ પણ થોડીક સાવધાની રાખવી જરૂરી છે. આપના કોઈ બગડેલા સંબંધો આ સમય દરમિયાન સુધારી શકશો. નોકરીમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. સંતાનોના અભ્યાસ બાબતોમાં થોડી વધુ કાળજી રાખવી પડશે. પરિવારના સભ્યોનો સહકાર ખૂબ ફાયદાકારક સાબિત થાય. યાત્રા-પ્રવાસ શક્ય બને.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય ખૂબ વ્યસ્ત પુરવાર થશે. ધંધા કે વ્યવસાયમાં નવા રોકાણો કરવાનું વિચારતા હો તો એ શક્ય બને. શેરબજારમાં કે પ્રોપર્ટીના બિઝનેસમાં સારાં એવા પરિણામ તમારા ફાયદામાં આવે. નોકરીમાં પણ બઢતીના ચાન્સીસ છે. અટવાયેલા નાણાં પરત મળે, જેનાં કારણે આપની કોઈ લોન કે અન્ય કોઈ વહેવારોનું કામ પૂર્ણ કરી શકશો. ભાગીદાર અથવા કોઈ અંગત વ્યક્તિનો આપના પ્રત્યેનો વ્યવહાર બદલાતો જોઈ શકશો, જે લાભકારક પુરવાર થાય. વિદ્યાર્થીઓને ઈચ્છીત પરિણામો પ્રાપ્ત થાય. નવા પ્રવાસના આયોજન થાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપના આ સમય દરમિયાન વિરોધીઓમાં વધારો થતો જોવા મળે. મિત્રો કે સ્વજનો તરફથી અવરોધો ઉભા થાય. કોઈના ઉપર અતિ વિશ્વાસુ બનીને સાહસ કરશો નહીં. દાંમ્પત્યજીવનમાં પણ કડવાશ ઉભી ના થાય એનું ખાસ ધ્યાન રાખશો. નાણાકીય રીતે આ સમયમાં થોડીક વધુ સાનુકૂળતાઓ થશે. નોકરીના ક્ષેત્રમાં આપને ઓળખાણ દ્વારા લાભ થાય. ઉચ્ચ અધિકારી સાથેનું તમારું વર્તન તમારી પ્રગતિનું કારણ બને. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી થોડો વિલંબ જોવા મળે.
મકર (ખ,જ)ઃ સપ્તાહની શરૂઆતમાં થોડી મૂંઝવણો રહેશે. આમ છતાં ધીમે ધીમે આપ એમાંથી બહાર આવી શકશો. તંદુરસ્તી બાબતે થોડી વધુ કાળજી રાખવી પડશે. નાણાકીય રીતે થોડી તકલીફો વધે. જાવકનું પ્રમાણ વધુ જોવા મળે. ખરાબ સ્વપ્ન કે કોઈ દુઃખદ સમાચાર સાંભળવા મળે. નોકરી-વ્યવસાયમાં થોડીક વધુ કાળજી રાખીને આગળ વધવું, નહીં તો કોઈ નજીકની વ્યક્તિ જ નુકશાન પહોંચાડે. સંતાનોની લગ્નવિષયક ચિંતાઓ દૂર થાય. મકાન કે કોઈ અન્ય પ્રોપર્ટીના પ્રશ્નો હલ થાય. વિદ્યાર્થીઓને સારા સમાચાર મળે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સપ્તાહ શારિરીક તંદુરસ્તીના મામલે થોડીક ચિંતા કરાવશે. થોડાક દિવસ ભારે ઉચાટ અને ટેન્શનમાં પસાર થાય. જોકે આપનું મન આધ્યાત્મિકતા તરફ વાળશો તો થોડીક રાહત અનુભવશો. વ્યાવસાયિક દૃષ્ટિએ સમય સારો રહેશે. નવા રોકાણો હાથ લાગે. નોકરીમાં પણ ઘણી સારી તકો પ્રાપ્ત થાય, જે આગળ જતાં લાભ કરાવશે. આર્થિક રીતે કોઈ મોટી મુશ્કેલીઓ જણાતી નથી. વિદ્યાર્થીઓને લાંબા સમય પછી હળવાશનો અનુભવ થાય. નાનાં પ્રવાસના આયોજન કરી શકશો.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ આપનું ખૂબ જ વ્યસ્ત પસાર થાય. સામાજિક અથવા તો રાજકીય કામગીરીને કારણે સારી એવી દોડધામ રહેશે, જેનો આપ સારો લાભ પણ ઉઠાવી શકશો. વ્યવસાયિક ક્ષેત્રે પણ કામગીરીમાં વધારો જોવા મળે. નોકરીમાં બઢતીના ચાન્સીસ રહેશે. કૌટુંબિક પ્રશ્નો હલ થાય. નાણાભીડ પણ ઓછી થતી જોવા મળે. માંગલિક પ્રસંગોના સંજોગો સર્જાય. વિદ્યાર્થીઓ માટે પ્રગતિના નવા દ્વાર ખૂલશે. વાહન ખરીદી શક્ય બને.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter