તા. ૯ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 08th February 2019 04:15 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં ખોટી ચિંતાઓ મનને કોરી ખાશે. તમે ચિંતાઓ છોડશો તો સુખ-શાંતિ અનુભવી શકશો. લાગણી કાબૂમાં રાખજો. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આવક કરતાં જાવક ખર્ચ વિશેષ રહે. પરિણામે આર્થિક સંકડામણ સાથેના માર્ગો વિચારી લેવા પડશે. વિશ્વાસે ધીરેલા નાણાં મળવાની આશા રાખશો નહીં. જમીન-મકાન કે સંપત્તિને લગતા કામકાજોમાં પણ ધારી સાનુકૂળતા જણાતી નથી. ખર્ચ ચિંતા વધારશે. કોર્ટ-કચેરીને આંગણે રહેલા પ્રશ્નો ઉકેલાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય આશાવાદી જણાશે. સાનુકૂળ તક મળશે. નવીન કાર્યરચના થાય. તમારા પ્રયત્નો સફળ થતાં ઉત્સાહ વધે. પ્રતિકૂળ સંજોગોમાંથી રસ્તો મળશે. સફળતાનો માર્ગ મળશે. નાણાંના અભાવે કામકાજ અટકેલા હોય તો તે માટેની જરૂરી વ્યવસ્થા થાય. જૂની ઉઘરાણીઓથી આવક થાય. નોકરિયાતો માટે સમય સાનુકૂળ અને પ્રગતિકારક છે. ગૂંચવાયેલી સમસ્યાઓનો ઉકેલ મળશે. વિરોધીઓ સફળ થાય નહીં. વિઘ્નો હટશે. ધંધાકીય પરિસ્થિતિ આશાજનક રીતે વળાંક લેશે. નવીન કામગીરીમાં પ્રગતિ થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા ધીરજ રાખવી પડશે. ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં પ્રગતિ થયા વિના રહેશે નહીં. ઉમંગ-ઉલ્લાસ જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણભર્યો છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ થશે. ધીરેલા કે ફસાયેલાં નાણાં પરત મળતા રાહત થાય. નોકરિયાતોને આ સમય સાનુકૂળ નીવડશે. માર્ગના અવરોધોથી ચિંતા કરશો નહીં. આગળ વધ્યે જાવ, કોઈ કશું છીનવી શકશે નહીં.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહની ગ્રહચાલ જોતાં તમારા મહત્ત્વનાં કામકાજોમાં સાનુકૂળતા અને સફળતા મળશે. સારી તક પ્રાપ્ત થાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. જોકે આવકની દૃષ્ટિએ આ સમય પ્રતિકૂળ જણાય છે અને ધારેલા લાભ કે આવકના માર્ગો અટકતા લાગે. અલબત્ત, તમારા જરૂરી કાર્યો માટેની જોગવાઈઓ થતાં રાહત મળશે. તમારા ઉઘરાણીના નાણાં પરત મળવામાં વિલંબ જણાય. તેથી પરેશાની અનુભવવી પડે. જમીન-મકાનના કાર્ય પાર પડે. અન્ય મિલકતના પ્રશ્નો અંગે સમય સાનુકૂળ બને. અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલી શકશો. જરૂરી સાનુકૂળતા વર્તાશે.

સિંહ (મ,ટ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ-બેચેની વધતાં જણાશે. માનસિક તાણના ભોગ બનવું પડે. આવક કરતાં જરૂરિયાત અને ચૂકવણી વધુ રહેતાં નાણાંકીય સંજોગો જરા મુશ્કેલ બનશે. ઉઘરાણી તરફ વધુ ધ્યાન આપજો. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવા નહિ. ઉપરીથી ઘર્ષણ જાગે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ કેટલાક લાભો ગુમાવવા પડશે. નિરાશા સાંપડી શકે છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ કેટલાક પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણી કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો જણાશે. અગત્યની કામગીરીઓ સફળ થતાં લાભ ઊભો થાય. આવકના પ્રમાણ કરતાં ખર્ચ વિશેષ રહેશે. નોકરિયાતોને સામાન્ય પરિસ્થિતિ મનને અજંપિત કરે તેવી લાગશે.

તુલા (ર,ત)ઃ સફળતા - સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતા આ સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. માનસિક બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરીના ક્ષેત્રે હિતશત્રુઓની ચાલબાજીથી સાવધ રહેવું. ધાર્યું થાય નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સંજોગો પ્રતિકૂળ હશે તો તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. વધુ પરિશ્રમ માંગી લે તેવો સમય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ તમારી પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ઉઘરાણીઓના કામકાજ પાર પાડી શકશો. આવક-જાવકનાં પલ્લાં સરભર રહેશે. લાભ સામે વ્યયના પણ યોગ છે. નોકરિયાતો માટે આ સમય કામકાજોનો બોજો વધારનાર અને હરીફ તથા કર્મચારીઓ સાથે મતભેદ વધારનારો સમય છે. ધાર્યું ફળ મળવામાં વિલંબ થાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતાં ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાંકીય દૃષ્ટિએ થોડોક વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. ધારો છો તેટલો લાભ મળે નહીં. આવક સામે વિશેષ ખર્ચના યોગો બળવાન છે. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચના થશે. નવી તકો ઉન્નતિ તરફ દોરી જાય. નોકરીમાં પ્રમોશનની તકો જણાય છે. તમારા પ્રયાસો સફળ નીવડશે. મકાન-સંપત્તિને લગતા કામકાજો માટે મુશ્કેલીઓ વધુ જણાશે અને ખોટા ખર્ચ વધશે.

મકર (ખ,જ)ઃ ચિંતાઓનો બોજ હળવો થાય. તાણના સંજોગો ધીમે ધીમે અદૃશ્ય થતાં રાહત વર્તાશે. આર્થિક રીતે જોતાં નાણાંભીડનો ઉકેલ મળશે. લેણી કે ઉઘરાણીની રકમો મળતાં રાહત વર્તાશે. આ સમયમાં તમારા નાણાંનું રોકાણ યોગ્ય જગ્યાએ કરશો તો ઘણો ભવિષ્યમાં ફાયદો લણશો. તમારા મિલકત સંબંધિત કામકાજોમાં કોઈ વિઘ્નો હશે તો તે દૂર થાય. જમીન-મકાનના લે-વેચના સંજોગો સુધરશે. નોકરિયાતોને ધાર્યું આયોજન પાર પડે નહિ. બઢતીની તકો અટવાશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિકારક તકો અને સાનુકૂળતા ઊભી થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક અસ્વસ્થતા, ચિંતા અને વિના કારણ ભયનો અનુભવ થશે. આધ્યાત્મિક રીતે જ શાંત બની શકશો. આર્થિક લેવડદેવડમાં વ્યવસ્થિત નહીં થાવ તો તમારી કઠણાઈઓ વધશે. લાભની સામે નુકસાન અને આવકની સામે જાવકનું પ્રમાણ વધતું જણાશે. આથી સાવધ રહેવું. નોકરીમાં મુશ્કેલી કે અડચણો હશે તો દૂર થતી જણાશે. ઉપરી અધિકારીનો સાથ મળશે. ગેરસમજો દૂર થશે. શત્રુની કારી ફાવશે નહીં. યશ-માનમાં વધારો થાય. વેપાર-ધંધામાં વિકાસ પંથે પ્રગતિ થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહમાં જવાબદારીનો બોજો ટેન્શનનો અનુભવ કરાવશે. લાગણીઓ ઘવાતા મન ઉદ્વેગ અને અજંપો અનુભવાશે. ગેરસમજો અને વાદવિવાદના પ્રસંગો વખતે ઉગ્રતા પર સંયમ રાખશો તો બિનજરૂરી ઘર્ષણ ટાળી શકશો. આ સમય એકંદરે ખર્ચાળ અને મૂંઝવણરૂપ જણાશે. વ્યવસ્થિત અને જાગૃત રહીને નાણાંકીય વહેવાર કરશો તો નુકસાન ટાળી શકશો. આર્થિક જવાબદારી કે બોજો વધતો જણાશે. નોકરિયાતને બદલી કે સ્થળાંતરની સમસ્યાનો ઉકેલ મળી રહેશે. ઉપરી સાથે વાદવિવાદ વધે નહીં તે જોજો. એકંદરે તમારા પ્રયાસો સફળ થતાં લાગે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter