તા. ૭ ઓક્ટોબર થી ૧૩ ઓક્ટોબર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 11th October 2017 10:29 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં અટવાયેલા કામકાજો ગૂંચવાય નહિ તે જોવું રહ્યું. ધીરજથી સ્વસ્થતાપૂર્વક અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ અચૂક આવશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુને વધુ ગૂંચવાતા જશો. આપની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. તમારી આર્થિક બાબતો પ્રત્યે વધુ લક્ષ આપજો. આવક-જાવકનાં બંને પાંસાઓની ગણતરી કરી જરૂરી ખર્ચા કરવાથી રાહત રહે. આ સમયમાં જરૂરી પૈસાની ગોઠવણ કરી શકશો. નોકરિયાતોના પ્રશ્નોના ઉકેલ માટે આ સમય સાનુકૂળ છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં ખોટી ચિંતા-ભય રાખવાની જરૂર નથી. આપનું કશું બગડશે નહીં. ખોટી ચિંતા કરવાને કોઇ કારણ નથી. તમારા જરૂરી ખર્ચ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય મેળવી શકશો. આપની કોઈ કામગીરી અટકશે નહીં ખર્ચને પહોંચી વળશો. અટવાયેલા લાભ મેળવવા પ્રયત્નશીલ રહેજો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ધંધામાં કાર્યો આડેના વિઘ્નોને પાર કરી સફળતા મેળવી શકશો. શત્રુઓ ફાવે નહીં. લગ્ન-વિવાહ, માંગલિક પ્રસંગોનું આયોજન થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં જવાબદારીઓ અને કેટલીક ચિંતાના કારણે માનસિક તાણનો અનુભવ થશે. વાદ-વિવાદથી દૂર રહેજો. આ સમયમાં તમારા પ્રયત્ન સફળ થતાં નાણાંકીય કામકાજો પાર પડે. અણધાર્યા પ્રસંગો માટે નાણાંની વ્યવસ્થા થઈ શકશે. આપના ફસાયેલા નાણાં મેળવી શકશો. નોકરીનાં ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળે. યશ-માન મળે. યોજનાઓમાં પ્રગતિ થાય. ધંધા- વેપારના ક્ષેત્રે તમારા અવરોધોને પાર કરી શકશો. લાભની વૃદ્ધિ થાય. સામાજિક-ધાર્મિક-રાજકીય કાર્યોથી સંતોષ થાય.

કર્ક (ડ,હ)ઃ તમારા ઉત્સાહમાં વધારો થાય. ઉન્નતિના સંજોગો જણાતાં. માનસિક સંવાદિતા રહેશે. નાણાંકીય મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો માર્ગ મેળવી શકશો. ઉઘરાણી મેળવવા તરફ લક્ષ આપજો. નાણાંકીય રોકાણ માટે સંજોગો સાનુકૂળ જણાય. નોકરી ક્ષેત્રે નવીન ફેરફારો થતાં જણાય. ઉપરી સાથેના સંબંધો સારા બનશે. ધંધાકીય પ્રશ્નો હલ કરી શકશો. વેપાર અંગેની નવીન કામગીરી આરંભી શકશો. સંપત્તિના પ્રશ્નો વધુ ગૂંચવાતા લાગે. અહીં સંજોગો પ્રતિકૂળતા સૂચવે છે. ભક્તિભાવ વધશે. મન શાંતિ અનુભવશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ યા ઉદ્વેગના પ્રસંગો સર્જાતા જોવાશે. બેચેની અને અસ્વસ્થતાને કારણે તમે ધાર્યું કરી શકશો નહીં તેમ લાગે છે. નાણાંકીય દૃષ્ટિએ આવક કરતાં વ્યયના પ્રસંગો વધતા મૂંઝવણ અનુભવાય. જેનો ઉકેલ લાવવા તમારે વધુ પ્રયત્નો કરવા પડે. નોકરિયાત માટે આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યનાં કામકાજોને આગળ ધપાવી શકશો. વેપાર-ધંધામાં લાભ ઊભો થતો જણાશે. પ્રવાસ-યાત્રા-ધર્મકાર્ય નવા દરવાજા ખોલી શકશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહ દરમિયાન માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય તેમજ વિલંબથી ફળ મળવાના કારણે તણાવ પણ અનુભવાતો લાગે. નાણાંકીય જવાબદારીઓ વધતી જણાશે. નુકસાનમાં ખર્ચનું પ્રમાણ વધતું લાગે. નાણાંભીડના કારણે કેટલીક યોજના મુલતવી રાખવી પડશે. ઉઘરાણી મેળવવા સઘન પ્રયાસો કરજો. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ હજી અવરોધાયેલો જણાય. કોઈને કોઈ વિઘ્નો આવતાં લાગે. ધંધાકીય કામગીરીમાં મુશ્કેલીના કારણે જવાબદારી વધતી જણાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં આપની યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા માનસિક બોજો હળવો થાય. બેચેની-ઉત્પાત દૂર થાય. આ સમયમાં તમારી આર્થિક જવાબદારીઓ માટે નાણાંની ગોઠવણ કે પ્રાપ્તિ મુશ્કેલી બાદ સફળ થશે. અહીં કવચિત અણધારી આવક મળતી જણાય. નોકરિયાત માટે આ સમય વધુ પ્રોત્સાહક નીવડશે. તમારા કાર્ય અંગે પ્રશંસા મળે. વિરોધીના હાથ હેઠા પડતાં શાંતિ જણાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિકાસવૃદ્ધિ અને લાભના યોગો જણાય છે. જોકે શેરસટ્ટાથી દૂર રહેવું. ધાર્મિક પ્રસંગોનો લાભ મળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં માનસિક પ્રસન્નતા મેળવીને આગેકૂચ કરી શકશો. ભલે વિપરિત સંજોગો આવે. પણ તે દૂર થતાં લાગે. તમારી આવક-જાવકની બાજુઓ પર વિશેષ ધ્યાન રાખવાની જરૂર જણાશે. ન ધારેલા ખર્ચા પણ થશે. વળી લેણી રકમો મેળવવી મુશ્કેલી જણાય. લાભની આશા ફળે નહીં. નોકરી-ધંધામાં આ સમય એકંદરે સખત મહેનત માગી લેતો જણાશે. તમારી ઇચ્છાઓની પૂર્તિ માટે પુરુષાર્થ કરવો પડે અને છતાંય સફળતા મળવામાં વિલંબ થશે. માંગલિક પ્રસંગોના ખરચ વધારે આવે તો નવાઈ નહીં.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં ઉદાસી ઘેરી વળે. નાણાંકીય સંજોગો હજુ સુધરવામાં સમય લાગશે. તેથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થઈ જાય તે જોજો. બચત થશે નહિ. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. તમારી ચાલુ નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તન થાય. વિરોધીના કારણે થોડી પ્રતિકૂળતા જણાય. ધંધાકીય પરિસ્થિતિ યથાવત્ રહેતી જણાય.

મકર (ખ,જ)ઃ તમારા માર્ગે તમે સફળતાપૂર્વક આગળ વધી શકશો. અવરોધ કે વિઘ્નો આવશે જે દૂર કરી શકશો. માનસિક ચિંતાઓ પણ ધીમે ધીમે હળવી થાય. અહીં જરૂરિયાત પૂરતી આવક થશે અને આર્થિક ભીંસ છતાંય તમારું કામકાજ અટકશે નહીં. નોકરીના ક્ષેત્રે પરિવર્તન માટે હજુ સમય આવ્યો નથી. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થતાં જણાશે. ભાગીદારો સાથેના મતભેદો દૂર કરી શકશો. સંતાનો સાથે સરળતા થઈ શકશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ લાગણીઓના પ્રશ્નો આવશે. માનસિક ઉત્પાત વધે. મનના આવેશને કાબૂમાં રાખજો. વ્યર્થ વાદ-વિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોજો. જરૂરિયાતની પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતાં તંગી જણાશે. કરજ-લોન દ્વારા પરિસ્થિતિ સાચવી શકશો. ઉઘરાણીઓ ફસાય નહીં તે જોજો. જવાબદારીઓ ન વધારશો. નોકરિયાતોને અંતરાયો હશે તો દૂર થશે અને તેમના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. બઢતી-બદલીના પ્રશ્નો ઉકેલાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા, પ્રગતિ જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન કામકાજો આગળ વધતાં અટકશે. અહીં ઉતાવળા થશો નહિ તો તમારું કામ બગડે. વધુને વધુ ગૂંચવાતા જશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. તમારી આર્થિક બાબતોની કાળજી લેતા રહેજો. આવક-જાવકના બંને પાસાઓની ગણતરી કરી જરૂરી ખર્ચ કરવાથી જ રાહત રહે. નોકરિયાતોને ઉપરીનો સહકાર મળે. ધંધાના ક્ષેત્રે ભાગીદારો સાથે કારણ વિનાના વિવાદ જાગશે. ધંધાકીય યોજનાઓમાં કોઈ અવરોધ હોય તો દૂર થતો લાગે. લગ્ન-વિવાહની બાબતોમાં સારા પરિણામો માટે તક મેળવશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter